________________
શારા સુવાસ હું પણ નિશ્ચિત થયે ને મારી પ્રજા પણ ભયમુકત બની. હવે પ્રજાજને ખેતીવાડી સુખેથી કરશે ને વહેપારી લોકો વહેપાર–ધંધા અર્થે ખુશીથી જઈ શકશે. તમે મને સદા ભયથી મુક્ત કર્યો છે. આ રીતે જિનસેનકુમાર અને ચંપમાલાની પ્રશંસા કર્યા પછી રાજાએ પૂછયું કે
હે સોભાગી કહાં સે આયા, કૈસે રાજ પધાર્યા,
લે મિજબાની મેરે ઘર, તુમને સંકટ ટાલ્યા. હે પરાક્રમી પુરૂષ! તમે બંને કયાંથી આવ્યા છે? તમારી મુખાકૃતિ જોતાં તમે કઈ રાજકુમાર હે તેમ મને લાગે છે. તે આપ કયાંથી પધાર્યા છે ? ક્યા રાજાના પુત્ર છે? અને આપ બંનેને એકલા આવવાનું કારણ શું? જવાબમાં જિનસેનકુમારે કહ્યું –અમે બંને સિંહલદ્વીપના રાજાની પાસે અમારું કિસ્મત અજમાવવા જઈ રહ્યા છીએ. સિંહલદ્વીપ જવાની વાત સાંભળીને રાજાએ કહ્યું-ભાઈ! તમે કેણ છે? તે મને જાણવાની ખૂબ જિજ્ઞાસા છે પણ કુંવર કાંઈ ન બેલ્થ એટલે રાજાએ કહ્યું તમે રાજપુત જણાવે છે. હું તમારા હિત માટે વાત કરું છું કે સિંહલદ્વીપના રાજા ખૂબ ક્રૂર છે. એના હાથ નીચે રહેવું તે મોતના મુખમાં રહેવા બરાબર છે, માટે તમે બીજે ગમે ત્યાં જાએ પણ સિંહલદ્વીપ જવાની વાત છેડી છે. રાજા અને પ્રજા બધાએ જિનસેનકુમારને સિંહલદ્વીપ ન જવા માટે ખૂબ સમજાવ્યું પણ કેઈની વાત માની નહિ. રાજાએ કહ્યું કે જો તમે માને તે મારા રાજ્યમાં જ રાખી લઉં. હું તમને સિંહલદ્વીપ જવા દેવામાં બિલકુલ રાજી નથી. પ્રજાજનેએ પણ રાજાની વાતને ટેકે આપતા કહ્યું કે આવા માણસે ખાપણ રાજયમાં હોય તે રાજ્યની આબાદી વધે, રાજ્ય સુરક્ષિત અને નિર્ભય બને પણ જિનસેનકુમારે તે એક જ વાત, કરી કે સિંહલદ્વીપના રાજા ગમે તેવા હોય તે મને ભય નથી. ફક્ત મને માર્ગ બતાવે.
ઘણે આગ્રહ કરવા છતાં કઈ રીતે જિનસેનકુમારે દેકાવાની હા પાડી નહિ એટલે રાજાએ તેને રજા આપી અને કહ્યું દરિયાઈ માર્ગે સિંહલદ્વીપ જલદી પહોંચી શકાશે. હું તમને વહાણ આપું છું. તેમાં બેસીને જાએ. રાજાએ મોટું વહાણ તૈયાર કરાવ્યું અને સાથે માણસો પણ આપ્યા. જિનસેનકુમાર તથા ચંપકમાલાને વળાવવા માટે રાજા તથા પ્રજાજનોના ટોળા ઉમટયા. થેડીવારમાં વહાણ ઉપડયું. સૌ જોતા રહી ગયા. થડા દિવસમાં જ તેઓ સિંહલદ્વીપ પહોંચી ગયા. દરિયાકિનારે વહાણ ઉભું રાખીને તેઓ નીચે ઉતર્યા અને વહાણ તથા માણસને રવાના કર્યા. હવે આ બંને જણ ડીવાર સિંહલદ્વીપના દરિયાકિનારે આરામ કરવાં બેઠા છે. ત્યાં કોઈના રૂદનને અવાજ આવશે ને જિનસેન દુઃખ મટાડવા જશે ને ત્યાં શું બનશે તે અવસરે.