SearchBrowseAboutContactDonate
Page Preview
Page 769
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦૪ શારદા સુવાસ ન પડવું જોઈએ. જે બીજાનું હિત થતું હોય તે મહાનપુરૂષે પિતે નમતું મૂકી દે છે ત્યારે આપણે તે બીજાનું ગમે તે થાય પણ સહેજ પણ નમતું મૂકવા તૈયાર થતા નથી. ઘણુ વખત પહેલા બનેલે એક પ્રસંગ છે. બાલસિંહજી રાજાનું રાજ્ય હતું. તે સમયમાં મહારાજાઓ અને મહાજનનું વિશેષ મહત્વ હતું. એક વખત વૈશાખ મહિનામાં લગ્નગાળો આવે. આખા ગામમાં ઠેરઠેર લગ્નના વાજા વાગવા લાગ્યા. એ સમયમાં શેઠ અને શાહ બંને ખાનદાન અને સંપત્તિશાળી કુટુંબ વસતા હતા. બંને કુટુંબમાં દિકરાના લગ્ન હતા. શેઠ અને શાહ બંનેના એકના એક દીકરાના લગ્ન હતા. બંનેના લગ્નને દિવસ એક જ આવ્યું. બંનેના તરઘડાના સમય પણ એક આવે. બંને કુટુંબ વૈભવ અને સંપત્તિથી છલક્તા છે એટલે પાણીની જેમ પૈસા વાપરવાના હતા. ઘણાં દિવસ અગાઉથી બંને કુટુંબમાં લગ્નની તૈયારીઓ થવા લાગી. ધામધૂમ ને ધમાલ ચાલે છે. આમ કરતા લગ્નને દિવસ આવી ગયે. શેઠના પુત્રને અને શાહના પુત્રને બંનેના વરઘોડા પિતાને ઘેરથી ચઢયા અને જુદે જુદે રસ્તેથી રવાના થયા પણ ગાનુગ બંનેના વરઘોડા એક રાજમાર્ગ ઉપર સામસામાં ભેગા થઈ ગયા. રાજમાર્ગ તે ઘણે વિશાળ હતે પણ બંને વરઘોડામાં જોડાયેલા વિશાળ સાજન અને મહાજને વિશાળ રાજમાર્ગને સાંકડે બનાવી દીધા હતા. આ બંને વરઘડા સામાસામી થઈ ગયા, એટલે પરિસ્થિતિ એવી સર્જાઈ ગઈ કે બેમાંથી એક વરઘોડો પાછા ફરે તે જ બીજે વરઘેડે આગળ વધી શકે તેમ હતું. લેકે વિચાર કરવા લાગ્યા કે બંને બળિયા કુટુંબ છે. હવે બેમાંથી કેને વરઘોડો પાછો ફરે છે તે એક પ્રશ્ન છે. ઘણું વાર થઈ પણ કઈ પાછા હઠતા નથી. ઘડા પણુ અકળાઈ ગયા ને માણસો પણ અકળાઈ ગયા ને થાકી ગયા ત્યારે શાહે ગૌરવથી કહ્યું–શેઠ ! અમને માર્ગ કરી આપ તે તમારી ફરજ છે. મને વિશ્વાસ છે કે તમે અમને માર્ગ કરી આપશે. શાહના ગૌરવભર્યા શબ્દ સાંભળીને શેઠે ગુસ્સાથી રેકર્ડ જવાબ આપી દીધું કે મારી ફરજ તમને માર્ગ કરી આપવાની છે તે શું તમારી ફરજ મારા માથે ચઢી બેસવાની છે? કરજના બહાને તમે મને પાછા હઠાવવા માંગતા હે તે હું એક કદમ પણ પીછે હઠ નહિ કરું. અહીં તે નાની વાતની ચિનગારીમાંથી વાદને દાવાનળ ભભૂકી ઉઠશે, અને વાતાવરણ એવું તંગ બની ગયું કે હવે તે બંને પક્ષમાંથી એક પણ પક્ષ તસુભર પાછા નહિ હઠવાના મક્કમ નિર્ણય પર આવી ગયા. ડાહ્યા અને સજ્જન માણસે વચ્ચે પડયા કે બેમાંથી ગમે તે એકને પાછા હઠવું જ પડશે. આ વાદાવાદમાં તે લગ્નનું મુહુર્ત પણ વીતી જશે. આપ લગ્નમાં વિન શા માટે નાખી રહ્યા છે પણ અભિમાનની આંધી એવી ભયંકર હતી કે સજજન પુરૂષોની વાત પણ હવામાં ઉડી ગઈ બંને પક્ષની પરિસ્થિતિ જોઈને સજજન પુરૂષોએ વિચાર કર્યો કે આ વાતને ઉકેલ કરવા માટે રાજા પાસે ગયા વિના કામ નહિ ચાલે. એમ સમજી ડાહ્યા પુરૂષે બાલસિંહજી મહારાજા પાસે પહોંચી ગયા. મહારાજાએ બંને પક્ષની વાત સાંભળી ખરી પણ મનમાં વિચાર કર્યો કે આ તે
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy