SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ પ૭ એમ થાય છે. આ જેન શેઠે વિચાર કર્યો કે બજાર બંધ છે તે આજુબાજુના ગામમાં ઉઘરાણીનું કામ પતાવી આવું. શેઠ ઉઘરાણું નીકળ્યા ત્યારે એમના ઘરાકે કહેવા લાગ્યા શેઠ! અત્યારે તે તમારા પર્યુષણ ચાલે છે. ધર્મ કરવાનું છોડીને ઉઘરાણી ક્યાં નીકળ્યા ! ત્યારે કહે છે કે આ પણ ધર્મ જ છે ને ? (હસાહસ) જેની પાસે પૈસા ન હોય તે કહે છે શેઠ! દયા કરે. હમણું પિસા નથી. સગવડ થશે એટલે વ્યાજ સહિત પાછા આપી દઈશું, પણ આ મહાલેભી શેઠ તે ગમે તેમ કરીને પૈસા કઢાવ્યે જ છૂટકે કરતે. | એક ઘોડાગાડી ચલાવનારો માણસ જ્ઞાતિને મુપલમાન હતું. એની પાડોશમાં જૈનનું ઘર હતું. જૈનના સહવાસથી તેને જૈન ધર્મના સારા સંસ્કારે પડ્યા એટલે એ મુસલમાન હોવા છતાં જૈન જેવું જીવન જીવતા. મુસલમાનોના તમામ વ્યવહારથી તે અલગ થઈ ગયે. એને ટાઈમ મળે એટલે જૈનને ઘેર જઈને બેસે અને તે ઘરના સંસ્કારી માણસો એને ધર્મ સમજાવતા એ અંતરમાં ઉતારતો. જૈન ધર્મની શ્રદ્ધા દઢ બની. આ મુસલમાને પેલા લેભી શેઠ પાસે એક વખત ૫૦૦ રૂપિયા લીધેલા, તેથી તે રાત દિવસ ચિંતા કરતે કે કયારે ભરી દઉં, પણ એ પાપકર્મને એ ઉદય હતું કે સ્ટેશને બીજા ગાડી. વાળાઓની ગાડીમાં બેસવા માણસે પડાપડી કરે અને આની ગાડીમાં બેસવા કેઈ આવતું નહિ. આખે દિવસ જાય ત્યારે માંડ એની ગાડીમાં એકાદ બે માણસે બેસનાર નીકળતા, તેથી એને પિતાનો ખર્ચ કાઢવું પણ મુશ્કેલ પડતું હતું. આવી એની પરિસ્થિતિ હતી. એવામાં પેલા શેઠ સંવત્સરીના આગલા દિવસે મુસલમાનને ઘેર ઉઘરાણી કરવા આવ્યા અને રૂઆબથી કહે છે કે મારા રૂ. ૫૦૦ અને સવા રૂપિયા વ્યાજના એમ સવા છ રૂપિયા રોકડા ગણું આપ. મુસલમાન કહે છે શેઠ ! મારી પાસે હાલ કંઈ નથી. મારું ગુજરાન માંડ માંડ ચાલે છે. મને આપના રૂપિયાની રાત દિવસ ચિંતા થાય છે કે હું કયારે આપી દઉં! પણ મારા પાપકમને ઉદય છે. શેઠ ! મારું કામ ચાલતું નથી ને કમાણી થતી નથી, પછી હું પૈસા કયાંથી લાવું? મને માફ કર શેઠ ! અને અત્યારે તે આ પર્યુષણ પર્વના દિવસે ચાલે છે. આ ધર્મ કરવાને છેડીને આ તકલીફ શા માટે લીધી ? ત્યાં તે શેઠે તાડૂકીને કહી દીધું કે મારે તારે ઉપદેશ સાંભળ નથી, તું મને પૈસા આપી દે પૈસા સિવાય બીજી કોઈ વાત નહીં. જુઓ, આ શેઠ જૈન છે પણ જૈનના સંસ્કાર નથી, અને આ મુસલમાન જૈન નથી પણ રગેરગમાં જૈન ધર્મ પ્રત્યે શ્રદ્ધા છે. શેડને ખૂબ સમજાવ્યા કે હું ગમે તેમ કરીને પંદર દિવસમાં તમને વ્યાજ સહિત રૂપિયા આપી દઈશ, ત્યારે શેઠ કહે છે જે હોં-ભૂવો નહિ. પંદર દિવસમાં પૈસા નહિ આપે તે જીવતે નહિ રાખું. એમ કહીને શેઠ ચાલ્યા ગયા. મુસલમાન ખૂબ ચિંતાતુર બની ગયે. ખાતે પીતે નથી, એને એક જ વિચાર આવવા લાગ્યો કે શું કરું? ઝેર ખાઈને મરી જાઉં? આ પૈસા કયાંથી લાવું? ત્યારે સ્ત્રી કહે છે તમે આ જૈન ધર્મ સ્વીકાર્યો ત્યારથી દુઃખી દુઃખી થઈ ગયા. છોડી દે આ ધર્મ. આપણે ધર્મ પાળે.
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy