SearchBrowseAboutContactDonate
Page Preview
Page 949
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ વર્ષો પૂર્વે પ્રભુએ એવી દિવાળી ઉજવી કે જેમાં સર્વ નુકશાનીનું વળતર કરીને કેવળ નફાનું સરવૈયું કાઢયું. ચાર ગતિના જન્મ-મરણના ફેરા ચૂકતે કરી નાંખ્યા. સમસ્ત દેને ટાળીને અનંત ગુણેને નફે મેળવી લીધે. દેવાનુપ્રિયે ! આજે રાત્રે આપણું પ્રભુ નિર્વાણ પામ્યા છે. આપણા પ્રભુએ આપણને ઘણું ઘણું શીખવ્યું છે. એમની સાધના એવી જબ્બર હતી કે જ્યારે આપણે વાંચીએ ત્યારે આપણે પ્રમાદ ટળી જાય. ભગવાને ઘોર સાધનાને અંતે કેવળજ્ઞાન અને કેવળ દર્શન પ્રાપ્ત કર્યું, પછી આપણને તેમણે કર્મબંધનથી મુક્ત થવાને માર્ગ બતાબે ને ઉદ્દઘષણ કરીને કહ્યું હે ભવ્ય જી ! જાગો. આ સાધના કરવાને કિંમતી સમય હાથમાંથી ચાલ્યો ન જાય તેની સાવધાની રાખ. સમ્યગદર્શન, સમ્યકજ્ઞાન સમ્યફચારિત્રમાં રમણતા કરવી તે નિજસ્વરૂપમાં રમણતા છે, પણ અનાદિકાળથી ભૂલ પડેલે જીવ પરમાં રમણતા કરી રહ્યો છે. કેઈ દિવસ જીવને વિચાર આવે છે કે હું કયાં સુધી પરમાં વપણું માનીને ભટકીશ? આત્માને અનંત ખજાને પરમાં રમણતા કરવાથી નહિ મળે. કાજળની કેટડીમાં રહીને કાળાશ લાગવા દેવી નથ એ કેમ બને? એવી રીતે કર્મની કેટડીમાંથી મુક્ત થવું હશે તે આત્મા ઉપરથી કષાયેની કાલીમાને દૂર કરવી પડશે. જેમની પાસે સંસારના સમસ્ત સુખ હતા, જેમની સેવામાં ઈન્દ્રો હાજર હતા તેવા ભગવાન મહાવીરે પણ ત્યાગના પંથે પ્રયાણ કર્યું. જીવનમાં ત્યાગની ખૂબ આવશ્યકતા છે. ત્યાગ વિના ત્રણ કાળમાં કલ્યાણ નથી. ત્યાગ પણ કે? ફક્ત શ્વેત વસ્ત્રો પહેરી લેવાથી કે માથે મુંડન કરવાથી કલ્યાણ નથી થવાનું પણ આત્માના લક્ષપૂર્વકનું સાધુપણું અંગીકાર કરીને જબ્બર પુરૂષાર્થ ઉપાડી, કર્મના ઓઘને ઉડાડવા માટે તપ-ત્યાગની અવશ્ય જરૂર છે. ભગવાને સાડા બાર વર્ષ સુધી અઘેર તપશ્ચર્યા કરી કર્મોને ખપાવ્યા અને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. કેવળજ્ઞાનની જેત પ્રગટાવ્યા પછી પ્રભુએ તીર્થની સ્થાપના કરી. દેએ ભગવાનને કેવળજ્ઞાન મહત્સવ ઉજવ્યું અને પ્રભુ ત્રણ જગતના નાથ બન્યા. ભગવાને સંયમ લઈને પિતાના આત્માનું જ કલ્યાણ નથી કર્યું પણ અનેક જીવને તાર્યા છે. ભગવાન કેવા છે? અતિજ્ઞાણું તારયાણું” પિતે તર્યા છે ને ભવ્ય જીને તાર્યા છે. પરમ કરૂણાનિધિ ભગવાને પાપીમાં પાપી જીને ઉદ્ધાર કર્યો છે. ચંડકૌશિક જેવા ભયંકર ઝેરી દષ્ટિવિષ સપને પણ ઉપદેશ આપીને તાર્યો છે. રોજ સાત સાત ની ઘાત કરનારા અર્જુન માળી જેવા પાપીને પણ સંયમ આપીને તેને ઉદ્ધાર કર્યો છે અને સતી ચંદનબાળા જેવી રાજકુમારીને પણ પિતાની વડી શિષ્યા બનાવીને તારી છે. આવા કરૂણના સાગર મહાવીર પ્રભુનું ચાતુર્માસ પાવાપુરીમાં થયું છે. ભગવાનના માસા તે બેંતાલીસ થયા, તેમાં ચૌદ તે રાજગૃહી નગરીમાં થયા. એ ભૂમિ પણ
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy