SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ દિવસ પણ આવી ગયે. આજના દિવસનું નામ તેલાધર છે. તેલાધર એટલે કે આજથી ત્રીજે દિવસે સંવત્સરીને પવિત્ર દિવસ આવશે. આજનો દિવસ એ સૂચન કરે છે કે સંવત્સરી આવતા પહેલાં હે જી ! તમે પાપનું પ્રક્ષાલન કરીને પવિત્ર બની જાવ. આ પવિત્ર દિવસે આપણને ચરમધામ (મેક્ષ) પામવા અને પરમ કામ કરવા માટેની પ્રેરણા આપી રહ્યા છે. સુધર્મ અને સુકર્મના માર્ગમાં આગેકૂચ કરવાનું આમંત્રણ આપે છે. જીવનને તપ-ત્યાગ અને તિતીક્ષાની ત્રિવેણીનું મંગલ પ્રયાગ બનાવવા માટેનું ઉદ્ધ ન કરે છે. સંસારના સમરાંગણમાં શૂરવીર બની વિજ્યની વરમાળ વરવા માટેને શંખનાદ કરી રહ્યું છે. આ પર્યુષણ પર્વને શંખનાદ સાંભળીને જાગૃત બને અને કર્મના રસિક મટીને કલ્યાણના રસિક બને. આ પર્વાધિરાજનો મંગલ સંદેશે છે. આવા પર્વના દિવસનું સ્વાગત કરતા આત્મિક સુખના ઉલ્લાસી આત્માઓ ગાય છે કે – ચમક ચમક ચમકારે કરે. જિનશાસનને ચમકારે રે...પર્વાધિરાજ પધાર્યા. હેમ તણે સૂર્ય ઉગે આજે મોતીડે મેહ વરસ્યા. રત્નચિંતામણી આવી મળીયું, ધર્મના દિવસે ફરસ્યા. શાસન શોભા વધારે છે. જાગ્યે પુણ્ય સિતારો રે.પર્વાધિરાજ પધાર્યા. આ દિવસોમાં અપૂર્વ તપ-ત્યાગની આરાધના કરીને આત્મારૂપી વાસણ ઉપરથી કમેંરૂપી કાટ ઉખેડીને આત્માની ન્યાત ઝળકો ને જિનશાસનની શેભા વધારે. પર્યુષણ પર્વના દિવસે આવે છે ત્યારે જૈનેની ઉગ્ર તપશ્ચર્યાએ જોઈને જૈનેતર પણ આનંદ અનુભવે છે. જેને તપ ઈતર ધર્મોમાં ઘણે પ્રભાવ પાડે છે. જૈન ધર્મની નાનામાં નાની ક્રિયાઓ પણ મહાન લાભદાયી છે. સમજણપૂર્વકની અલ્પ ક્રિયાઓ પણ કર્મોને ક્ષય કરાવીને મહાન લાભ આપે છે. જેનશાસન એટલે મહાન લાભ અપાવનારું શાસન. તમે કઈ માણસની પાસેથી દશ હજાર રૂપિયા વ્યાજે લીધા. વર્ષે બે વર્ષે તમારી પાસે સગવડ થઈ ત્યારે તમે વ્યાજ સહિત સામેથી આપવા માટે જાઓ. એ લેણીયાએ પૈસા વ્યાજ સહિત ગણીને લઈ લીધા પણ એને સામેથી આપવા ગયા છતાં એ તમને પાંચસો કે હજાર રૂપિયા પણ પાછા આપે ખરે કે લે ભાઈ! તું મને સામે ચાલીને આપવા આવ્યો તો તને ખુશ થઈને આપું છું. બેલ આપે ? (Aતામાંથી અવાજ–પાંચમાંથી પચાસ પણ ન આપે એ તમને ન આપે પણ અહીં જુઓ કેટલે લાભ છે ! ગૌતમસ્વામીએ ભગવાનને પૂછયું કે હે ભગવંત! વિતરાગી સંતેને વંદન કરવાથી જીવને શું લાભ થાય? ભગવંતે જવાબમાં કહ્યું- હે ગૌતમ ! “નાથં વર્ષ ર0રૂ, કદાચં વí નિવપદ” | વંદન કરવાથી જીવ નીચગવ્ય કર્મ અપાવે છે ને ઉંચગવ્ય કર્મ બાંધે છે. વંદન કરવામાં પણ કે મહાન લાભ છે ! વંદણ કરી તેથી નીચ શેત્ર કર્મનું આયુષ્ય બાંધ્યું હતું તે ખપાવ્યું. એ તે કર્મનું કરજ ચૂકવ્યું પણ સાથે ઉંચગવ્ય કર્મ બાંધ્યું એ લાભ થયેને? તમારા
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy