SearchBrowseAboutContactDonate
Page Preview
Page 685
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ શારદા સુવાસ (આજે મહાન તપસ્વી સ્વ. પૂ. ગુરૂદેવ લાખચ'દ્રજી મહારાજસાહેબની પુણ્યતિથિ છે. પૂ. મહાસતીજીએ તેમના ઉગ્ર તપ અને ચારિત્રનું સુંદર વર્ણન કર્યુ હતુ, જે સાંભળતા સોના મસ્તક નમી ગયા હતા કે ધન્ય છે આવા મહાન ચારિત્રવાન સ ંતાને ! ગુરૂગુણનુ સ્મરણુ કરી સૌને પચ્ચખાણ કરાવ્યા હતા.) વ્યાખ્યાન ન.-૬૬ તા. ૨૭-૯-૭૮ ભાદરવા વદ ૧૧ ને બુધવાર સુજ્ઞ મ ધુઆ, સુશીલ માતા ને બહેના ! અનંતજ્ઞાની ભગવતે ભવ્ય જીવાને ઉપદેશ આપતાં સમજાવે છે કે મનુષ્યભવની પ્રાપ્તિ થવી મહાન દુર્લભ છે, પણ દુલ ભ એવુ માનવજીવન તમને મળી ગયુ'. હવે સાચુ' માનવજીવન કોને કહેવાય તે સમજવાની જરૂર છે. ખાવુ, પીવુ, હરવું, ફરવુ', જિંદગી ટકાવવી, ધન મેળવવુ' તે સાચું માનવજીવન નથી, પરંતુ જે જીવન દોષો, વિકારોથી રહિત થઈને જીવાય તે વાસ્તવિક માનવજીવન છે. પશુ પક્ષીની જેમ માત્ર જિંદગી પસાર કરવી તે શું વાસ્તવિક માનવજીવન કહેવાય ? જે વિકારા સાથે ઝઘડીને જીવે છે તે જ વ્યક્તિનું જીવન સાચુ જીવન છે. જે સિંહની જેમ નીડરતાથી ગર્જના કરતા અન્યાય, અસતોષ, અનાચાર અને ભ્રષ્ટાચાર સાથે લડતા ઝઘડતા આગળ વધે છે. દુ:ખ, અસ ંતોષ, કલેશ, કષાય વિગેરે પાપે ને હઠાવીને નિશ્ચિતપણે આગળ વધે છે તે જ સાચું જીવન છે. વિકારા અને વાસનાએ સાથે ઝઝુમવુ... તેનુ નામ સાચી જિં’ઢગી. વિકારાના અને વાસનાઓને ધુમાડો ફેલાવીને સેા વર્ષોં સુધી જીવવા કરતાં ક્ષણનુ પણ દીપકની જેમ પ્રકાશ પાથરતું જીવન જીવવું વધુ સારુ છે. જીવન જીવવાની કલાથી અજાણુ એવા માણસને જ્યારે માનવજીવન રૂપી ગાડી મળી જાય છે ત્યારે તે બીજાના જીવનને કચડતા પેાતાના જીવનની ગાડીને ખગાડી મૂક્તા આગળ વધવાના પ્રયત્ન કરે છે. આવા માણુસને પાપકર્મરૂપી સિપાઇઓ પકડી લે છે અને તેનુ' માનવજીવન રૂપી ગાડી ચલાવવાનું લાયસન્સ છીનવી લેવામાં આવે છે. જેમને માનવજીવનની કિંમત સમજણી છે એવા નૈમકુમારને પરણવાની ખીલકુલ ઈચ્છા નથી પણ સ્હેજ હસ્યા તેમાં નક્કી કરી લીધું કે તેમ માન્યા. પછી એમને માટે કઇ કન્યા ચેગ્ય છે તે વિચારણા કરતા બધાએ કહ્યું કે તેમકુમાર માટે ઉગ્રસેન રાજાની પુત્રી રાજેમની સ રીતે ચેગ્ય છે. આપણને બધાને રાજેમતી પસંદ છે. હવે રાજેમતીને તથા ઉગ્રસેન રાજાને નેમકુમાર પસંદ છે કે નહિ તે જોવાનુ છે. કૃષ્ણજીએ સમુદ્રવિજય રાજા અને શીવાદેવી રાણીને કહ્યું. પૂજ્ય કાકા કાકી! હવે મારા ભાઇ અરિષ્ટનેમિ કુમારના વિવાહમાં વિલંબ કરવા એ ઠીક નથી કારણ કે એની તેા લગ્ન કરવાની ઇચ્છા નથી. એ તેા અનાસક્ત
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy