SearchBrowseAboutContactDonate
Page Preview
Page 721
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ વ્યાખ્યાન નં. ૭૦ આ સુદ ૧ ને સેમવાર તા. ૨-૧૦–૭૮ અનંતજ્ઞાની, શાસનપતિ, તીર્થકર ભગવંતે એ જગતના જીવોના કલ્યાણ માટે સિદ્ધાંતરૂપ વાણી પ્રકાશી. તેમાં આપણે તેમનાથ ભગવાન અને રાજેમતીની વાત ચાલી રહી છે. ભાવિના તીર્થપતિ અરિષ્ટનેમિ ભગવાન હજુ સંસારાવસ્થામાં છે. એમના માતા પિતાને એમને પરણાવવાના કોડ છે. જાન જોડાઈ ગઈ છે. સૌના દિલમાં નેમકુમારને પરણાવવાને હર્ષ છે. જેમકુમાર વડીલેની ઈચ્છા પૂર્ણ કરવા અત્યારે વરરાજા બનીને પરણવા જવાની તૈયારીમાં છે. તેઓ હાથી ઉપર બેઠા છે. દશ દશા અને યાદથી ઘેરાયેલા તે કોડે તારાઓમાં ચંદ્રમા શેભે તેમ શોભી ઉઠયા છે. તેમના વરઘેડામાં કેવ રચના કરી છે તે વાત શાકાર ભગવંત બતાવે છે. चउर'गिणीए सेणाए, रइयाए जहक्कम तुरियाण सन्निनाएणं, दिव्वेण गगणं फुसे ॥ ११ ॥ एयारिसाए इड्डिए, जुत्तीए उत्तमाइ य । नियगाभो भवणाओ, निज्जाओ वहिपुंगवा ॥ १२॥ જેમકુમારની સાથે હાથી, ઘડા, રથ અને પાયદળ એમ ચાર પ્રકારની સુવ્યવસ્થિત રીતે શણગારેલી સેનાથી તેમજ ગગનભેદી એવા દિવ્ય વાજિના તુમુલ નાદથી આકાશ ગાજી ઉઠયું હતું. આવી સર્વોત્તમ અદ્ધિ અને શરીરની ઉત્તમ કાન્તિથી શોભતા યાદવકુળના આભૂષણ રૂપ નેમકુમાર લગ્ન કરવા જવા માટે પિતાના ભવનથી બહાર નીકળ્યા. - મકમારની જાનમાં સૌથી આગળ હંકાનિશાન હતા, પછી ચતુરંગી સેના રાખવામાં આવી. તેના પછી મંગલ વાજિંત્રો, ઢેલ-નગારા, શરણાઈઓ વાગી રહ્યા હતા. તેના પછી ગાયકો અને બંદીજનેને સમૂહ હતું, તેના પછી હાથી ને ઘેડા હતા. જેના ઉપર મુખ્ય મુખ્ય યાદ સુંદર સવાંગ સજીને બેઠા હતા. તેમની પાછળ કૃષ્ણને ગંધહસ્તિ હતે. જેના ઉપર છત્ર, ચામર વિગેરેને ધારણ કરેલા તેમજ અનેક પ્રકારના વસ્ત્રાલંકારોથી અલંકૃત બનેલા નેમકુમાર વરરાજા બનીને બેઠા હતા. તે હાથીની જમણી બાજુએ ઘડા ઉપર સવાર થયેલા કેમકુમારના શરીરરક્ષક હતા, અને પાછળની બાજુએ પિતાપિતાના વાહન પર સમુદ્રવિજય રાજા, વસુદેવજી, બલભદ્રજી, કૃણજી વિગેરે મુખ્ય માણસે હતા, અને સૈની પાછળ બીજી સેના હતી, આવી રીતે જાનને શણગારવામાં આવી હતી, ત્યાર પછી ગગનભેદી રીનાદ કરીને શુભ મુહુર્તે ત્યાંથી પ્રસ્થાન કર્યું.
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy