________________
શાહ સુવાસ ઉપાસક આજે સૌને ઉપાસક બની ગયો છે, તેથી વિલાસી ચિત્રો જેવા કેટલા દિવસ અગાઉથી ટિકિટ મંગાવી રાખે છે. એવા વિલાસી ચિત્રો જોઈને ભેગપ્રધાન જીવનમાં એનું આંધળું અનુકરણ કરવા લાગે છે, તેથી ત્યાગ, શીલ વિગેરેથી મઘમઘતું માનવજીવન વિલાસમય બનતું જાય છે અને માનવ ભેગે તરફ ઢળતો જાય છે. શીલ વિનાને માનવ કીડાથી ખદબદતા કૂતરા જેવો છે. જેના શરીરમાં ચાંદા પડી ગયા છે તેમાં કીડા ખદબદે છે, દુર્ગધ મારે છે, આ કૂતરે જ્યાં જાય ત્યાં બધા એનાથી ભયભીત રહે છે અને તે બધેથી હડધૂત થાય છે તેમ શીલ વિનાને માનવી જ્યાં જાય ત્યાં તેને બધા હડધૂત કરે છેએને કઈ વિશ્વાસ કરતું નથી. આટલા માટે જ્ઞાની પુરુષે કહે છે કે શીલ વિનાના જીવનની કઈ કિંમત નથી. શીયળ એ માનવજીવનનું સર્વોપરિ શિખર છે. માનવમાં વિનય, નમ્રતા, ઉદારતા, સરળતા, જ્ઞાન આદિ ગમે તેટલા ગુણ હોય પણ જે તેનું શીલ ચેખું ન હોય તે બીજા ગુણેની કઈ કિંમત નથી. ઘણાં માણસે પર્વત ઉપર ચઢવાની તાલીમ લઈને હિમાલય જેવા ઉંચામાં ઉંચા પર્વતના શિખર ઉપર ચઢે છે તેમ આપણે પણ શીયળ વ્રત પાળવાની તાલીમ લઈને શીધર્મના ઉંચામાં ઉંચા શિખરને સર કરીને આત્મિક સુખની પ્રાપ્તિ કરવાની છે.
પહેલાના માણસે ફાનસ સળગાવતા હતા. આજે તે ઘરઘરમાં લાઈટે આવી ગઈ છે. એ ફાનસમાંથી પણ બેધ મળી શકે છે. ફાનસમાં કેરોસીન પૂરીને તેને વાટ દ્વારા ઉચે ચઢાવવામાં આવે છે ત્યારે અંધારા ઓરડામાં પ્રકાશ પથરાય છે, પણ જે ફાનસનું તળીયું કાણું હોય તે તે કેરોસીન ઉંચે જવાને બદલે જમીનમાં ચૂસાઈ જાય છે જેથી ફાનસ અંધકાર નષ્ટ કરી શકતું નથી, તેવી રીતે જે માનવ શીયળતનું પાલન કરે તે વીર્યશક્તિને ઉર્ધ્વગામી બનાવી આત્માનું ઓજસ વધારીને જીવનને તેજસ્વી બનાવી શકે છે, અને જે શીયળવ્રતનું પાલન ન કરે તે વીર્યશક્તિને ક્ષીણ કરીને જીવનને અંધકારમય બનાવી દે છે. જેમણે શીયળવ્રતનું પાલન કરીને આત્માનું સૌંદર્ય ઝળકાવ્યું હતું એ પુરૂષ કેણ હતા? તે તમે જાણે છે? હમણાં નહિ ખબર પડે પણ હું કહીશ ત્યારે એમ થશે કે આ તે અમને આવડતું હતું. શીયળવંતા સુદર્શન શેઠના જીવનમાં કેવી કપરી કસેટી આવી હતી છતાં કેવા અડગ રહ્યા.
“શીલના સોંદર્યથી ઝળહળતા સુદર્શન” :- શ્રેણીક રાજાની અભયા નામની રાણીને એની કપિલા નામની દાસીએ કહ્યું કે આપણું નગરીમાં સુદર્શન શેઠ ખૂબ સૌંદર્યવાન છે. એના સૌંદર્ય આગળ દેવ પણ ઝાંખા પડી જાય. આ સાંભળીને અભયા રાણીને સુદર્શન શેઠ પ્રત્યે મેહ જાગે, એટલે તેણે એની પંડિતા દાસીને સુદર્શન શેઠને પિતાના મહેલે લઈ આવવાને હુકમ કર્યો. પંડિતા દાસીએ કહ્યું–મહારાણીજી! સુદર્શન શેઠ એ કે સામાન્ય માણસ નથી. ફણીધર નાગના મસ્તકેથી મણ લાવે સહેલ છે પણ સુદર્શન શેઠને શીયળથી ભ્રષ્ટ કરવા તે મહાને અઘરું કામ છે, પણ કામાતુર