SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રખર વ્યાખ્યાતા, બાલ બ્રહ્મચારી, વિદુષી પૂ. શારદાબાઇ મહાસતીજીની જીવનરેખા પ્રેરણાદાયી વૈરાગ્યમય જીવન” પવિત્ર ભારતભૂમિ એ અનેક વીરરત્નની ખાણ છે. જે ભૂમિમાં અનેક તીર્થ કરે, કેવળી ભગવંતે અને શાસનના વીરલા ને હીરલા જેવા તેજસ્વી ર થયા છે તેવા શાસન રત્નાથી આજે પણ આ ભૂમિ ઝળહળી રહી છે. તે રન્નેમાં એક છે. જૈન શાસનમાં એ સતી તરીકે રહીને જેમણે જૈન શાસનને ડંકે દેશે દેશમાં વગાડી, જ્ઞાનની પરમ તેજસ્વી પ્રભા પ્રગટાવી અનેક સુષુપ્ત આત્માઓની ચેતનાને જાગૃત કરી અધ્યાત્મ માર્ગે વાળ્યા છે. જેમણે દિવ્ય જીવન જીવવાની કળાને અપૂર્વ બોધપાઠ જગતને આપે છે. જેમના નામથી. આજે કઈ પણ વ્યક્તિ અજાણ નહિ હોય. એવા છે ખંભાત સંપ્રદાયના પ્રખર વ્યાખ્યાતા. શાસનરના, મહાન વિદુષી બા.બ્ર.પૂ. શ્રી શારદાબાઈ મહાસતીજી. સંત પુરૂષને જન્મ આપનાર માતા પણ અમર બની જાય છે. તારાઓના સમૂહ પણ હજારે બાળકોને જન્મ આપનાર અનેક માતાએ હોય છે પણ સૂર્ય સમાન મહાન તેજવી યશસ્વી, શાસન રત્નને જન્મ આપનાર માતાઓ વિરલ હોય છે. આદર્શ માતાઓ જ જૈન શાસનમાં ધર્મ ધુરંધર બની શકનાર આત્માઓને જન્મ આપી શકે છે અને પિતાના સંતાનને વીરતાના, પૈયતાના પાઠ પઢાવી, સદ્ગુણોના શણગારેથી શણગારી સંતાનોની મહામૂલ્ય ભેટ જૈનશાસનને અર્પણ કરી શકે છે તેથી આવા શાસનરત્ના સતીજીના જીવનની રૂપરેખા આલેખતા પહેલાં તેમના જન્મદાતા માતા-પિતાનું આલેખન કરવાનું મન થઈ જાય છે. શાસનપ્રેમી ધર્મરસિક પિતા વાડીભાઈ તથા સદગુણેથી શોભતા માતા સારી બહેને જૈન શાસનને ઉજજવળ કરનાર અને સંપ્રદાયની શાન વધારનાર, જીવન ઉદ્ધારક, પ્રતિભા શાળી મહાન સતીન બા. બ્ર. પૂ. શારદાબાઈ મહાસતીજીને સંવત ૧૯૮૧ ના માગશર સુદ ૧૧ ના પવિત્ર દિવસે મધ્યરાત્રીએ સાણંદ શહેરમાં જન્મ આપે. ખરેખર કેને ખબર હતી કે આ નાનકડી બાળા ભવિષ્યમાં વીર પ્રભુના મહાન ત્યાગમાર્ગે પ્રયાણ કરી પિતાના સદ્દગુણ સુમનની સૌરભ સારી દુનિયામાં પ્રસરાવી, અમૃત. વાલસિંચાઈ ભવ્ય જીને બળતા દાવાનળમાંથી ત્યાગની શીતળ તપાવન ભૂમિમાં લાવી માતાપિતાના નામને દુનિયામાં રોશન કરશે. આ ભાગ્યશાળી માતા સકરીબહેનને પાંચ દીકરીઓ અને એ દીકરા હતા. જેમાં અત્યારે ચાર દીકરીઓ અને બે દીકરા મેજુદ છેઆપણે તે સુખ વાત શાસનને જયવત રાખનાર શાસનદીપિકા બા, બ્ર. વિદુષી. પૂશાહાબાઈ મહાસતીજીના જીવનની રૂપરેખા લખવી છે તેથી તેમના જીવનના પ્રસંગે વિચારી
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy