SearchBrowseAboutContactDonate
Page Preview
Page 637
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭ર શારદા સુવાસ તાકાત નથી અને કદાચ કે પિતાની શક્તિને વિચાર કર્યા વિના ઉંચકવા જાય તે એના હાડકા ભાંગી જાય છે, માટે તમે એને અડકશે નહિ. તમે ઉંચકવા જાવ ને તમને કંઈ વાગે તે માટે મહારાજાને ઠપકે સાંભળવો પડે. આ સંભાળીને નેમકુમારે કહ્યું-ભાઈ ! તે મને ચેતવણી આપીને તારી ફરજ બજાવી છે. હવે જે કંઈ થાય તેની જવાબદારી મારી છે. તમે ચિંતા ન કરશો. એમ કહીને નેમકુમારે તે ફુલની જેમ વિના પરિશ્રમે ધનુષ્ય ઉપાડ્યું, અને કમળ નાળની જેમ સહેજ વાળીને ચઢાવ્યું અને ટંકાર કર્યો. સારંગ ધનુષ્યના ટંકારના ધવનિથી આખી દ્વારકા નગરી કંપાયમાન થઈ ગઈ. સગરના પાણી પણ ખળભળવા લાગ્યા. જલચર જી ગભરાઈને ભાગવા લાગ્યા. ધનુષ્યના ટંકારને ભયંકર ધ્વનિ સાંભળીને દ્વારકા નગરીના પ્રજાજને ભયભીત બની ગયા ને વિચાર કરવા લાગ્યા કે શ્રીકૃષ્ણથી કઈ બળીયે રાજા ચઢી આવ્યું છે કે ? વગર મહેનતે નેમકુમારને ધનુષ્ય ઉડાવતાં, ચઢાવતા અને ટંકાર કરતા જોઈને શસ્તભંડાર રક્ષક તે આશ્ચર્યચકિત બની ગયે ને વિચાર કરવા લાગ્યો કે મેં આવું બળ અને આવી હસ્તકુશળતા ખુદ કૃષ્ણ મહારાજામાં પણ જોઈ નથી. આમનું બળ તે તેમનાથી પણ ચઢીયાતું છે. મને તે લાગે છે કે શ્રીકૃષ્ણ તે ફક્ત ત્રણ ખંડ ધરતી ઉપર જ પિતાની વિજયપતાકા ફરકાવી છે, પણ આ નેમકુમાર તે સમસ્ત પૃથ્વી ઉપર પિતાનું આધિપત્ય જમાવશે. આ પ્રમાણે શસ્ત્રભંડાર રક્ષક વિચાર કરતા હતા ત્યાં નેમકુમારે ધનુષ્યને તેના સ્થાને મૂકીને પંચજન્ય શંખ ઉપાડીને વગાડવા લાગ્યા. કૃષ્ણ વાસુદેવના શંખને અનંત બળના ધણી તીર્થકર પ્રભુ કૂ કે પછી શું બાકી રહે ! નેમકુમારે શંખ ફૂંકા તેમાંથી જે કવનિ નીકળે તેનાથી આખી દ્વારકા નગરી ખળભળી ઉઠી ને નગરજનોનો ભય વધી ગયા કે નકકી કઈ કણથી બળી જા ચઢી આવ્ય લાગે છે. હવે આપણે બધા મરી જઈશું. એવી અમંગળની શંકાથી સોના હૃદય ધ્રુજી ઉઠયા. રાજસભામાં બેઠેલા કૃષ્ણજી, બલભદ્રજી આદિ યાદાએ આ ધનુષ્યને ટંકાર અને શંખને નાદ સાંભળે. એમના મનમાં પણ ભ્રમ સાથે આશ્ચર્ય થયું કે મારે પંચજન્ય શંખ કેણે વગાડે? અને સારંગ ધનુષ્ય કેણે ટંકાર્ય? શું કઈ શત્રુ તે નથી ચઢી આવ્યું ને? આખી દ્વારકા નગરી ધ્રુજી ઉઠી છે. પ્રજાજને નાસભાગ કરે છે, હવે કૃષ્ણવાસુદેવ તપાસ કરશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર:- સિંહનાદ કરતે જિનસેનકુમાર - સામંતને નિર્દોષ પ્રાણીઓને શકાર કરતાં જોઈને જિનસેનકુમાર સિંહનાદ જેવી ગર્જના કરીને કહે છે કે પાપીઓ! તમને આવા નિર્દોષ જેને મારતા શરમ નથી આવતી? તે જોઈ લે. હવે હું તમને બતાવી દઉં છું. એમ કહી હાથમાં તલવાર લઈને એકલે ત્રણ હજાર સૈનિકે સામે ઝઝૂમવા લાગ્યું. એણે એકલા હાથે કેટલાક સામતને મારી નાંખ્યા. કેટલાક તે એનું પરાક્રમ
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy