SearchBrowseAboutContactDonate
Page Preview
Page 950
Loading...
Download File
Download File
Page Text
________________ શારંધા સુવાણ પુણ્યવાન હતી પણ આ તે છેલ્લું ચાતુર્માસ છે એની એટલે વિશેષ મહત્તા છે. ભગવાનની વાણુ સાંભળીને જ પ્રતિબંધ પામે છે. સૌના આનંદને પાર નથી પણ સાથે પ્રભુને વિગ પડવાને છે તેનું દુખ દિલને સતાવી રહ્યું છે. ચાતુર્માસના દિવસે પસાર થતાં થતાં દિવાળીના દિવસે આવી ગયા. અઢાર દેશના રાજાઓ રાજ્યનું કામકાજ છેડીને છ પૌષધ કરીને પ્રભુ સન્મુખ બેસી ગયા ને પ્રભુના મુખ સામે મેખભેખ દષ્ટિથી જોતાં એકાગ્રચિત્ત વાણું સાંભળી રહ્યા છે. દરેકના દિલમાં દુઃખ છે, કારણ કે અરિહંત પ્રભુને વિગ પડવાને છે. ભગવાન મેક્ષ જવાના સમયે ઈન્દ્ર આવીને પ્રભુને વિનંતી કરે છે કે પ્રભુ ! આપના નિર્વાણ સમયે ભસ્મગ્રહ બેસવાને છે તે આપ વધુ નહિ, બે ઘડી રેકાઈ જાએ તે પાછળના લેકોને દુકાળના દુખ વેઠવા ન પડે, ત્યારે ભગવાને કહ્યું હે ઈન્દ્ર! “ન ભૂતો ન ભવિષ્યતિ” એ બન્યું નથી ને બનશે નહિ. જે જન્મે છે તેને અવશ્ય જવાનું છે. પ્રભુએ એ વાતને સ્વીકાર ન કર્યો. અખંડ સેળ પ્રહર સુધી દેશના આપીને સર્વ કર્મોને ગાળીને મહાવીર પ્રભુ આ વદ અમાસની પાછલી રાત્રે મેક્ષમાં બિરાજ્યા. જેણે રાતે વીર પામ્યા મુક્તિ, કેવળ પામ્યા ગૌતમસ્વામી, જ્યારે જાપ જપે નવકારવાળી, વીર મુક્ત બિરાજ્યા દિન દિવાળી. આસે વદ અમાસની પાછલી રાત્રે મહાવીર પ્રભુ મોશે પહોંચ્યા અને બીજી તરફ ભગવાનના પટ્ટશિષ્ય ગણધર ગૌતમ સ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું, એટલે એક તરફ વિચગનું દુઃખ અને બીજી તરફ ગૌતમસ્વામીના કેવળજ્ઞાનના મહત્સવને આનંદ છે. આવા મહાન પ્રસંગેને લક્ષમાં લઈને આપણે ધર્મારાધનાથી દિવાળી ઉજવવાની છે. ભગવાને અઘાતી કર્મોને ક્ષય કર્યો ને ગૌતમસ્વામીએ ઘાતી કર્મોને ક્ષય કર્યો છે. એમણે કર્મના ફટાકડા ફોડીને ભવભ્રમણ અટકાવ્યું છે ને તમે બધા દારૂના ફટાકડા ફેડી હિંસા કરીને ભવભ્રમણ વધારો છે. જે ફટાકડા ફોડવા હોય તે કર્મના ફટાકડા ફેડે ને આત્માને પવિત્ર બનાવી સાચી દિવાળી ઉજવે. જેણે આત્માને ઉજજવળ બનાવ્યું તે સાચી દિવાળી ઉજવી ગયા છે. મહાવીર પ્રભુ અને ગૌતમસ્વામી એ ગુરૂ શિષ્ય એવી દિવાળી ઉજવી અને આપણને ઉજવવાને ઉપદેશ આપી ગયા છે. ભગવાનની અંતિમદેશના ઉત્તરાધ્યયન સૂત્રના બાવીસમા અધ્યયનને અધિકાર આપણે રેજ વંચાય છે. આજે પણ થોડું વાંચીએ. ગિરનારની ગુફામાં રાજેમતીને જોઈને રહેનેમિનું મન ચલાયમાન થયું અને તે રાજમતી પાસે જઈને કહે છે તે રાજીલ ! આ શબ્દ સાંભળી રાજેમતી ચમક્યા. આ સાદમાં વાત્સલ્ય ન હતું પણ વાસના ભરી હતી. એ વિચારવા લાગી કે રહનેમિ અહીં કયાંથી? ત્યાં તે મુનિના મનને મોર ટહુકી હ૭. હે રાજી! તું તેલ ને હું મેર ! હું તને સુંદરી માનું છું. તું આવ મારી પાસે,
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy