SearchBrowseAboutContactDonate
Page Preview
Page 586
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સ્વાસ પર ચાલતાં કઈ સામાન્ય માણસે બહાર પાડયું નથી પણ સાડા બાર વર્ષ સુધીની એકધારી સાધના પછી આત્મામાં જ્ઞાનજ્યોતિ પ્રગટાવી ભગવાન શ્રી મહાવીર પ્રભુએ માનવતા જીવનમાં મૈત્રીનું પ્રભાત પ્રગટાવવા બહાર પાડેલું આ સત્ય છે. આજે એ સત્યને અપનાવવાને પવિત્ર દિવસ આવી ગયું છે. ચૂક્યા તે ફરી પાછે આ પવિત્ર દિવસ હાથ નહિ લાગે. આજના દિવસે બીજું બધું ભૂલી એક કામ કરે. જે મળે એને મિચ્છામિ દુક્કડ કહે. તમારી ભૂલ હોય તે માથું મૂકીને રડી પડે ને બીજાની ભૂલ હોય તે હસતાં હસતાં એને ભેટી પડે. આજથી હૃદયની ધડપથીમાં આ મેસ્ટ ઈમ્પોર્ટન્ટનેંધી રાખજે કે કેધની શરૂઆત અને વૈરને વસવસે જાગે કે ક્ષણ પણ ઉપેક્ષા નહિં કરતાં ભડકાની શરૂઆતમાં ચેતી જજે અને પર્યુષણ પર્વનું ક્ષમાપના કર્તવ્ય એ સ્મરણ કરજો. બંધુઓ! અંતઃકરણ પૂર્વક પાપને પશ્ચતાપ થાય, મિચ્છામિ દુક્કડં દેવાય તે આપણે આત્મા પવિત્ર અને નિર્મળ બને. (પૂ. મહાસતીજીએ ક્ષમાપના વિષે ઉદાયન રાજા અને ચંડપ્રદ્યોતન, તથા મૃગાવતીજી તેમ જ વૈરનું વાવેતર કરવાથી આ જીવને વૈરની વણઝાર ભવભવમાં કેટલી હેરાન કરે છે તેનું ખૂબ સુંદર રીતે ન્યાય અને દાખલા આપીને ખૂબ વિસ્તૃત રીતે વર્ણન કર્યું હતું. જે સાંભળતાં શ્રોતાજનોના દિલ કુણા બની ગયા હતા.) આજે ક્ષમાપના વિષે ઘણું ઘણું કહેવાઈ ગયું છે. આ સાંભળીને જીવનમાંથી વૈર ઝેરના કાંટા કાઢીને સાચી ક્ષમાપના કરીએ તે જ આપણે આદાન પ્રદાનનું મહાપર્વ સારી રીતે ઉજવ્યું ગણાય. છેલલે હું આપ બધા પાસે એટલી અભિલાષા રાખું છું કે તન મન વચનના તાપ શમાવી, વેર ઝેર વિસરીએ, સંવત્સરીનું પ્રતિક્રમણ કરીને, ક્ષમાયાચના કરીએ, ભવોભવ કેરું ભ્રમણ ટાળવા, આ ભવથી ઉગરીએ, કવાની કાલિમા હૈઈને, આત્માને ઉજજવળ કરીએ.” ૐ શાંતિ ભાદરવા સુદ ૭ને શનિવાર વ્યાખ્યાન નં. ૫૪ તા. –૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંત કરૂણાનિધિ, શાસનસમ્રાટ, તીર્થંકરદેવ મહાવીર સ્વામીએ ભવ્ય જીવોના ઉદ્ધાર માટે ફરમાન કર્યું કે હે ચેતન ! તું અનાદિકાળથી પરભાવમાં રખડી રહ્યો છે. ઇન્દ્રિયને વશ થઈને પૌગલિક સુખમાં તે અનંતકાળ પસાર કર્યો, પણ હજુ તને તૃપ્તિ ન થઈ. શા માટે? અંતરના ઊંડાણથી વિચાર કરશે તે સમજાશે કે તમે જે સુખની ઇચ્છા રાખે છે તે અશાશ્વત છે. ક્ષણિક છે અને મહાન પુરુષે જે સુખ માટે પ્રયત્ન કરે છે તે સુખ શાશ્વત છે. તે સુખ
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy