SearchBrowseAboutContactDonate
Page Preview
Page 934
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ આવશે. એ વિચાર કરીને મધરાત્રે ગામના પાદરમાં ઉડે કૂ હતું તેમાં પડતું મૂકયું ને પિતાના જીવનને અંત આણ્ય. સવારમાં બહેને કૂવે પાણી ભરવા આવવા લાગી. કૂવામાં. નજર કરે છે તે બે મડદા તરતા જોયા. લેકને આ વાતની ખબર પડી. આ તરફ સવાર પડી ને બાળકો જાગ્યા પણ પિતાના મા-બાપને ન જોયા એટલે બા-બાપુજી ! તમે અમને મૂકીને ક્યાં ચાલ્યા ગયા ? એમ કહીને કાળે કપાત કરવા લાગ્યા. આડેસીપાડેલી દેડી. આવ્યા. આજુબાજુમાં તપાસ કરી પણ એમના મા-બાપ ન મળ્યા. ત્યાં ખબર પડી કે કૂવામાં બે મડદા તરે છે. લેકેએ તપાસ કરી તે ખબર પડી કે આ બાળકના મા–બાપ જ કૂવામાં પડીને મરી ગયા છે. લોકોએ એના મોટાભાઈને જાણ કરી. મોટેભાઈ દેડતે. આવ્યો. પિતાના ભાઈ અને ભાભીની આ દશા જોઈને પછાડ ખાઈને પડી ગયે. ઘરમાં નાના ભાઈએ ચિઠ્ઠી લખીને મૂકી હતી કે મારા પિતાતુલ્ય વડીલ ભાઈ! તમારા આશરે બાળકને મૂક્યા છે. તમે એને સાચવજો. તમારી ચિઠ્ઠી લઈને ભાભી પાસે ગયે હતે પણ ભાભીએ કંઈ આપ્યું નહિ. હું તે માત્ર એમની ચરણરજ મસ્તકે ચઢાવીને પાછો ફર્યો છું. નાનાસાઈની ચિઠ્ઠી વાંચી તુટી પડેલું મોટાભાઈનું હૃદય” નાનાભાઈના આ શબ્દો વાંચતા મોટાભાઈને ખૂબ આઘાત લાગ્યો. અહ! મારી તિજોરીમાં ભલે લાખે રૂપિયા હોય તે પણ શું કરવાના? જ્યાં મારા ભાઈને બાળકે ખાધા વિના તરફડતા હેય અને મારા ભાઈ-ભાભીને ગરીબાઈના કારણે કૂવો પૂરો પડયો એમાં મારી જ ભૂલ છે ને? મેં એમની ખબર ન લીધી ત્યારે એમની આ દશા થઈને? દુનિયામાં બધું મળશે પણ મારે ભાઈ નહિ મળે. મોટાભાઈએ ખૂબ કલ્પાંત કર્યો ને એમના શબની અંતિમ ક્રિયા કરીને બાળકને લઈને પોતાને ઘેર આવ્યા એટલે શેઠાણ બલવા લાગી કે આ લેથ કયાં લાવ્યા? હું કંઈ ઘરની નેકરડી નથી કે આ બધી વેઠ કરું, ત્યારે શેઠે કહી દીધું કે જે એ તને વેઠ લાગતી હોય તે મારે જીવવું નથી. જો તમારે આ બાળકોને બરાબર સાચવવા હેય તે મારે જીવવું છે નહિતર મરી જઈશ, પછી તમે નિરાંતે સુખ ભોગવજે. તેં મારા ભાઈને મદદ ન કરી ત્યારે આ દશા થઈ ને? શેઠાણીએ કહ્યું-તમારે ભાઈ આ જ નથી, પણ શેઠ તે સમજી ગયા કે શેઠાણું જુઠું બેલે છે, પણ હવે કઈ ઉપાય નથી. અને શેઠાણીને પણ થઈ ગયું કે જે શેઠ મરી જશે તે મારા જીવનમાં શું સુખ રહેશે! એટલે દિયરના દિકરાઓને પ્રેમથી ઉછેરવા લાગી. બાળકોને મોટા કરીને ઠેકાણે પાડ્યા. ટૂંકમાં મારે તે તમને એટલું જ કહેવું છે કે તમને ધન મળ્યું છે તે તમે તેને સદુપયોગ કરે છે. આજે ધનતેરસના દિવસે લક્ષ્મીની પૂજા કરવાથી લક્ષ્મી નહિ મળે પણ દાનમાં વાપરવાથી તમારું પુણ્ય વધશે, માટે મન મોકળું કરીને ધનનો સદુપયોગ કરશે તે જ તમે ધનતેરસ સાચી ઉજવી છે. સમય થઈ ગયું છે. વધુ ભાવ અવસરે. " આ
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy