SearchBrowseAboutContactDonate
Page Preview
Page 725
Loading...
Download File
Download File
Page Text
________________ १६० શારદા સુવાસ આપની પાસે આવું છું. એમ કહીને ખીરમલ ઘેર ગયા. કલાક દોઢ કલાક થઈ પણ ખીરબલ આન્યા નહિ. એ ત્રણ વાર ખેલાવવા માકલ્યા ત્યારે એણે કહ્યુ` કે બાદશાહને કહા કે આપ ચાલતા થાવ. હું ખીચડી ચઢે એટલે ખાઈને આવુ છું. બાદશાહના મનમાં થયું. કે હુ' ખેલાવું કે તરત હાજર થનાર આજે આમ કેમ કરે છે? તેથી ખૂબ ગુસ્સે થયા, અને ખીરખવ વિના પેાતે એકલા જ સૈન્ય લઈને રવાના થયા. ખીરખલ હાંશિયાર હતા. એણે પહેલેથી જ ગાઢવણુ કરી રાખી હતી. તે પ્રમાણે બાદશાહ જે રસ્તેથી નીકળવાના હતા તે જ રસ્તે રાજગઢના દરવાજાની નજીક એક લાંખ વાંસડા દાટીને તેની ટોચ ઉપર એક માટીની હાંડલી ભરાવી દીધી હતી, અને હાંડલીની ખરાખર નીચે એક દીવા મૂક્યો. બાદશાહુ સૈન્ય સાથે નીકળ્યા. તેમની દૃષ્ટિ ખીરબલ તરફ ગઈ. બાદશાહે કહ્યું ખીરખલ ! તું આ શુ' કરી રહ્યો છે ? બીરબલે હાંડલી તરફ જોઈને કહ્યું સાહેબ ! મને ખીચડી ખાવાનુ મન થયું છે એટલે ખીચડી ચઢ કે ખાઈને તરત આવું છું. (હસાહસ) ખાદશાહે હસીને કહ્યું ખીરખલ ! તું કઈ દવાના તે નથી થયા ને ? વાંસડાની ટાચ ઉપર ખીચડીની હાંડલી લટકાવી એની નીચે દીવે મૂકીને તાપ આપે છે. એ તાપ કાઈ દ્વિવસ હાંડલીને પહોંચે ખરા ? અને કદી ખીચડી પાકે ખરી? ખીરબલે હાથ જોડીને કહ્યું જહાંપનાહ ! માફ કરજે, તળાવમાં ઉભેલા બ્રાહ્મણને કડકડતી ઠંડીમાં આપના મહેલમાં ખળતા દીવાની ગરમી પહાંચી હતી તે આ હાંડલી તે ઘણી નજીક છે તે એને દીવાની ગરમી નહિ પહોંચે ? ખીસ્ખલની વાત સાંભળીને બાદશાહ સમજી ગયા કે નક્કી આ માટે જ ખીરમલે આ બધુ કામ કર્યુ” છે. ખાદશાહે કહ્યું ખીરમલ ! ધન્ય છે તારી બુદ્ધિને ! હું અત્યારે જ વૃદ્ધ બ્રાહ્મણને જાહેરાત પ્રમાણે ઈનામ અપાવી દઉં છું. અકખર બાદશાહે માણસને હુકમ કર્યાં કે આખી રાત પાણીમાં ઉભા રહેનાર વૃદ્ધ બ્રાહ્મણને મેલાવીને અત્યારે ને અત્યારે રૂ. ૫૦૦૦) આપી દો. ખીરમલની બુદ્ધિથી ગરીબ બ્રાહ્મણને ઈનામ મળ્યુ' એટલે તે ખુશ ખુશ થઈ ગયા ને બીરબલને ધન્યવાદ આપ્યા. પછી ખીરમલ લડાઈમાં જવા તૈયાર થઈ ગયા. ટૂંકમાં આપણે આ દૃષ્ટાંતથી એ વાત સમજવી છે કે માણુસ ધન મેળવવા માટે કઠીનમાં કઠીન કાય કેટલી હોંશથી કરે છે ! નેમકુમારની જાનમાં જવા માટે બધાને ઉત્સાહ છે ને જાન તેડાવનારને અનેરા ઉત્સાહ છે. અને પક્ષમાં ઉત્સાહ ને આનંદ છે. મધુએ ! ઉત્સાડમાં તા મડ઼ાન વિરાટ શક્તિ રહેલી છે. ઉત્સાહ વિનાના માનવી પંકચર પડેલી મેટર જેવા છે. જેમ પકચર પડેલી મેટર આગળ વધી શકતી નથી તેમ ઉત્સાહમાં પડી ભાંગેલા માનવી પણ આગળ વિકાસ કરી શકતા નથી. વજ્ર જેવા ઉત્સાહ સફળતાનું રસાયણુ માટે કાઈ પણ કાય માં ઉત્સાહને વજ્ર જેવા બનાવીને જીવનમાં વિકાસ સાધવે જોઇએ. તે જ માનવ આગળ વધી શકે છે. કવિ પણ કહે છે હું
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy