________________
હા અવાર વાણિયાની વાત છે. એમાં મારું કામ નહિ. એ કામ મહાજનને સોંપું. એમ સમાજને મહારાજાએ છટકી જવા માટે કહ્યું આ પ્રશ્ન તે સમાજનો છે માટે આનો ઉકેલ મહાજન કરશે. મહાજન જે ન્યાય કરશે તે બરાબર કરશે. ઘણીવાર જે કાર્ય મહાન કરી શકે છે તે હું નથી કરી શકતે, માટે આ કાર્ય મહાજનને સેંપી દો.
આ પ્રશ્ન મહાજન સમક્ષ ખડે કરવામાં આવ્યું. મહાજને વિચાર કરીને કહ્યું શેઠ અને શાહ બંને શ્રીમંત ભલે રહ્યા. અમારે મન બંને સરખા છે. જે પારેવાને માટે વધારે મણ જુવાર આપે એને વરઘેડે આગેકૂચ કરી શકશે. બેલે, મહાજનની વાત તમને માન્ય છે? બંને પક્ષને મહાજનની વાતને રવીકાર કર્યો જ છૂટકે હતે. બંને પક્ષે વાત કબૂલ કરી ને શેઠે શરૂઆત કરી ૧૦૦ મણ, એટલે શાહે કહ્યું બમણું, શેઠ કહે ૩૦૦ મણ, શાહે કહ્યું ૪૦૦ મણું, શેઠ કહે પાંચસેમણ, એમ રસાકસી બરાબર જામી. બંનેની હરિફાઈ વચ્ચે પારેવાના ભાગ્ય ખુલી ગયા. જોતજોતામાં ત્રણ હજાર મણ સુધી વાત પહોંચી ગઈ. છેલ્લે શાહે બત્રીસે મણનો ધડાકો કર્યો. શેઠે વિચાર કર્યો કે ભલે શાહ લઈ જાય. એટલે શેઠે કરડે રહેજ બાજુમાં વાળી દીધો. સમજાણું ને હરીફાઈ કેવી થઈ ને કે કરાવી! ટૂંકમાં આવા દૃષ્ટાંતથી આપણે તે એક વાત સમજવાની છે કે માન કેવું ભયંકર છે !
આજથી આયંબીલની ઓળીના માંગલિક દિવસની શરૂઆત થાય છે. આયંબીલની ઓળીનું ઘણું મહત્વ છે. આયંબીલ તપ કરવાથી ભયંકરમાં ભયંકર રોગ મટી જાય છે. તે માટે આપણે જૈન ધર્મમાં શ્રીપાળ રાજનું જવલંત દષ્ટાંત છે.
આવી આયંબીલની ઓળી, લાવી નવલા સંદેશા લાવી, શ્રી નવપદજીને આરાધીએ, ભક્તિ ભાવના ભાવી-આવી કર્મના કારણે થયા કેઢિયા, શ્રીપાળ રાજા સલુણા, નવપદની આરાધના કીધી, આયંબીલ કીધા અલૂણ, તપના પુણ્ય પ્રભાવે કઢને રોગ દીધો રે મિટાવી. આવી
આયંબીલ તપની આરાધના કરવાથી શ્રીપાળ રાજા સહિત ૭૦૦ કઢીયાઓનો ભયંકર કેઢ રોગ મટી ગયે. (શ્રીપાળ રાજા કોણ હતા, તેમને કેઢ રેગ કેવી રીતે થયે, એ કેઢીયાની અવસ્થામાં મયણાસુંદરીના લગ્ન તેમની સાથે કેમ થયા અને સંતને સમાગમ થતાં કેવી રીતે આયંબીલ તપની આરાધના કરી ને રોગ મટયો તેનું પૂ, મહાસતીજીએ ખૂબ વિસ્તૃત વર્ણન કર્યું હતું.) આજે સુરત સંધ મલાડ સંઘને આંગણે પૂ. મહાસતીજીને ચાતુર્માસની વિનંતી કરવા તથા દર્શન કરવા આવેલ છે. સમય થયો છે. વધુ ભાવ અવસરે.
ચરિત્ર:- ચંપકમાલા સામાન્ય સ્ત્રી ન હતી. સાચી ક્ષત્રિયાણી હતી. એણે કહ્યુંસ્વામીનાથ ! આપણે બંને જણ સામનો કરીએ. તમે સિંહને સામને કરે ને હું સિંહણને
શા. સુ. ૪૫