SearchBrowseAboutContactDonate
Page Preview
Page 718
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ ૬૫૩ મમતા નથી. અંત સમય નજીક આવી રહ્યો હતો, એની નસેનસે તૂટતી હતી. દેહ છેહ દઈ રહ્યો હતો પણ આત્માનું એજસ અનેરો પ્રકાશ પાથરી રહ્યું હતું. અંતરમાં નમે અરિહંતાણની ધૂન હતી. એક જીવ છેલ્લે પિતાનું મરણ સુધારી રહ્યો છે તેથી ગુરૂદેવને આનંદ કે. ભિખારીમાંથી સાધુ બનેલે કાળધર્મ પામીને દેવલેકમાં ગયે. બંધુએ! વિચાર કરો. એક દિવસનું ચારિત્રપણ કેટલું મહાન છે કે જેણે ખાવા માટે દિીક્ષા લીધી. ચેડા કલાક પહેલાં તે આપ મા-બાપ કહેતે હતે પણ સાધુપણું લીધા પછી તેના વિચાર શુદ્ધ બની ગયા. તે સાધુપણું લઈને જીવન ધન્ય બનાવી ગયે. વધુ ભાવ અવસરે. ચરિત્ર - નવતી રાણી જિનસેનકુમાર પ્રત્યે ઉપરને પ્રેમ બતાવવા લાગી. આથી રાજાના મનમાં થયું કે હવે રત્નાવતીના દિલમાં જિનસેનકુમાર ઉપર ઝેર નથી. જે રામસેનને માને છે તે જ જિનસેનને માને છે, એટલે મહારાજાનું મન પણ કંઈક શાંત થયું પણ આ તે નિવાબે પુષિતિ પ્રત્યે તુ વિષ સ્ત્રાભૂ જીભના ટેરવે મધ હતું પણ હૃદયમાં તે જિનસેનકુમાર અને જિનસેના રાણી ઉપર ઝેર ભર્યું છે. જેની દૃષ્ટિમાં વિષ ભર્યું છે ત્યાં અમૃત કયાંથી આવે ? લાડુમાં ઝેર આપતી રવતી:- હવે રનવતી જિનસેનકુમારને મારી નાંખવાના ઉપાયે શેધવા લાગી. ઉંદરને પિંજરામાં પૂરવા માટે રોટલાનું બટકું ભરાવવું પડે છે ને? તેમ આ રત્નાવતી પણ રાજાના દેખતાં જિનસેનને પ્રેમથી કહેવા લાગી કે દીકરા ! તારું મુખ જોયા વિના મને ચેન પડતું નથી, માટે બેટા ! દરરોજ એક વાર તે આવજે. જિનસેન વિચારે છે કે નવતી સાથે હું પ્રેમ રાખ્યું અને જે મારી માતા પ્રત્યે ઝેર ઓછું થાય અને મારા બાપુજીને મારી માતા પર પ્રેમ ચાલુ થાય તે સારું. રનવતીને લાગ્યું કે જિનસેનને મારા પ્રત્યે પૂરો વિશ્વાસ છે તેથી એક દિવસ ભારોભાર ઝેર નાંખીને લાડ બનાવી ડબ્બામાં મૂકીને દાસીને બગીચામાં આપવા મેકલી. દાસીએ આવીને કુંવરને કહ્યું કુંવરજી! તમારા માતાજી રનવતીએ તમારા માટે ખૂબ પ્રેમથી પિતાની જાતે લાડ બનાવ્યું છે તે તમે આ લાડુ ખાજે. ખાસ આપને માટે જ એકલા છે. એમ કહી લાડ આપીને દાસી તે વિદાય થઈ લાડવામાં મસાલે ખૂબ નાંખ્યું હતું એટલે અંદરથી સુગંધ સુગંધ મહેંકતી હતી. કુમારને થયું કે પ્રેમથી એક છે તે હું ખાઉં. તેથી કુંવરે ખાધે, કુંવર અને માતાનો મહેલ જુદે હતે. કન્યા બંને પિયર ગઈ છે. કુમાર લાડ ખાઈને સૂઈ ગયે. આખા શરીરમાં ઝેર વ્યાપવાથી શરીર લીલું બની ગયું. જિનસેનકુમાર દરરોજ સવારમાં ઉઠીને તરત માતાને વંદન કરવા આવતું હતું. રજને સમય થયે છતાં દીકરે ન આવે ત્યારે થયું કે કદાચ ઉંઘી ગયા હશે પણ બે કલાક થઈ છતાં જિનસેન ન આવ્યું એટલે જિનસેના રાણીનું મન પુત્રને મળવા અધીરું બન્યું કે દીકરે આવ્યા વિના રહે નહિ ને આજે કેમ નથી આવ્યું? શું એને ફીક નહિ હોય! એમ
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy