SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સંવાસ જીવનમાં સંયમ અપનાવવો પડશે. આ દુર્ગની દુર્ગધથી ભરેલા વાતાવરણના અણુઅણુમાં શીયળની સૌરભ સ્પર્શશે તે આ દુર્ગધ દૂર થશે. એક જમાને એ હતું કે માનવ પિતાના જીવનને પવિત્ર રાખવા માટે દેહ અને દોલતની પરવા કરતા ન હતા. આજે જ વિષય વાસનાના કીડા બનીને હરખાય છે પણ એને ખબર નથી કે જેની પાછળ કામનાને કીડો બનીને પાગલ બન્યો છું એ મારો સાથ કયાં સુધી રાખશે? રાયપણી સૂત્રમાં પરદેશી રાજાને અધિકાર આવે છે. એ તે તમે ઘણી વાર સાંભળે છે. પરદેશી રાજાને સૂરિકતા નામની સૌદર્યવતી રાણી હતી. તેની પાછળ પરદેશી રાજા મુગ્ધ હતા. એમના હૈયામાં વાસનાનું રાજ્ય હતું. તેમના હૈયામાં સંયમ માટે એક તસુ જેટલી જગ્યા પણ ન હતી. હૃદયમાં ક્યાંય સદાચારના અંકુરા દેખાતા ન હતા, પણ એક વખત કેશીસ્વામીને પરિચય થતાં પરદેશી રાજા પરદેશી મટી સ્વદેશી બન્યા. જેમનું જીવન વાસનામાં તરબળ હતું તેમનું જીવન વાસનાથી વિરક્ત બન્યું અને ધર્મવાન બન્યા, પણ એમની પ્રિયાણ સૂરમંતાને વિશ્વાસ નથી કે જે પરદેશી રાજાના અણુઅણુમાં વાસના ભરેલી છે, જે મારી પાછળ પાગલ છે એ વળ ધર્મ કયાંથી બની જાય? એમના અંતરના કેડીયામાં ધર્મની જાત કયાંથી જલે? પણ અનુભવ થતાં ખાત્રી થઈ કે આ તે બરાબર ધર્મના રંગે રંગાઈ ગયા છે. એમને સંગને રંગ બરાબર લાગે છે. પતિની રગેરગમાં ધર્મને રંગ ચઢેલે જઈને સૂરીલંતાએ મનમાં વિચાર કર્યો કે મારે માટે હવે આ છે મૃત કલેવર છે, એ મારા માટે કંઈ કામના નથી. જે સૂરીલંતા પિતાના પતિની પાછળ પ્રાણ આપવા તૈયાર હતી તે જ સૂરીલંતા પિતાને સ્વાર્થ પૂરો થતાં આજે પ્રાણ લેવા તૈયાર થઈ. અત્યાર સુધી પરદેશી રાજાના સુખે સુખી અને દુખે દુઃખી થનારી સૂરીલંતાએ વાસનામાં અંધ બનીને પરદેશી રાજાને ભેજનમાં વિષ આપ્યું. આ સમયે કેશીસ્વામી પાસેથી મળેલી ધર્મની નાની સરખી જત પરદેશીને મશાલ રૂપ બની ગઈ. અંધકારભર્યું જીવન મહાપ્રકાશના પંથે વળી ગયું. એમને ખબર પડી કે સૂરીkતાએ ઝેર આપ્યું છે છતાં એ ઝેરનું વમન કરવા કઈ દવા લેવા ન ગયા પણ પૌષધશાળામાં જઈ પૌષધવ્રતમાં બેસી ગયા. ઝેર આપીને પણ ઝેરીલી નાગણ જેવી સૂરીમંતા અટકી નહિ. પૌષધશાળામાં જઈને પ્રાણનાથ ! કહેતા ગળે ટૂંપો દઈ દીધે છતાં પણ પરદેશીએ સૂરીઢંતા પ્રત્યે બિલકુલ કોધ ન કર્યો પણ ક્ષમાભાવ રાખ્યો. પૌષધમાં સમાધિ મરણે મરીને દેવલોકમાં મહાન સુખના સ્વામી બન્યા. બંધુઓ ! જુઓ, પરદેશી રાજાના જીવનમાં સંતના સંગે કેવું પરિવર્તન કરાવ્યું ! આટલા માટે જ્ઞાની પુરુષે કહે છે કે સંગ કરે તે સંતને અને સજજનેને કરે, પણ આજે સંતની ત્યાગીની વાતે કેને ગમે છે? ત્યાગીની વાતે હંબક લાગે છે, અને વાસનાઓ વધતી જાય છે એ વાસનાઓથી ભરેલી દષ્ટિ સૌંદર્યને શેધે છે. જ્ઞાનને ઉપાસક, શીલને
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy