SearchBrowseAboutContactDonate
Page Preview
Page 613
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૮ શારદા સુવાસ નહિ. મારી ચામડી ઉતરવાની સાથે ભવના બંધન પણ તૂટવાના છે, માટે તમે મારી દયા ખાશે નહિ. તમે કહે તે રીતે હું ઉભે રહું. જેથી ચામડી ઉતારતા તમને જરા પણ તકલીફ ન પડે એ મહામુનિવર મૃત્યુ પામતા પામતા મૃત્યુને જીતી ગયા. આવા મૃત્યુંજ્ય મહાત્મા પુરૂષે હસતા મુખે રટણ કરતા હોય છે કે “મૃત્યુ મરી ગયું રે લોલ” આ માનવજન્મ પામીને આપણે એ પુરૂષાર્થ કરીએ કે આપણું મૃત્યુ જ મરી જાય જેથી જન્મ મરણની જંજાળમાંથી જીવ સદાને માટે મુક્ત બની જાય. આજ સુધી અજ્ઞાનવશ અનેક જીવાત્માએ મૃત્યુની બેદમાં લપેટાઈને અનંત મૃત્યુના ચક્કરમાં પીસાતા રહ્યા છે જયારે મહાન પુરૂષે મૃત્યુની સામે નિર્ભય ઉભા રહી મૃત્યુવિજેતા બની સંસાર સાગરને તરી જાય છે. આવા મૃત્યુ વિજેતા મહાન પુરૂષને આપણાં કેટી કેટી જ. દીન હીન બનીને મૃત્યુને વરવા કરતાં પ્રચંડ ભાવનાની ભરતી સાથે મૃત્યુને ભેટવા તૈયાર થવું એ જ માનવ જીવનને હાવે છે. આપણા અંતરના ઓરડામાં એક જ નાદ કાયમ માટે શું કરી દે જોઈએ કે “મૃત્યુ મરી ગયું રે લાલ.” જેમણે મૃત્યુને મહત્સવ બનાવ્યું હતું એવા અમારા તારણહાર, જીવન નૈયાના સાચા સુકાની, પરમ ઉપકારી ગચ્છાધિપતિ બા. બ્ર. પૂજ્ય ગુરૂદેવ શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબની પુણ્યતિથિને દિવસ છે. એ ગુરૂદેવને અમારા ઉપર મહાન ઉપકાર છે. એમને ઉપકાર આ જીવનભર ભૂલાય તેમ નથી. કેઈ માણસ આપણા પગમાંથી કાટ કાઢી દે અગર આંખમાંથી તણખલું કાઢી દે તે પણ આપણે તેને ઉપકાર માનીએ છીએ. કઈ માણસની આર્થિક રિથતિ ખરાબ થઈ ગઈ હોય તે વખતે કેઈએ એને પૈસા આપીને સહાય કરી હેય ને આફતમાંથી ઉગારી લીધું હોય તે તે પણ એના ઉપકારીના ઉપકારને ભૂલતું નથી. એક ન્યાય આપીને સમજાવું. (અહીં પૂ. મહાસતીજીએ દરિયા કિનારે ફરતા એક માનવને કેવી રીતે એક દયાળુભાઈએ બચાવ્યો અને બચનાર ભાઈ છેવટે કયાં સુધી તેને ઉપકાર માને છે તે સુંદર સમજાવ્યું હતું) ઠાણુગ સૂત્રના ત્રીજા ઠાણે ત્રણ પ્રકારના ત્રણ બતાવ્યા છે. માતાપિતાનું, શેઠનું અને ગુરૂદેવનું. તેમાં જે સંતાન માતાપિતાની જીવનભર સેવા કરીને તેમને સંતેષ પમાડે અને અંતિમ સમયે ધર્મ સંભળાવે તે માતાપિતાના અણમાંથી મુક્ત થઈ શકે. જે શેઠે આપણે હાથ પકડ હોય, જેના પ્રતાપે સુખી થયા હોઈએ તે શેઠ કદાચ કદ ગરીબ થઈ જાય ત્યારે તેમને મદદ કરી તેમનું દુઃખ દૂર કરવામાં આવે તે નકર શેઠના ત્રણમાંથી મુક્ત થાય છે પણ જે આવું ઉત્તમ ચારિત્રરત્ન આપે છે તેવા સદ્દગુરૂઓના ત્રણમાંથી તે કયારે પણ મુક્ત થવાતું નથી. એવા અમારા મહાન ઉપકારી તારણહાર પૂ. ગુરૂદેવની આજે ૩૦ મી પુણ્યતિથિ છે. એ ગુરૂદેવના ગમે તેટલા ગુણ ગાઉં તે પણ તેમને ત્રણમાંથી મુક્ત બની શકાય તેમ નથી.
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy