SearchBrowseAboutContactDonate
Page Preview
Page 643
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૮ શાહ સુવાસ પ્રસંગમાં જવાનું છે, મને ઠીક નથી માટે આજે પ્રતિ મણ નહિ કરું તે ચાલશે, એમ નહિ, પણ યુદ્ધભૂમિ ઉપર પ્રતિક્રમણ ચાલુ રાખ્યું. તે પણ જેમ તેમ નહિ બરાબર જાગૃતિ અને વિધિપૂર્વક અણીશુદ્ધ કર્યું. હૈયામાં આત્મચિંતાની કેટલી પ્રબળ ભાવના હશે ! બંધુઓ ! આવી આત્મચિંતા જગાડવા માટે આત્માને શરીરથી અલગ સમજવાને છે. આજ સુધી શરીર મારું છે ને શરીર તે હું છું એમ કરીને ફર્યા છીએ એટલે એના ગાઢ સંસ્કારના કારણે આત્મા ઉપર જલ્દી દષ્ટિ થવી મુશ્કેલ છે પણ વિચાર કરે કે તમારા મકાન, તિજોરી, સરસામાન, પૈસા વિગેરે પદાર્થને તમારી કઈ ચિંતા છે ખરી? એ તમારી ચિંતા કરે છે? “ના”. તે તમે એની ચિંતામાં શા માટે બળી રહ્યા છે? એ બધા પદાર્થો તમને અનુકૂળ રહે એ નિયમ નથી, પણ તમારે તે એને અનુફળ બનીને રહેવું પડે છે ને? ખરેખર, આ બધા જડ પગને આત્મા ઉપર એક ફાંસલે છે તેથી રાત દિવસ એની ગુલામી કર્યા કરવી પડે છે. એની પૂરી સંભાળ રાખવી પડે છે, છતાં સરવાળે તે એ વાંકા થઈને બેસે છે અને મૃત્યુ વખતે નફટની જેમ પિતે તદ્દન સલામત ઉભા રહીને આપણને મરવા દે છે માટે એની ચિંતા છોડવા જેવી છે. આત્મચિંતા જાગે ત્યારે મનને એમ થાય કે હું કે શું ? ક્યાંથી આવ્યું છે ? મારે શરીરની વેઠ શા માટે કરવી પડે છે? એની આટલી બધી વેઠ કરું છું છતાં તે કેમ વાંકુ થઈને બેસે છે? એ બરાબર મારી ઈચ્છા મુજબ કેમ નથી ચાલતું? એ કેમ ઘસાતું જાય છે? એને કેમ રેગ થાય છે? એ કેમ થાકી જાય છે ? આ બધું શાથી થાય છે? તેમજ મને શા માટે ભૂખ-તરસ લાગે છે? રાગ દ્વેષ, ગર્વ અને ગુસ્સો આવા વિકારે શા માટે જાગે છે? કઈ વખત મારી ધારણાઓ નિષ્ફળ જાય છે તે કઈ વખત સફળ બને છે. કેઈ વખત રહેજે સંપત્તિ મળે છે તે કઈ વખત અણધારી આપત્તિઓ આવે છે. આનું કારણ શું? આવા વિચારે કરવા. આ વિચાર પણ ખરા હૃદયની ચિંતાથી કરવા. જેમ વહેપારમાં ધક્કો લાગે ત્યારે ચિંતામાં પડી જઈને વિચાર કરવા લાગે છે ને ? એવી રીતે ચિંતામાં પડી જઈને આત્માનો વિચાર કરવા લાગવું જોઈએ. આવા વિચાર કરવાથી શરીરને છોડીને આત્મા ઉપર લક્ષ જાય છે અને સંસાર પરિભ્રમણના મૂળ કારણ કર્મ ઉપર દષ્ટિ પડે, પછી એવી આત્મચિંતા કરવી કે હવે મારે પાપ કરીને કર્મવેગને વધારે શા માટે ? ભગવાન જિનેશ્વરદેએ સ્વયં પાપ બંધ કર્યા અને મોટા મોટા રાજા મહારાજાએ, શેઠ શાહુકારને પણ પાપ બંધ કરાવ્યા અને જગતના જીને પણ પાપમય જીવન બંધ કરવાનું ફરમાવ્યું, પછી મારે શા માટે પાપમય જીવન ચાલુ રાખવું જોઈએ ? હું અરિહંતને માનનારો, તેમની ભક્તિ કરનારે છતાં પાપમય જીવનને રસિ રહું? હે નાથ ! આપે જડ પુદ્ગલ માત્રના બંધનથી મુક્ત થવાનું કહ્યું તે હું એથી ઉલટું એના ફેસલા હાથે કરીને શા માટે ઉભા કરું ? આ પુદ્ગલના ફાંસલા અને પાપમય જીવન માનવ આયુષ્યરૂપી ચંદનની હેળી
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy