SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ બિરાજમાન છે. તેમાં પહેલા પાંચ સંતેને દીક્ષાની પ્રેરણા આપનાર પૂ. વિદુષી મહાસતીજીની અદ્દભૂત વાણું છે. ખંભાત સંપ્રદાયમાં અગિયાર રત્ન સમાન ૧૧ સંતે જૈન શાસનને શોભાવી રહ્યા છે. (1) મહાન વૈરાગી પૂ. કાંતીષજી મહારાજ સાહેબ (૨) બા.બ્ર. પૂ. સૂર્યમુનિ મ. (૩) બા.બ્ર. પૂ. અરવિંદ મુનિ મ. (૪) બા. બ્રા પૂ. નવીનમુનિ મ. (-) બા. બ્ર. પૂ. કમલેશમુનિ મ. (૬) બા. બ્ર. પૂ. પ્રકાશમુનિ મ. (૭) બા. બ્ર. પૂ. ચેતનમુનિ મ. (૮) બા. બ્રા પૂ મહેન્દ્રમુનિ મ. (૯) પૂ. દર્શનમુનિ મ. (૧૦) બા. બ્ર. પૂ. ધર્મેન્દ્રમુનિ મ. (૧૧) બા. . પૂ. મૃગેન્દ્રમુનિ મ. આદિ ઠાણા ૧૧ વિદ્યમાન છે. પૂ. મહાસતીજ એ આજથી ૧૬ વર્ષ પહેલા કાંદાવાડી સંઘની ચૌદ ચૌદ વર્ષની | વિનંતીને માન આપી સં. ૨૦૧૮નું ચાતુર્માસ કાંદાવાડીમાં કર્યું હતું, ત્યારે પૂ. મહાસતીજીની તેજસ્વી પ્રભાવશાળી વાણીએ અને ખાસ કરીને બ્રહ્મચર્ય પરના સચોટ વ્યાખ્યાનેએ જનતામાં અલોકિક અસર કરી અને પરિણામે કાંદાવાડીમાં તેમના સાનિધ્યમાં શ્રી સંઘના મંત્રી શ્રી રમણીકભાઈ કે ઠારી સહિત ૫૧ ભાઈ–બહેનેએ એક સાથે બ્રહ્મચર્યની વ્રતની પ્રતિજ્ઞા લીધી હતી. મેહમયી મુંબઈ નગરી માટે આ અભૂતપૂર્વ બનાવ હતું, કાંદાવાડીના ચાતુર્માસ પછી અનુક્રમે પૂ. મહાસતીજીએ માટુંગા, દાદર, વિલેપાર્લા અને ઘાટકે પર ચાતુર્માસ કર્યા. આ ચાતુર્માસમાં તપશ્ચર્યાના પૂર આવ્યા હતા. આ ચાતુર્માસે દરમ્યાન તેમજ શેષકાળમાં પૂ. મહાસતીજી પાસે કુલ ૧૦૮ હાથડ થઈ હતી. આ રીતે પૂ. મહાસતીજીએ મુંબઈમાં ખંભાત સંપ્રદાયનું નામ રોશન કરી ગુજરાત તરફ વિહાર કર્યો. ગુજરાતમાં ખંભાત, અમદાવાદ, ભાવનગર, રાજકેટ, ધ્રાંગધ્રા, અમદાવાદ (નગરશેઠને વંડે) ચાતુર્માસ કર્યા. આ ચાતુર્માસમાં પૂ. મહાસતીજીની પ્રભાવશાળી વાણીથી ગુજરાત, સૌરાષ્ટ્રમાં તપ-ત્યાગની ભરતી આવી હતી. પૂ. મહાસતીજી એક વખત તે મુંબઈ નગરીને પાવન કરી ચૂક્યા હતા પણ પૂર મહાસતીજીની વાણું મુંબઈની જનતામાં એવું આકર્ષણ પેદા કરી ગઈ હતી કે પૂ. મહાસતીજી દેશમાં પધારવા છતાં મુંબઈની જનતા તેમના ચાતુર્માસ માટે ઝંખી રહી હતી. એટલે કાંદાવાડી, માટુંગા આદિ સંઘની વિનંતી. અવારનવાર ચાલુ રહી હતી, તેથી મુંબઈ સંઘની આગ્રહભરી વિનંતીને માન આપી છ વર્ષમાં પૂ. મહાસર્તાજીને ફરીવાર મુંબઈ આવવાનું બન્યું ને જનતાના દિલ આનંદથી છલકાઈ ગયા. વાંચો ! આપ આ ઉપરથી સમજી શકશો કે પૂ. શારદાબાઈ મહાસતીજીએ મુંબઈ નગરીની જનતાના દિલને પ્રેમ કેટલે સંપાદન કર્યો હશે ! સંવત ૨૦ રલ્માં કાંદાવાડી સંઘની આગ્રહભરી વિનંતીને માન આપી પુ. મહાસતીજીએ કાંદાવાડીમાં ચાતુર્માણ કર્યું. તે ચાતુર્માસમાં પૂ. મહાસતીજીએ માત્ર બહ૪ મુંબઈમાં નહિ પણ સારા યે ભારતમાં દાન, શીવ અને તપમાં અજોડ અને અભૂતપૂર્વ વિકમ સ્થાપ્યા. ખંભાત સંપ્રદાયને, ભગવાન મહાવીરને અને જૈન શાસનને જ્યજયકાર
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy