________________
શારદા સુવાસ
૯૦૫ વ્યાખ્યાન ન. ૯૮ કારતક સુદ ૫ ને રવિવાર જ્ઞાનપંચમી
તા. ૫-૧૧-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંતજ્ઞાની, દિવ્ય દિવાકર તીર્થકર ભગવતેએ ભવ્ય જીના એકાંત હિત માટે દ્વાદશાંગી સૂત્રની પ્રરૂપણ કરી છે. દ્વાદશાંગી સૂત્ર એ ભગવાનના મુખમાંથી ઝરેલી વાણી છે. દ્વાદશાંગી સૂત્રમાં જ્ઞાનને ભંડાર ભર્યો છે. આજે જ્ઞાનપંચમીને પવિત્ર દિવસ છે. જ્ઞાન એ જીવને પરમ હિતકારી છે. અનંતકાળથી આત્મા અજ્ઞાનને કારણે ભવાટવીમાં ભ્રમણ કરતે ભયંકર દુખ જોગવી રહ્યો છે, કારણ કે દુઃખનું મૂળ જે કઈ હોય તે તે અજ્ઞાન છે અને સુખનું મૂળ કારણ હોય તે તે જ્ઞાન છે. હજારે સૂર્યના પ્રકાશ કરતાં જ્ઞાનને સૂર્ય મહાન તેજસ્વી છે. સૂર્ય તે દિવસે પ્રકાશ આપે છે ને સાંજે અસ્ત થઈ જાય છે ત્યારે જ્ઞાનરૂપી સૂર્ય તે રાત્રે અને દિવસે સદાકાળ પ્રકાશ આપે છે. તે અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરે છે. દ્રવ્ય અંધકાર જેટલું આત્માનું અહિત નથી કરતે તેટલું આત્મામાં રહેલ ભાવ અંધકાર-અજ્ઞાન આત્માનું અહિત કરનાર છે. જગતની દષ્ટિમાં જેને આંખ ન મળી હેય એ અંધ ગણાય છે. જગત એને કરૂણાપાત્ર સમજે છે, પણ જ્ઞાનીની દષ્ટિ એથી આગળ પહોંચે છે. જ્ઞાનીની દૃષ્ટિમાં આંખથી અંધ એટલે કરૂણાપાત્ર નથી એથી વધુ કરૂણા પાત્ર અજ્ઞાની છે. આંખના અંધાપાને જગતના જ જોઈ શકે છે. આંખેથી અંધ માનવી કેઈ આમથી તેમ ઠેબા ખાતે રસ્તા પર સામેથી આવી રહ્યો હોય તે લેકે એમ જ કહે છે કે ભાઈ ! એ અંધ છે. એને માર્ગ કરી આપે નહિ તે કઈની સાથે ભટકાઈ જશે.
એક વખત એક અંધ મુસાફીર અંધારી રાતે ફાનસ લઈને રસ્તા પરથી પસાર થતે હતે. સામેથી બે ચાર મશ્કરીયા યુવાને આવ્યા ને મશ્કરીમાં બેલ્યા–સુરદાસ ! તમે તે આંખેથી દેખતા નથી તો પછી આ ફાનસ લઈને કેમ નીકળ્યા છે ? સૂરદાસે કહ્યું–તમારી વાત સાચી છે. હું તે આંખે અંધ છું. આંખે દેખતે નથી પણ તમારા જેવા જે આંખેથી દેખતા છે એ ભૂલથી અંધારામાં મારી સાથે અથડાઈ ન પડે એ માટે ફાનસ સાથે લઈને નીકળ્યો છું. આંખના અંધને તે જગત આખું દેખે છે પણ જ્ઞાનના અંધાપાને જ્ઞાનીઓ જ જોઈ શકે છે. આ અંધાપે જેને વળગે હોય એ અંધ હોવા છતાં તે પિતાને દેખતે માને ને દેખતાને આંધળા માને. એ પિતે તે દુર્ગતિના ખાડામાં પડે પણ જે એની સાથે ભટકાય એનેય દુર્ગતિમાં પાડે, માટે જ્ઞાન મેળવવાની અવશ્ય જરૂર છે.
આજે આપણે જેને સમાજમાં દિવસે દિવસે જ્ઞાનને અભાવ વધતું જાય છે. વધુ નહિ તે તમે એટલું અવશ્ય કરો કે આપના બાળકે સામાયિક, પ્રતિકમણ, છકાયના બેલ, નવતત્વ શીખ્યા વગરના ન રહેવા જોઈએ, એટલું જ્ઞાન તે જરૂર આપજો. જેમ તમે બાળકને સ્કુલમાં ને કેલેજમાં ભણાવવાની જેટલી ધગશ રાખે છે તેનાથી અધિક જૈનશાળામાં