________________
શારદા સુવાસ
વ્યાખ્યાન ન’-૭૭ આ સુદ ૯ ને મંગળવાર
તા. ૧૦-૧૦-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની ભગવંતએ શાસ્ત્રમાં મનુષ્ય જીવનને ડાભની અણી ઉપર રહેલા ઝાકળના બિન્દુ જેવી, પીળા થયેલા વૃક્ષના પાંદડા જેવી વિગેરે અનેક ઉપમાઓ આપેલી છે. સાહિત્યકારે અને કવિઓએ મનુષ્ય જીવનને એક ક્તિાબ-પુસ્તકની ઉપમા આપી છે. ગત જન્મમાં આપણે સારા કે ખરાબ વર્તનની કલમથી જે પુસ્તક લખ્યું છે એની પ્રસિદ્ધિ એટલે આ જન્મ, અને હવે આપણે આ જન્મમાં જે લખીશું એનું મુદ્રણ એટલે આવતે જન્મ. જીવનની કિતાબમાં એક એક દિવસ એ પાનાઓ છે. એમાં રહેલા કાળા અક્ષરે એ આપણાં કાળા કર્મોની કાળી કથા છે, અને સુવર્ણાક્ષરે. આપણાં સુકૃતોને બેલેતે ઈતિહાસ છે. પુસ્તકને પ્રારંભ એ આપણે જન્મ છે ને અંત એ મૃત્યુ છે.
આ જીવન આવતા જીવનના પુસ્તકનું ગેલીસ્કૂફ છે. એનામાં જેટલી શુદ્ધિ અને વૃદ્ધિ કરવી હેય એને માટે હજુ અવકાશ છે. વૃદ્ધાવસ્થાની છેલ્લી ક્ષણે એ જીવન કિતાબનું પિજયુફ છે. ભસ સુધારા અને વધારા માટેની છેલ્લી મુદત અહીં પૂરી થાય છે ને પછી ફાઈન પ્રફને એ છૂટી જાય છે. આ ઓર્ડર છૂટે તે પહેલાં એની શુદ્ધિ, વૃદ્ધિ, કલાત્મક સુંદર ગોઠવણ, એનું વિવિધરંગી મુખપૃષ્ઠ કેવું બનાવવું તે આપણું હાથની વાત છે. પુસ્તકને ફાઈનલ એર્ડર એટલે જ મરણ. મરણ સુધીમાં જેટલે સુધારે વધારે થશે એટલે સુધારે પુનર્જન્મના પુસ્તકમાં તમને દેખાશે. મનુષ્ય માત્ર એ પુસ્તકને લેખક છે. કર્મરાજાએ એના હાથમાં કરણની કલમ પકડાવી છે એટલે જન્મથી જ એ પુસ્તક લખવાનું કાર્ય શરૂ કરી દે છે ને એ છેક મરણ સુધી લખ્યા જ કરે છે. આ જીવનની કિતાબ તૈયાર કરવા માટે જેટલું આપણું આયુષ્ય હોય તેટલી મુદત મળી છે. આટલા સમયમાં આપણે પ્રમાદમાં પડીને જે આકર્ષક ટાઈટલ, સુંદર લખાણ, કલાત્મક મુદ્રણ અને ટકાઉ બાંધણવાળું પુસ્તક તૈયાર ન કરી શકીએ તે કેટલા દુઃખની વાત છે. જે આત્માઓએ એમના જીવનની સુંદર કિતાબ તૈયાર કરી છે તેવા પવિત્ર આત્માઓના નામ શાસ્ત્રના પાને લખાય છે, અને તેમના જ ગુણગાન ગવાય છે.
જેઓ જીવનની સુંદર કિતાબ તૈયાર કરી રહ્યા છે એવા આપણા અધિકારના નાયક નેમકુમારનું જીવન અહિંસા, દયા, કરૂણા, સહુથતા, પરદુઃખભંજન આદિ ગુણેની સુવાસથી મહેંકતું હતું, તેથી પશુડાઓને વાડામાં પૂરાયેલા જોઈને વિચાર કરે છે કે જ્યાં આટલા જ જીવનથી મુક્ત થતું હોય ત્યાં મારે લગ્ન કેવી રીતે કરવા? મારા નિમિત્તે એક પણું જીવની હિંસા ન થવી જોઈ એ.