________________
શારદા સુવાસ
કિરની ભૂલને માફ કરતી શીલા” –એક દિવસ શીલા વહેલી ઉઠીને સામાયિક પ્રતિક્રમણ પૂરું કરી નવકારમંત્રનું સમરણ કરતી હતી ત્યાં અચાનક એનું બારણું ખખડયું. બારણું ખોલ્યું તે બેહાલ દશામાં કિશોરને આવે છે. શીલા એકદમ બેલી ઉઠી બેટા કિશોર ! આમ અચાનક ક્યાંથી? ને તારી આ દશા કેમ? એમ બોલતાં શીલાએ કિશોરને બાથમાં લઈ લીધે ને માથે હાથ ફેરવવા લાગી. કિશોર પ્રશ્કે ને ધકે રડી પ ને કહ્યું- બા ! આ તારા નિકુર અને નાલાયક કરીને માફ કર. બા...મેં તને ન એળખી. તું આશાભેર મારે ઘેર આવી ત્યારે મેં તારે તિરસ્કાર કર્યો. મેં તેને ધકકો મારને કાઢી મૂકી છતાં તે તે મને પ્રેમથી જ લા. બા ! મારા પાપે જ મારી કંગાલ દશા કરી છે. મારું શું થશે ? શીલાએ પ્રેમથી ક—બેટા ! ચિંતા ન કર. આ ઘર તારું જ છે. કિશોર ના પાપકર્મના ઉદથી ગરીબ થઈ ગયે હતું એટલે પત્ની પિયર ચાલી ગઈ. બીજા કોઈએ તેને સહકાર ન આપે ત્યારે માતાના ચરણે આવ્યું. શીલા તે શીલા જ હતી. તેણે સહકાર આપે. કિશાની ખ ઉઘડી ગઈતે બે ઝેર પીને અમૃતના ઘૂંટડા પાનારી તારા જેવી માતા જગતમાં નહિ મળે. આમ કહીને માતાને ભેટી પડયે. માતાએ તેને પ્રેમથી પંપાળ્યો ને કહ્યુ બેટા ! તારો વાંક નથી. વાંક મારા પાપકર્મને છે, પણ આજે મને મારો ખોવાઈ ગયેલે શિર પાદો મળે એને આનંદ છે. થોડા દિવસમાં કિશોરને અમદાવાદમાં સારી નોકરી મળી ગઈ
બીજી તરફ મદ્રાસમાં કમલેશે મિત્રના સાગથી વહેપાર કર્યો. એને સારી કમાણી થઈ એટલે ઘરબાર વસાવ્યા, પછી એના મનમાં થયું કે હું મારી માતાને તેડી આવું, એટલે એ પણ આવી ગયો. પુત્ર અને પુત્રવધૂ બંને માતાને મળ્યા ને કહ્યું-બા ! અમે તને લેવા આવ્યા છીએ. શીલાએ ના પાડી પણ કમલેશે કહ્યું હવે આપણે સાથે જ રહેવું છે. ખૂબ આગ્રહ કરીને કમલેશે માતા અને કિશોરને સાથે લઈ જવા તૈયાર કર્યા. કિશોરની પત્નીને પણ તેડાવી લીધી. બધા મદ્રાસમાં આનંદથી રહેવા લાગ્યા. બંને પુત્રો શીલાની ખૂબ સેવા કરવા લાગ્યા. શીલાને પણ પુત્રોની માતા બન્યાને આનંદ થયે. સાથે સંસારનું સ્વરૂપ પણ સમજયું. સુખમાં પણ અનાસક્ત ભાવે રહી ધર્મારાધનામાં જિંદગી પૂરી કરી. ટૂંકમાં સંસારમાં માનવીનું ધાર્યું કંઈ થતું નથી. જુઓ, શીલા કેવી કેડભરી પરણી હતી પણ પરણીને નાના બાળકે ઉછેરવામાં પડી. બાળકે થડા મોટા થયા ત્યાં પતિ અને સાસુ ચાલ્યા ગયા, પછી કિશેરે ફટકો માર્યો. તે જ કિશોર ગરીબ થઈ જતાં પગમાં પડતું આવ્યો, પછી મોટે દીકશે તેડવા આવ્યું ને સુખની ઘડી આવી. આ રીતે વિચારીએ તે સંસારમાં કાંઈ સાર નથી. સંસારથી સરકી જવામાં જ સાર છે. | નેમકુમાર પરણવા આવ્યા છે પણ પશુડાને પિકાર સુણીને થંભી ગયા, અને મનમાં વિચાર કરવા લાગ્યા કે જ્યાં હજારો ના મત થાય તે શું લગ્ન કહેવાય? આવા ૯ગ્ન કરવાથી શું સુખ મળે?