SearchBrowseAboutContactDonate
Page Preview
Page 871
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ ૮૦૬ ઉદય થતાં એકાએક પૈસા ચાલ્યા ગયા. માથે દુ:ખના ડુગરા તૂટી પડયા. જયારે પૈસા ન હતા ત્યારે જે દુ:ખી ન હતા એ કરતાં પૈસા આવીને ચાલ્યા ગયા પછી અનેક ગણા દુ:ખી થઈ જાય છે, હવે વિચાર કરી કે પૈસામાં સુખ આપવાની તાકાત છે કે દુ:ખ આપવાનો ? વચમાં દેશ-ખાર વર્ષ જે સુખ ભોગવ્યુ તે પૈસાથી ભાગળ્યું કે પુણ્યથી ? પૈસા પુણ્યથી મળે છે એટલે પુણ્યની પુંછ હૈાય ત્યાં સુધી માણુસ સુખ ભાગવી શકે છે. પુણ્ય ખલાસ થતાં સુખની બધી લીલા ખતમ થઈ જાય છે. કાઈને પુત્ર નથી હાતા તે પુત્ર વિના ઝુરે છે કારણ કે પુત્રને સુખનુ સાધન માને છે, એટલે પુત્રપ્રાપ્તિ માટે કઈક માતા-માવડીની માનતાઓ માને છે. જંતરમ તર કરાવી માદળીયા ખાંધે છે. એમાં જો “ કાગને બેસવું ને ડાળને પડવુ ” એ ન્યાયે થાડા સમયમાં ઘેર દીકરો જન્મે તે આનંદ આનંદ છવાઈ જાય. ધીમે ધીમે દીકરો માટો થતાં ભણાવ્યે. ભણતા ભણતા એ મેટ્રીક પાસ થયા, પછી કોલેજમાં દાખલ થયા. કાલેજમાં ને યુનિવસીટીમાં પહેલે નખર આવ્યા એટલે એના બહુમાનમાં પાટી એ ગઠવવામાં આવી. આ બધું થયું ત્યાં દીકરા એકાએક બિમાર પડયે. એટલે માતાપિતાએ મોટા મોટા નિષ્ણાત ડાકટરોને ખેાલાવ્યા. ડોકટરની સાઢુ પ્રમાણે ભારે દવાઓ લાવ્યા, ખૂબ સારવાર કરી પણ બિમારી ઘટવાને ખલે વધવા જ માંડી. ડોકટરો બધા છૂટી પડયા. માતાપિતાની આશાના મિનારો એકાએક તુટવાની અણી ઉપર આવી ગયા. દૈપિંજરમાંથી પ્રાણપંખેરુ ઉડી ગયુ' એટલે ઘરમાં કાળા પાંત મચી ગયા. માતા-પિતા ભી'ત સાથે માથા પછાડવા લાગ્યા. આઠ દિવસ પહેલા તે આનંદની મીજબાનીએ ઉડતી હતી, હાસ્યના કુત્રાશ ઉડતા હતા ત્યાં કરૂણ આક્રંદ મચી ગયું. સુખ ગયું પણ હતું એ કરતાં દેશ ગણું દુઃખ આવ્યું. એ દુઃખ કયાંથી આવ્યું? પાપકથી જ ને ! કેટલાય મનુષ્યેાના જીવનમાં આવા સખત ફટકા આવ્યા ને ચાલ્યા ગયા માટે સમજો, સ'સારના સુખ એ સુખ નથી પણ માત્ર સુખાભાસ છે. છતાં હજુ આ મહુમાં ઘેલા અનેલા માનવીને સત્ય વસ્તુનું ભાન થતુ' નથી. જ્ઞાની પુરૂષ કહે છે કે મનુષ્યની સૌથી મોટામાં માટી ભ્રમણા હૈય તે તે આ એક જ છે કે જયાં સુખ નથી ત્યાં સુખ માને છે. જે દુઃખનું કારણ છે એને જ સુખનું કારણ માને છે અને જે સુખનુ કારણ છે એ એને દુઃખનું કારણ લાગે છે. આ ભ્રમણા અને ભ્રાન્તિની દિવાલા તેડીને જ્યાં સુધી માનવ બહાર ન આવે ત્યાં સુધી આ જીવનમાં પરિવતન, વિચારામાં ીકરણ અને આચારોમાં શુદ્ધિકરણ થઈ શકતું નથી. ભ્રાન્તિ જેની તૂટી ગઈ છે તે આત્માએ ક્રાન્તિની કેડીએ ચાલીને સંસારસાગરને તરીને સામે પાર પહોંચી ગયા છે અને આપણને સ`સાર સાગરને તરવા માટે સેનેરી સૂત્ર દ્વારા શિખામણ આપતા ગયા કે “સત્તાશેડય બત્તા:”આ સંસાર અસાર છે. આ સૂત્ર જેના હૃદયપટ પર અંકિત થઈ ગયુ. તે આત્માઓની ભ્રાન્તિ ટળી ગઈ, અને ભ્રાન્તિની
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy