SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ભેગીમાંથી ત્યાગી બન્યા. આવા તે કંઈક દાખલા છે પણ અત્યારે લખવા માટે જગ્યા નથી. અરે, વધુ શું લખું? આ પુસ્તકે મીસાના કાયદામાં પકડાયેલા જૈન ભાઈએ પાસે ગયા. તે પુસ્તકનું વાંચન કરતાં તેઓ આર્તધ્યાન છેડીને ધર્મધ્યાનમાં જોડાવા લાગ્યા અને કમની ફિલોસોફી સમજતા શીખ્યા. પૂ. મહાસતીજીની અંતરવાણીને નાદ તેમના દિલ સુધી પહોંચતા એક વખતની જેલ ધર્મસ્થાનક જેવી બની ગઈ અને ત્યાં રહેલા ભાઈઓએ તપ-ત્યાગની અને ધર્મારાધનાની મંગલ શરૂઆત કરી. ઘણા ભાઈએ મસામાંથી મુક્ત થયા પછી પૂ. મહાસતીજીની પાસે આવીને રડી પડ્યા ને કહેવા લાગ્યા કે હે મહાસતીજી ! આપના વ્યાખ્યાને જે પુસ્તક રૂપે પ્રગટ થયા છે તે વાણીએ અમારા બળતા દિલમાં શીતળ જળ છાંટયું છે. પછી તેમણે ઘણાં વ્રત-નિયમ અંગીકાર કર્યા. ટૂંકમાં પૂ. મહાસતીજીના બહાર પડેલા વ્યાખ્યાનના પુસ્તકોએ માનને કેટલે જીવનપલટો કર્યો છે તે વાંચકે આ ઉપરથી વિચારી શકશે પૂ. મહાસતીજીમાં માત્ર વિદ્વત્તા જ છે એમ નથી. સાથે તેમના જીવનમાં અનેક અજોડ મહાન ગુણ રહેલા છે. જે ગુણેનું વર્ણન કરવા કેઈની શક્તિ નથી, છતાં તેમના જીવનમાં મુખ્ય ગુણે ગુરૂભક્તિ, સરળતા, નિરાભિમાનતા, નમ્રતા, લઘુતા, અપૂર્વ ક્ષમા અને સહનશીલતા, બીજા પ્રત્યે અપૂર્વ લાગણી, ગુણાનુરાગ, કરૂણા, એ ગુણે તેમના જીવનમાં ઓતપ્રેત વણાઈ ગયા છે. તે ગુણેના પ્રભાવે જેમ ભ્રમર પુષ્પની સુગંધથી આકર્ષાય છે તેમ જાતના છે તેમના તરફ આકર્ષાઈને ધર્મના માર્ગે વળે છે તેમજ પૂ. મહાસતીજીના દિવમાં સતત એક મીઠું સંગીત ગુંજતું હોય છે કે “સર્વ જી શાસનરસી કેમ બને” વીતરાગ મહાવીરના શાસનને પામેલા મારા વીરના સંતાનો વીરના માર્ગને પામ્યા વિના ન રહેવા જોઈએ. પૂ. મહાસતીજીની તબિયત ગમે તેવી નાદુરસ્ત હોય છતાં તેઓ પ્રવચનની પ્રભાવના કરવાનું તે કયારે પણ ચૂક્તા નથી. અત્યાર સુધીના ૩૯ વર્ષના સંયમી જીવનમાં પૂ. મહાસતીજીને વિહાર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રમાં થયેલ છે. તેમના ઉ દેશથી ઘણું આત્માઓએ આજીવન બ્રહ્મચર્યવ્રત તેમજ વ્રત પચ્ચખાણ અંગીકાર કરેલ છે. - પૂ. મહાસતીજીના પ્રતિબંધથી વીસ બહેને વૈરાગ્ય પામીને તેમની પાસે દીક્ષા અંગીકાર કરીને તેમના સુશિષ્યાએ થયેલ છે, અને જૈન શાસનની અભિવૃદ્ધિ કરી રહેલ છે. જૈન શાસનમાં પૂ. મહાસતીજીએ એક જૈન સાધી તરીકે રહીને તેમણે પૂ. ગુરૂદેવ શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબ અને પૂ, શ્રી ગુલાબચંદ્રજી મહારાજ સાહેબના કાળધર્મ બાદ ખંભાત સંપ્રદાયનું સુકાન ચલાવેલ છે. જે જૈન શાસનમાં વિરલ છે. એટલું જ નહિ પણ ખંભાત સંપ્રદાયના સંઘપતિ શ્રી કાંતિભાઈની દીક્ષા પણ પૂ. મહાસતીજીના હસ્તક થઈ છે જે આજે મહાન વૈરાગી પૂ, કાંતીષજી મહારાજ સાહેબ તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે. આજે ખંભાત સંપ્રદાયમાં ૫. કાંતીત્રીજી મહારાજ સાહેબ ઠાણા-૧૧
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy