________________
શારદા સુવાસ
૬૫૭ જાન જાય આજે યાદવકુળની, શોભા બની જાણે ઈદ્રભવનની, યાદવકુળ કેરી દીસે જાન આ, કૃષ્ણ મહારાજા જેવા સજી જાય જાનમાં,
છપ્પન કરોડ યાદવ દીપે છે કેમકુમારની જાનમાં,
- ચાલ્યા નેમકુમાર પરણવા (૨) દ્વારકાના રાજમહેલમાંથી યાદવકુળની જાન નીકળી. જાનમાં એટલી બધી સુંદર રચના અને ગોઠવણ હતી કે જેનાર છક થઈ જાય. સેનાના સૈનિકના એક સરખા વસ્ત્રો, વાજિંત્રો વગાડનારના એક સરખા, અને યાદના વસ્ત્રો પણ એક સરખા એટલે જેનારને ખ્યાલ આવે કે આ સૈન્ય છે, આ યાદ છે. સૌના મોભા પ્રમાણે તેમના વસ્ત્રો હતા. ઝૂલતા મદમસ્ત હાથીએ, હણહણતા ચપલ ઘેડાએ, ગાજતા ડંકા નિશાનેથી સુસજિત નેમકુમારની જાન ધરતીને ધણધણાવતી હતી. વાજિંત્રના અવાજથી આખું આકાશ પણ ભરાઈ ગયું હતું. આટલી મોટી જાન છતાં વ્યવસ્થામાં સહેજ પણ ખામી ન લાગે. દ્વારકા નગરીના મધ્ય ભાગમાં જાન ધરતીને ધ્રુજાવતી ચાલવા લાગી.
નેમકુમારની જાન જોવા માટે દ્વારકા નગરીના નરનારીઓ ઘેલા બની ગયા. સ્ત્રીઓ અગાશીમાં, ગેલેરીમાં ને કેઈ મકાનના ધાબા ઉપર ચડ્યા, પુરૂષો રાજમાર્ગની અને તરફ હારબંધ ઉભા રહીને ખૂબ ઉમંગભેર જાન જેવા લાગ્યા. જાનને જોઈને કોઈ હાથીઓની, કોઈ ઘેડાની, કે રથની, અને કેઈ સેનાની સુવ્યવસ્થાની પ્રશંસા કરતા હતા. કેઈ શ્રીકૃષ્ણને વૈભવ જોઈને આશ્ચર્યચક્તિ બનતા હતા. કેઈ શૂરવીર યાદવેના ઠઠારાની પ્રશંસા કરતા હતા અને કઈ યાદવેના વિશાળ પરિવાર સહિત આટલી મટી જાનની ઉગ્રસેન રાજા કેવી રીતે વ્યવસ્થા કરશે તેની ચિંતા કરતા હતા. કેઈ કહેતા કે એ તે ઉગ્રસેન રાજાએ બધે વિચાર કરીને જાન તેડાવી હશે ને ! કેઈ કહે છે અડે! નેમકુમાર વરરાજા કેવા શેભે છે ! ખરેખર, આ વર તે આજ સુધી કોઈ કન્યાને મળ્યું નહિ હોય! રાજેમતી ભાગ્યવાન છે કે એને નેમકુમાર જે વર અને યાદવ કુળ મળ્યું. આ વર કંઈ જે તે નથી. એ કેણુ છે ?
ગાશ નેમકુમાર ચાલ્યા છે સાસરીયે, એ તો યાદવકુળના રાજા, સો વગાડે છે રૂડા વાજા (૨) સમુદ્રવિજયના કુળદીપક છે, શીવાદેવીના હૃદય દીપક છે. કૃષ્ણ મેરારીના લાડલા બાંધવ, એ તે રાણી રાજુલના સ્વામી,
આ તે સમુદ્રવિજ્ય મહારાજાના કુળદીપક છે, શીવાદેવી રાણીના હૃદયને દીવડે છે ને કૃષ્ણ વાસુદેવને લાડીલે લઘુ બંધ છે અને આખા યાદવકુળના રાજા કહે કે શણગાર કહે છે કેમકુમાર છે. એની જાનમાં શું ખામી હાય ! ખુદ કૃષ્ણ મહારાજાના વહાલા ભાઈ અને જાનમાં એમની જ આગેવાની હેય પછી એની શોભામાં કંઈ કમીના
શા. સુ. ૪૨