SearchBrowseAboutContactDonate
Page Preview
Page 612
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ ૫૪૭ ત્યાગના દીપ દ્વારા પ્રકાશના પંજ વેરતે ઉત્તમ માનવભવને ધન્ય અને સફળ બનાવી શકે છે. આ જગતમાં જેને જન્મ છે તેનું મૃત્યુ તે નક્કી જ છે. જન્મે ત્યારથી મૃત્યુ મુખ ફાડીને માનવની સામે ઉભેલું છે. જીવનનું માધુર્ય મૃત્યુના સમયે પ્રગટ થાય છે. જેને સુંદર જીવન જીવતાં આવડે છે એને મૃત્યુ ઉપર વિજય મેળવતા આવડે છે. એવરેસ્ટને સર કરવું સહેલ છે, ચીનની અભેદ્ય દિવાલને ઓળંગવી સહેલ છે, શિયાળાની કડકડતી ઠંડીમાં હિમાલયની ગેદમાં સમાઈ જવું સહેલું છે, પણ મૃત્યુ ઉપર વિજય મેળવવા મહાન મુકેલ છે. મૃત્યુને મહોત્સવ મહાભાગ્યશાળી છ ઉજવી શકે છે. મૃત્યુના રંગમહેલમાં મહાલતા અનેક જીવે કર્તવ્યની કેડીએ કદમ ઉઠાવીને આનંદની રસલ્હાણ લૂંટી ગયા છે. જે આપણે સમજીએ તે મૃત્યુ એ મૃત્યુ નહિ પણ મંગલ કામનાઓનું પ્રતીક છે. પામર અજ્ઞાન છે મૃત્યુને અમંગલ માને છે. જ્યારે કે ત્યારે મૃત્યુ આવવાનું છે એ વાત તે નક્કી છે. મૃત્યુને પાછું વાળી શકવાની કેઈની તાકાત નથી. જન્મવું અને મરવું આ જગતને એક સનાતન સત્ય કાર્યક્રમ છે. આ કાર્યક્રમને ઉલંઘી જવાની કેઈની તાકાત છે ખરી? ઘણું મનુષ્ય જન્મે છે ને મારે છે. કેટલાક જીવનને ઉજજવળ બનાવીને જાય છે. જેનું મૃત્યુ પણ મહત્સવરૂપે ઉજવાય છે. જીવનમાં મંગલ સાધના કરી જનારનું મૃત્યુ પણ મંગલમય બની જાય છે. બંધુઓ ! મૃત્યુ આવે ત્યારે મૂંઝાવાની કોઈ જરૂર નથી. મરણ આવે ત્યારે ગભરાઈ જવાથી કે ડરી જવાથી કંઈ મૃત્યુ દૂર ભાગી જતું નથી કે મરણ એ કેઈની દયા ખાતું નથી. એ તે દિવસે દિવસે ને ક્ષણે ક્ષણે આપણી નજીક આવી રહ્યું છે. મૃત્યુ એક દિવસ આવવાનું જ છે. એમાં કઈ ફેરફાર થવાનું નથી તે પછી મરણ આવે ત્યારે ગભરાઈ જવાથી શું ફાયદો થવાનો છે? કેટલાય મનુષ્ય આ જગતમાં જન્મ્યા ને મર્યા. એમાંથી કેટલાક મહાન પુરૂષે આ જગતમાં જન્મીને એમના સદ્ગુણની સૌરભ ફેલાવી ગયા છે કે તેઓ મૃત્યુ પામ્યા છતાં જાણે અત્યારે અહીંયા હાજર ન હોય! મરવા છતાં એમના સદ્ગુણથી એ જીવતા છે. આવી રીતે જીવનના રંગમંડપમાં મૃત્યુની મહેફીલ માણતાં જેમને આવડે છે તે આત્માઓ ધન્યવાદને પાત્ર છે. અજ્ઞાની મનુષ્યને જીવતાં પણ નથી આવડતું ને મરતાં પણ નથી આવડતું. જેને સુંદર જીવન જીવતાં આવડે છે તેને મરણ વખતે શોક, દુઃખ કે ખેદ થતા નથી. મૃત્યુની મેંઘેરી રસહાણ જયારે ઉજવવાની હોય છે તે વખતે મનની ભૂમિકાને મજબૂત ભાવનાના બંધનથી બાંધી, કાયાને કંટ્રોલમાં રાખી, વચનને સંયમિત બનાવી ઉજવણી કરવાથી ભવના બંધનેને તેડી શકાય છે. મહાનપુરૂષના દાખલા લઈએ. જ્યારે ચંડાળે બંધમુનિની ચામડી ઉતરડી રહ્યા હતા ત્યારે સમતાના સાગર સ્કંધક મુનિ એમને કહે છે કે ભાઈઓ! તમે મારા શરીરની ચામડી ઉતારતાં સહેજ પણ ગભરાશે
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy