SearchBrowseAboutContactDonate
Page Preview
Page 727
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ સૌભાગ્ય પ્રથમ વાર મને સાંપડ્યું છે. શીવાદેવી, રેડિણી, દેવકી, કુંતા ફઈબા તેમજ સત્યભામા, રૂક્ષમણી, જાંબુવતી, દ્રૌપદી આદિ સર્વેને આનંદ છે, અને આ છેલછબીલા યાદવો તે જાણે વરરાજા ન હોય તેમ શણગાર સજીને ઘડા ઉપર બેઠા છે. કેઈ કહે છે કે જાનમાં જઈને ખૂબ મહાવીશું, કઈ કહે કે આપણે ભાભી લેવા જઈએ છીએ, કઈ કહે છે આપણે કેમકુમારના સસરા ઉગ્રસેન રાજાને ઠાઠ જોઈશું ને આનંદ મસ્તી કરીશું. એમ અનેકવિધ આનંદની કલ્પનાઓ કરે છે. મંગલ વાજિંત્રો જોરશોરથી વાગે છે. તેને દિવ્ય ધ્વનિ આકાશને સ્પર્શે છે. ચારે તરફ આનંદમય વાતાવરણ દેખાય છે. આ અને ઉત્સાહ કેઈના લગ્નમાં જે નથી. નેમકુમારની જાન આનંદ ને ઉત્સાહપૂર્વક દ્વારકા નગરીના રાજમાર્ગો ઉપરથી પસાર થાય છે. જાનને ઠાઠમાઠ જેઈને દેવ પણ આશ્ચર્યચકિત બન્યા છે, ત્યારે નેમકુમાર વિચાર કરે છે કે મારે ક્યાં પરણવું છે? મારા લગ્નનું નિમિત્ત અનેક જીવને જાગૃત કરવા માટે છે. મારા યાદવકુળના યુવાને છેલછબીલા બનીને દારૂ પીવે છે, શિકાર કરે છે, ને પરમાટી ખાતા થઈ ગયા છે તે દરેકને મારે સંપૂર્ણ અહિંસક બનાવવા છે, તેમજ આઠ આઠ ભવથી મારે જેની સાથે પ્રીતડી બંધાયેલી છે તેવી જેમતીને નવમે ભવે સંયમ લઈને પ્રીતડી અખંડ રાખવા માટે વિવાહના બહાને ત્યાં જઈને મારે જગાડવી છે. જેમકુમારના જાન ભવ્ય ઠાઠમાઠથી નીકળી છે. તે દ્વારકા નગરીમાં ફરીને નગરીની બહાર નીકળશે ને ઉગ્રસેન રાજાની મથુરા નગરીમાં પહોંચશે. ત્યાં શું બનશે તે અવસરે. ચરિત્ર - રતનવતીએ એટલે વિચાર ન કર્યો કે મારા રામસેનમાં તે કંઈ મીઠું નથી અને રાજ્યને વહીવટ સંભાળે તેવા દીકરાને હું ઝેર આપીશ તે આ રાજ્ય સંભાળનાર કેણ રહેશે? જિનસેનકુમાર જે હશે તે અમારા બધાનું રક્ષણ કરશે. એ નહિ હોય તે બધાની શી દશા થશે? એનું જતન કરવાને બદલે ઝેર આપ્યું. રાજા, રાણી, પ્રધાન, દાસ, દાસીઓ બધા રડવા ને ઝૂરવા લાગ્યા. અંતે જિનસેનારાણીને વિકાર થયો કે હું જિનેશ્વર પ્રભુની આટલી બધી ભક્તિ કરું છું તે શું મારા લાલનું ઝેર નહિ ઉતારે! મને શ્રદ્ધા છે કે જરૂર ઝેર ઉતરી જશે. એમ વિચાર કરીને શ્રદ્ધાપૂર્વક પાર્શ્વનાથ ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે હે પ્રભુ! મારા જિનસેનકુમારનું ઝેર ઉતારે. હે ભગવાન! તમને જે રાત દિવસ રટે છે તેના સઘળા દુઃખો દૂર થાય છે ને તેને ઘેર આનંદ વર્તાય છે, તેમ પ્રભુ ! આજે મારે માથે પણ ધર્મસંકટ આવ્યું છે. જરા મારા સામું જુએ ને મારે પિકાર સાંભળો. ભીડ પડી મેરે ભગવન, અબ તે લાજ બચાના, પ્રાણપ્રિય પુત્રી સ્વામી, જહર આપ મિટાના.
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy