SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ શાહપ વસ દષ્ટિમાં દરેક જીવ સમાન હતા. અહિંસા, અપરિગ્રહ, અનેકાંતવાદ અને કર્મના સિદ્ધાંત જગતને આપ્યા. સત્ય, પ્રેમ, કરૂણા, સમતા અને સંયમના આચરણ દ્વારા પ્રચંડ પુરૂષાર્થ કરી પ્રાણીમાત્રને પાવનકારી પંથે પહોંચવાની પ્રેરણા આપી. ભગવાને આત્મસાધના સાધવા માટે ભરયુવાનીમાં રાજપાટના સુખ, વૈભવ ભોગવવાને બદલે સંસારને ત્યાગ કરી દીક્ષા લીધી, અને મહાભયંકર વગડાની વાટે વિચર્યા. શાશ્વત પદની સિદ્ધિ માટે આત્માનું ધ્યાન ધર્યું. માર્ગમાં અનેક સંકટના કંટક આવ્યા, ઉપસર્ગોની આંધી આવી. તે દરેકને તેમણે પ્રસન્નતાપૂર્વક સામનો કર્યો. લેશમાત્ર ડગ્યા વિના પિતાના ધ્યાનમાં મગ્ન રહ્યા. દુઃખ દેનારા જીવોનું પણ એમણે કલ્યાણ ઈછયું અને ક્ષમા, સમતા અને કરૂણાના શસ્ત્રો વડે પિતાની સાધનાને વિજય મેળવ્યું. એવા સમતાના સાગર ભગવાને સાડા બાર વર્ષ અને એક પખવાડિયા સુધી કઠણમાં કઠણ તપશ્ચર્યા કરી ત્યારે કષ્ટ અને દુઃખ, ભૂખ અને તરસ, ટાઢ અને તડકા જે કાંઈ જીવનના કામમાં સામેથી આવ્યું તેને સહર્ષ સ્વીકાર કર્યો અને સાધના સાધતાં પરમ કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી શાશ્વતપદની પ્રાપ્તિ કરી અને “જે સહન કરે તે શુદ્ધ થાય અને શુદ્ધ થાય તે સંપૂર્ણ બને.” એવા ઉચ્ચ આદર્શો શીખવ્યા. અરસપરસને વેર શમાવ્યા, રાગ દ્વેષના ઝઘડા શમાવ્યા, પ્રેમ મૈત્રીની ભાવના પ્રગટાવી શાંતિને સંદેશ સંભળાવે, એવા ત્રિશલાનંદન વીર જિણુંદને, વંદન વારંવાર, ભગવાન મહાવીરના જીવન વિષે ઘણું કહેવાયું છે. સમય થઈ ગયો છે. વધુ ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૫૧ ભાદરવા સુદ ૩ ને મંગળવાર તા. ૫-૯-૭૮ શીલ અને સૌંદર્ય સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન ! અનંતકાળથી કર્મના કાટથી મલીન બનેલા આત્માને કાટ ઉખાડી આત્માને શુદ્ધ કરવા માટે પર્યુષણ પર્વના દિવસો ચાલી રહ્યા છે. આપણુ જૈનશાસનમાં પર્યુષણ પર્વને બધા પવેને રાજા કહેવાય છે. આ આઠ દિવસ મહાન છે. “આતમને કરે તાજા ને કર્મોને કરે સજા.” આ આઠે આઠ દિવસે કર્મોને સજા કરે છે ને આત્માને તાજો કરે એટલે કર્મોના કાટ ઉખેડીને તેજસ્વી બનાવે છે. દિવાળીમાં લેકે વાસણના કાટ ઉખેડે છે તેમ આપણે પર્યુષણ પર્વમાં છકાઈ, અઠ્ઠાઈ, સાળભથ્થુ, માસખમણ વિગેરે તપશ્ચર્યા કરીને કર્મોના કાટ ઉખેડીને તેને ઉજજવળ બનાવવાનો છે. આ પર્વના દિવસે આરાધક આત્માઓના મદને રદ કરે છે. આ દિવસે તે ગણત્રીના જ છે. પાંચ પાંચ દિવસે તે પલકારામાં પસાર થઈ ગયા ને આજે છઠ્ઠો
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy