SearchBrowseAboutContactDonate
Page Preview
Page 870
Loading...
Download File
Download File
Page Text
________________ શારદ સુવાસ વ્યાખ્યાન નં ૭૮ આ વદ ૬ ને રવિવાર તા. ૨૨-૧૦-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની સર્વજ્ઞ ભગવતેએ જગતના છના કલ્યાણ માટે મેક્ષ માર્ગ બતાવ્યું છે. આપણે તેમનાથ ભગવાનને અધિકાર ચાલે છે. એક વખતના નેમકુમારે શાશ્વત સુખ મેળવવા માટે સંયમને માર્ગ સ્વીકાર્યો. રાજભવ હોવા છતાં એમને સંસારમાં સુખ લાગ્યું નહિ. જ્ઞાનીઓ કહે છે હે ભવ્ય છે! જગતની કઈ પણ ચીજમાં સુખની કલ્પના કરવી એ એક બ્રાન્તિ છે. જ્યાં સુધી આ ભ્રાન્તિ નહિ ટળે ત્યાં સુધી જીવનમાં કાતિ નહિ આવે. કાતિ એટલે શું? કાતિ એટલે જીવનમાં પરિવર્તન, વિચારમાં ઉર્ધ્વીકરણ અને આચારમાં શુદ્ધિકરણ. આજે જીવનમાં પરિવર્તન દેખાતું નથી. માત્ર જે છે તેનું પુનરાવર્તન દેખાય છે. વિચારોમાં ઉવકરણને બદલે અધેકરણ દેખાય છે અને આચારમાં શુદ્ધિકરણની તે કલ્પના કરવી એ જ વ્યર્થ છે. આજની સુંદર દેખાતી ભૌતિક સામગ્રી જીવને ક્રાન્તિની કેડીએ કદમ ઉઠાવતા અટકાવીને બ્રાન્તિમાં પાડનારી છે. જયાં ભ્રાન્તિ ભરેલ છે ત્યાં કાન્તિ કયાંથી આવે? આજને માનવી ક્રાન્તિની કેડીએ કદમ ભરવાના મેટા મેટા મનેર સેવે છે પણ બ્રાન્તિને ટાળવાને કઈ પુરૂષાર્થ કરતા નથી, પછી એના કાન્તિના મને રથ કલ્પનાના હવાઈ મહેલ જેવા જ છે ને? મહાનપુરૂષોએ તે જીવનમાં ક્રાન્તિ લાવવા કેટલે પ્રબળ પુરૂષાર્થ કર્યો છે. એને અંશ જેટલે પુરૂષાર્થ આજે છે ખરે? જે સાચું સુખ નથી એમાં સાચા સુખની કલ્પના કરી છે. અસત્યમાં સત્યની કલ્પના કરવી, એ જીવની બેટી ભ્રમણા છે. આ સંસારનું સુખ એ સાચું સુખ નથી પણ સુખાભાસ છે, આ સુખાભાસથી ભરેલા સંસારમાં બેટી કલપનાને ભેગ બનેલે માનવ સંસારના રંગરાગમાં ગળતો જાય છે. એમાં તે ઉડે ઉતરતે જાય છે. એને મહાપુરૂષે સમજાવે છે કે ભાઈ ! સંસારમાં સુખ જ નથી તે પછી તે મથીમથીને મરી જઈશ તે પણ કયાંથી મળવાનું છે? તે પણ એ સમજતા નથી. બંધુઓ ! આ સંસારના પદાર્થોમાં તમે રાત-દિવસ સુખ મેળવવા માટે મથે છે, ફાંફા મારી રહ્યા છે એમાં સુખ છે જ નહિ. કદાચ તમને એમાં સુખ દેખાતું હોય પણ એ સુખ પાછળ અંતે દુઃખ આવ્યા વિના નહિ રહે. એ વાત સે ટચના સોના જેવી સત્ય છે. જેમ ધનને સુખનું સાધન માને છે એટલે ધન મેળવવા માટે કેટલે પરસેવો પાડે છે? કેટલી ભૂખ-તરસ ને કષ્ટ વેઠે છે? ખૂબ મહેનત કરીને ધન મેળવ્યું, ખૂબ ધનવાન બન્યા, લેકે પણ કહેવા લાગ્યા કે ફલાણુભાઈ તે ઘણાં સુખી બની ગયા. તમને પણ લાગે કે હું માટે શ્રીમંત બની ગયે. દશ-બાર વર્ષ આ સુખ ટકયું, નિયામાં વાહ વાહ કહેવાઈ ગઈ માન-પ્રતિષ્ઠા પણ ખૂબ વધ્યા પણ પાપકર્મને
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy