SearchBrowseAboutContactDonate
Page Preview
Page 639
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૪ શારદા સુવાસ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા કરવાના છે. અગાઉ ત્રણ દંપતિઓએ પ્રતિજ્ઞા લીધી એટલે ૧૧ દંપતિએના સજોડે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞાને મહેસવ ઉજવાશે. આવતી કાલે આપણે ત્યાં મહાસતીજીના પારણા હેવાથી કાંદીવલી, બોરીવલી અને દેલતનગર વિગેરે સ્થળેથી મહારાજ અને મહાસતીજીએ પધારશે. આપ સૌ મહાસતીજીએના તપની અનમેદનમ ૩૨ દિવસના કંઈક પચ્ચખાણ લેશે. વધુ ભાવ અવસરે. (તા. ૧૭ ને ૧૮ રવિ, સેમ બે દિવસ વ્યાખ્યાન નથી લખાયા.) વ્યાખ્યાન નં. ૬૦ ભાદરવા વદ ૩ ને મંગળવાર તા. ૧૯-૯-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની, સર્વજ્ઞ અને સર્વદર્શી તીર્થકર ભગવતેના મુખમાંથી ઝરેલી શાશ્વતી વાણી તેનું નામ સિદ્ધાંત. આપણે તેમનાથ ભગવાનની વાત ચાલે છે. તીર્થકર ભગવાન અપૂર્વ અને અલૌકિક બળના ધણું હોય છે. તેમને વન્દનાષભનારા સંઘયણ અને સમાચઉરસ સંસ્થાન હોય છે. એટલે તેમના બળની તેલે કેઈનું બળ આવી શકતું નથી. તીર્થકર ભગવતે તેમને બળને ઉપયોગ કર્મક્ષય કરવામાં જ કરે છે. આવા નેમકુમાર તીર્થંકર નામકર્મ બાંધીને આવેલા છે. હજુ એ કુમાર અવસ્થામાં છે છતાં તેમનું બળ કેટલું છે તે તમે સાંભળી ગયા ને? તેમણે પંચજન્ય શંખ ફૂકો. તેનાથી ભારે ખળભળાટ મચી ગયે. જેણે જેણે એ અવાજ સાંભળે તેમાં કંઈક તે બેહોશ થઈ ગયા. જે ગજશાળામાં હાથીઓ બાંધેલા હતા તેમને લાગ્યું કે હવે મૃત્યુ નજીક આવી રહ્યું છે, એટલે તે ઉન્મત થઈને સાંકળ તેડીને ભાગવા લાગ્યા. અશ્વશાળામાં ઘડાઓ હણહણવા લાગ્યા. દ્વારકા નગરીની બહાર સમુદ્રના મોજા જોરશોરથી ઉછળવા લાગ્યા. આ વખતે કૃષ્ણ સભામાં બેઠા હતા. તેમને થયું કે આ શું ધરતીકંપ થયો કે કઈ દેવને કેપ છે? દ્વારકાના મહેલે જાણે કકડભૂસ કરીને જમીન ઉપર પડતા ન હોય ! એ અવાજ આવે છે. તેમણે સભામાં જોયું તે ઘણું પૂતળાની જેમ પિતાના થાને બેઠા હતા. ઘણું મૂછિત થઈને નીચે પડી ગયા હતા. કૃષ્ણ અને બલભદ્ર બંને ભ્રમમાં પડયા કે આ વાપાત થશે કે પ્રલયકાળના મેઘનાદને શબ્દ થયે? અથવા કેઈએ પંચજન્ય શંખ વગાડ? આમ તે પંચજન્ય શંખને જ વનિ હતે પણ આ પંચજન્ય શંખને અવાજ ન હય, કારણ કે એ શંખ તે પિતાના સિવાય કઈ વગાડી શકતું નથી, છતાં જે એને અવાજ હોય તે પિતાના કરતાં આ શંખ વગાડનારે કઈ મહાન છે તે વાત નક્કી છે. આ પ્રમાણે તેઓ વિચાર કરવા લાગ્યા. નેમકુમારે તે રમતમાં ધનુષ્યને ટંકાર કર્યો અને કૃષ્ણને શંખ વગાડે, ત્યાં આખી નગરીમાં ખળભળાટ મચી ગયે, અને કૃષ્ણ તથા બલભદ્રના દિલમાં અનેક પ્રકારની
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy