SearchBrowseAboutContactDonate
Page Preview
Page 916
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ શરીર તેના જેવું? :- આ શરીર તે ભાડૂતી મકાન જેવું છે. ભાડાનું મકાન ગમે તેટલું સારું ને સગવડવાળું હોય, હવા ઉજાસ અને સર્વ પ્રકારની અનુકૂળતાવાળું હેય પણ ભાડું આપવાનું બંધ કરીએ એટલે મકાન માલિક તરત જ ખાલી કરાવે છે. જેમ રાજાની આજ્ઞાથી ગવર્નર, વાઈસરોય આદિ અધિકારીઓને દેશ, ઈલાકા કે પ્રાંત અધિકાર, મળે છે પણ જે તે નીતિપૂર્વક રાજ્ય ન ચલાવે તે એ ઉડી જાય છે ને ધિક્કારને પાત્ર બને છે તેમ કર્મરાજાએ આ જીવને શરીરને અધિકાર આપે છે. તે પોતાનું શું કાર્ય છે તે સમજે. નહિ તે પદુભ્રષ્ટ થાય છે, માટે સમજે ને શરીરને સદુપયોગ કરે. આ શરીર કચરાપેટીની ગાડી જેવું છે. ઉપરથી સુંદર અને અંદરથી દુર્ગંધમય છે, છતાં એના દ્વારા વિરતિ સાધીને મિક્ષ જવાના સાધનરૂપ છે, એટલા માટે જ્ઞાની પુરૂએ એને ઉત્તમ કહ્યું છે. હાડ, ચામ રૂપે શરીરને . ખોરાક, વસ્ત્રો ને આભૂષણે માટે જીવ જોખમ ખેડે ને કર્મરાજાનું દેવું વધાર્યો જાય તે એની કેવી દશા થાય? ભાડાના ઘરમાં સેનાની દિવાલો અને રનના ચેક કરાવો પણ.. એક દિવસ તે ખાલી કરવું પડે છે. એ તે તમે જાણે છે ને ? અત્યારે તે ભાડાના મકાનમાં વીસ વર્ષ રહ્યા પછી મકાન માલિકની સત્તા નથી કે એકદમ ખાલી કરાવી શકે, પણ આ દેહ રૂપી મકાન ખાલી કરવાનું થશે ત્યારે નેટીસ પણ નહિ આવે, અને ખાલી કરાવતી વખતે કંઈ દાદ-ફરિયાદ પણ નહિ સાંભળે, પછી ભલે ને તમે એમાં ૮૪ લાખ પૂર્વ, પલ્યોપમ કે સાગરેપમ રહ્યા હોય તે પણ એક જ સમયમાં ખાલી કરાવી દેશે. મકાનમાલિકને તમે ભાડુ વધારે આપવાની લાલચ બતાવે તે મુદત વધારી આપશે, મકાનમાલિકનું ખિસ્સે ભરી દે તે ક્ષેમકુશળ રહી શકશે, પણ આ શરીર રૂપી ઘરમાં કઈ કાયદો કે વાયદો ચાલી શકતા નથી. માની લે કે તમે સાગરેપમનું દેવનું આયુષ્ય બાંધ્યું હોય અને દેવભવમાં ઘણું સુખ છે છતાં દેવભવમાં પચ્ચીસ વર્ષ કાપવાની શરતે માત્ર એક વર્ષ આ ભવમાં વધારે રહેવાની ઈચ્છા હોય તે પણ રહી ન શકાય. એવા અંજામવાળા આ માનવ શરીરમાં મહ પામીને જીવ કર્મરાજાનું દેણું વધારી રહ્યો છે. દેવાનુપ્રિયે ! આ શરીર અશુચીથી ભરેલી કથળી જેવું છે. અનેક રોગોનું ઘર છે. દુર્જનની માફક અકાળે દગો દેનાર છે માટે તેને મેહ છેડીને તેના દ્વારા ઇન્દ્રિયનું દમન, સંયમપાલન, તપ, જપ, સેવા, પરોપકાર વિગેરે કરાવીને આપણું કાર્ય સાધી લે. શરીર છોડતી વખતે જીણું વસ્ત્ર ઉતારીને નવું વસ્ત્ર પહેરવા મળે તે જરા પણ મૂંઝવણ ન થાય એવી વૃત્તિ કેળવી લે. અનેક મહાનપુરૂષ આ માનવદેહને મેહ ઉતારી તેની પાસેથી યુક્તિપૂર્વક કામ કઢાવીને મુક્તિપુરીમાં મહાન શાશ્વત સુખ મહાલવા માટે પહોંચી ગયા છે. જેમણે મુક્તિનો માર્ગ સ્વીકાર્યો છે એવા અરિહંત અરિષ્ટનેમિ ભગવાન ગિરનાર પર્વત ઉપર પધાર્યા છે. રાજેમની સાથ્વી પિતાના વિશાળ શિષ્યા પરિવારને સાથે લઈને હોંશભેર નેમનાથ પ્રભુના દર્શન કરવા માટે ચાલ્યા. મનમાં એવા ભાવની છળી ઉછળતી
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy