SearchBrowseAboutContactDonate
Page Preview
Page 915
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫૦ શારદા સુવાસ જો શરીર પકડી રાખતું ઢાય તા કાઈ જીવ માક્ષમાં જઈ શકે નહિ. શરીર ઉપરનું મમત્વ છેડીને અનંતા જીવા મેાક્ષમાં ગયા છે. જેએ એનુ' મમત્વ છેડતા નથી તે જીવા વારંવાર કાયાની કેદમાં પૂરાઈને દુઃખ ભેગવ્યા કરે છે. જો દુ:ખ ન ભોગવવુ હાય તા સમજીને દેહનું મમત્વ ઓછું કરે. અત્યારે સમજીને મમત્વ નહિં છેડે તે જ્યારે મરણ આવશે ત્યારે તેા છેડવુ જ પડશે ને? એના કરતા સમજીને છેડશે તે સારુ છે. આ શરીરને અભક્ષ પદાર્થો ખવડાવીને પોષવું તે ઝેર ખાઈને જીવવા જેવુ છે. બંધુઓ ! આ શરીર એ કમરાજાના નાકર છે. એક વખત કર્યુંરાજાએ એની રાજસભામાં પાતાના સેવકને હુકમ કર્યું કે આ જીવને કેદખાનામાં પૂરી દે. નિતર એ આપણી સત્તા બહારની મુક્તિનગરીમાં ચાલ્યા જશે, ત્યારે શરીર નામના સેવકે કહ્યું કે હું જાઉં... પણ એને બાંધવા માટે ઢારડા તા જોઇએ ને? ત્યારે કમ રાજાએ કહ્યુ કે આપણી ચૌદ રાજલેાકની શાળામાં ક્રમ વણારૂપી શ્મન'ત દોરડાએ છે. તેમાંથી જોઇએ તેટલા લઇ લેજો, ત્યારે આ શરીર સેવકે વિચાર કરીને કહ્યું કે મહારાજા ! આ જીવમાં અનંત શક્તિ છે, તેથી તે મને મારીને પો હઠાવી દે તે ? માટે આપ એવી કેઇ વસ્તુ આપે કે તે ઘેનમાં ને ઘેનમાં પડી રહે અને એને પેાતાની શકિતના ખ્યાલ ન આવે. આ શરીર રૂપી સેવકની વાત સાંભળીને કમ રાજાએ મદ, વિષય, કષાય, નિદ્રા, વિકથા આ પાંચ પ્રમાદ રૂપ મદિરા આપીને ભલામણુ કરી કે આ મદિરા તારે રાજ તારા શરીરને પીવડાવ્યા કરવા. શરીરે કમ રાજાના હુકમ પ્રમાણે અમલ કર્યાં તેથી પાંચ પ્રમાદ રૂપ મદિરાના ઘેનમાં જીવ એવા મન ખની ગયે છે કે એને કત વ્યાકતવ્યના વિવેક પણ નથી રહ્યો. જ્યારે શરીર સેવકને ખાત્રી થઇ કે હવે આ જીવ મેક્ષમાં નહિ જાય પણ નરક તિય ચાદિ દુગતિએમાં જશે ત્યારે પેાતાને વિજય થયા એમ માનીને જીવને છેડીને ચાલ્યા જવાના વિચાર કરવા લાગ્યા. એવામાં જીવના મહાન પુણ્યારે એને સદ્ગુરૂના ચેગ મળ્યા. તેમણે આ જીવની દિશ પીધેલી દશા જોઈને ખૂબ દયા લાવીને જીવને કેદખાનાનું સ્વરૂપ સમજાવ્યું કે હું જીવાત્મા ! આ શરીર રૂપી કેદખાનામાંથી છૂટવા માટે તારે યુકિતથી કામ લેવું પડશે. તેને રસકસ વિનાનું ભેજન આપવું, ઉપવાસ આદિ તપશ્ચર્યાએ કરાવવી, પાંચ ઇન્દ્રિયાના સયમ રાખવા, પાંચ પ્રમાદરૂપી મદિરાનું પાન કરવું નહિં તે જરૂર તને મેક્ષ મળશે. એવા હિતકારી સદ્ગુરૂની શિખામણ પણુ માટા ભાગના મનુષ્ય માનતા નથી અને પરિણામે જેમ રાજ્યના કાયદાને નહિ માનનાર જેલમાં દુઃખી થાય છે, તેમ આ જીવ પણ ધર્મના કાયદાને નહિં માનવાથી પરલેાકમાં દુ:ખી થાય છે. જે શરીર કૃમિ, લેાહી, માંસ, ચરખી આદિથી ભરપૂર છે, જેના સબંધથી પવિત્ર વસ્તુઓ પણ અપવિત્ર બની જાય છે. જે શરીરની અંતે અગ્નિ દ્વારા રાખ થવાની છે તેના દ્વારા આત્મસાધના કરી લેવી એમાં જ મનુષ્ય જીવનની સફળતા છે. મનુષ્યનું શરીર મરણ પછી કોઈ ઉપયેગમાં આવતું નથી. એ દિવસ પડયું રહે તે ગધાઈ ઉઠે છે ને રેગ ફેલાવે છે તેથી તેને ખાળીને રાખ કરી ઢુવામાં આવે છે. આવા શરીરના શા માટે મેહ્ રાખી રહ્યા છે?
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy