SearchBrowseAboutContactDonate
Page Preview
Page 715
Loading...
Download File
Download File
Page Text
________________ શરદા સુવાસ પરિષહ આવ્યા છતાં સંયમથી તેઓ ચલિત થયા નથી. બંધક અણુગારની જીવતા ની ચામડી ઉતારવામાં આવી, ગજસુકુમાલ અણગારને માથે ધગધગતા અંગારાની સગડી મૂકાણી, મેતારજ મુનિના માથે વાળી વીંટવામાં આવી, અને ઝાંઝરીયા મુનિવરને માટે ખાડો ખેદી ગળા સુધીના ભાગને દાટી દીધું અને તલવારથી મસ્તક છેદી નાંખવામાં - આવ્યું છતાં સંયમભાવથી હેજ પણ મન ચલાયમાન થયું નહિ તેમણે એક જ વિચાર કર્યો કે મારનાર મારા શત્રુ નથી પણ મારા કર્મો જ મારા શત્રુ છે. કર્મશત્રુઓને હણવા માટે મેં સંયમ લીધે છે, એમ સમજીને આ સમતાન સાગર મુનિવરે કટીના સમયમાં ગજબની સમતા રાખીને કર્મશત્રુઓને હણ મેક્ષમાં ગયા. આવા ઘણાં દાખલાઓ છે. અત્યારના કાળમાં આવા ઉપસર્ગો ઓછા આવે છે, પણ જે સામાન્ય ઉપસર્ગ આવે ને તે સહન કરે તે બેડો પાર થઈ જાય. જૈનના સંતે દરેક કાર્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જોઈને કરે છે. એક વખત દેશમાં દુષ્કાળ પડ્યો. લેકેના અન્નના ભંડારો ખૂટવા લાગ્યા. પાણી માટે પણ પ્રાણુઓ વલખા મારવા લાગ્યા, પેટની આગ શમાવવા માટે માણસે અનેકવિધ ઈલાજો કરવા લાગ્યા. આ કપરો કાળ આવવા છતાં લેકેની ધર્મભાવનામાં જરા પણ ઓટ આવી ન હતી. દેવ-ગુરૂ અને ધર્મ પ્રત્યેની પ્રીતિ અંતરમાં ઝળકતી હતી. અંતરની અમીમાં કમી આવે ત્યારે સારે કાળ પણ વિકરાળ લાગે છે અને અંતરમાં અમી ઉભરાતા હોય ત્યારે વિકરાળ કાળ પણ સુકાળમાં ફરી જાય છે. એક વખત મહાન જ્ઞાની આચાર્ય ભગવંત વિશાળ શિષ્ય પરિવાર સાથે એક નગરીમાં પધાર્યા. શ્રાવક શ્રાવિકા ગુરૂના દર્શન માટે ઉમટી પડયા. પિતાનું સમસ્ત દુઃખ ભૂલીને જનતા ગુરૂના ચરણમાં આળેટી પડી. સૌ સમજતા હતા કે મહાન પુણ્યનો ઉદય હોય ત્યારે આવા મહાન જ્ઞાની ગુરૂ ભગવંતના દર્શનનો લાભ મળે છે. ખૂબ ઉત્સાહપૂર્વક ગુરૂદેવનું સ્વાગત કરીને નગરમાં લાવ્યા. મહારાજે માનવ મેદનીને ધર્મનો ઉપદેશ આપે. સંસારની અસારતા સમજાવી, જ્ઞાની ગુરૂની અમૃતમય ઉપદેશધારાથી મનુષ્યના મન આનંદવિભોર બની ગયા. શ્રાવકોએ ધનના ભંડાર ખુલ્લા મૂકી દીધા. પુર્યોદયથી ધન તે ઘણું હતું, માત્ર ધાન્યની ખોટ હતી, છતાં જેને દિલમાં દાનની ભાવના ઓછી થઈ ન હતી એવા પિતાના ઉપગમાં એછું વાપરે પણ દાન દેવામાં કમીના ન રાખે. ગૌચરીને સમય થતાં શિષ્યોએ ગુરૂદેવને વંદન કરી ગૌચરી જવાની આજ્ઞા માંગી ત્યારે ભાવિક શ્રાવકે પણ ગૌચરી માટે ભાવના ભાવવા આવ્યા કે ગુરૂદેવ ! અમારું આંગણું પાવન કરવા પધારે. જ્ઞાની ગુરૂએ ગીતાર્થ સાધુઓને ગૌચરી જવાની આજ્ઞા આપી અને કહ્યું છે તે ! અત્યારે કપરો કાળ છે, અનાજની તંગી છે, લેકના કેહેરમાં અનાજ ખૂટી ગયા છે માટે ઉપગ રાખીને થોડું
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy