SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ ક શારદા સુવાસ. રાજકુમાર બન્યો. ત્યાં સંતના વચન સાંભળતાં ચિત્રકુમાર ચિંતન કરતાં કરતાં ક્ષેપક શ્રેણીએ ચઢતાં ભાવ ચરિત્ર મેળવશે ને તરત જ મેક્ષે જશે. આ રીતે ધર્મનાથ પ્રભુના શાસનમાં ઉંદરને જીવ સર્વ પ્રથમ મોક્ષગામી બનશે. બંધુઓ ! આવા દુષ્ટતે સાંભળીને તમે સમજે કે ભાવનાથી ભવને નાશ થાય છે, અને જીવ શિવગતિને પામે છે. એ વાત નિઃશંક છે. શુભ ભાવમાં રમણતા કરતે જીવ કર્મને ક્ષય કરે છે અને અશુભ ભાવમાં આથડતે જીવ કર્મના કાદવમાં રીબાઈ રીબાઈને પિતાનું જીવન બરબાદ કરે છે, માટે શુભ ભાવનાના સરોવરમાં સદા સ્નાન કરીને જીવનને પવિત્ર બનાવવું એ જ મનુષ્યને માટે શ્રેયકારી છે. આપણે ત્યાં દાનની પર મંડાઈ છે, ભવ્યજીએ શીયળના સાજ સજ્યા છે. તપસ્વીઓએ તપ કરીને મલાડ સ્થાનકને તપાવન બનાવી દીધું છે. બા.બ્ર. શોભનાબાઈ અને બા. બ્ર. હર્ષિદાબાઈને આજે ૧૮ મે ઉપવાસ છે. માનવંતા બેનને આજે ૪૬ મે ઉપવાસ છે. મંજુલાબહેનને, વૈરાગી મીનાક્ષીબહેનને ૨૬ મે છે. ઘણાં ભાઈ-બહેને આત્મલક્ષે ઉગ્ર તપની સાધના કરી રહ્યા છે. એ તે તપ કરીને કર્મની ગંજીએ બાળીને સાફ કરશે. આવા તપસ્વીઓને જોઈને આપણે પણ આજના દિવસે શુભ ભાવના ભાવીએ કે આપણે પણ આવા તપ કરીને કર્મોને ક્ષય કરી કેવળજ્ઞાન પામીને આપણે માનવભવ સફળ બનાવીએ. સમય થઈ ગયું છે. વધુ ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૪૯ ભાદરવા સુદ ૧ ને રવિવાર તા. ૩-૯-૭૮ હૃદય પરિવર્તન સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની, પ્રેમના પદધિ, વાત્સલ્યમૂર્તિ ભગવંતેએ ભવ્ય જીના આત્મકલ્યાણને અનુપમ માર્ગ બતાવતા સમજાવ્યું છે કે હે ભવ્ય જીવે ! માનવભવની એકેક ક્ષણ અમૂલ્ય છે. એ હાથમાંથી જશે તે ફરીને નહિ મળે. તમે નજરે દેખે છે ને કે આ પર્યુષણ પર્વના ત્રણ ત્રણ દિવસે તે જોતજોતામાં પસાર થઈ ગયા ને આજે ચોથે દિવસ આવી ગયો. આ પર્યુષણ પર્વ પ્રેરણાને પવિત્ર પયગામ લઈને આવ્યા છે. જેમના પુનિત પગલા થતાં જ માનવામાં પડેલી અનંત સુષુપ્ત શક્તિઓ એકાએક જાગૃત બને છે. જીવનમાં કંઈ જ નહિ કરનારા માણસે પણ આ પાવનકારી પર્વની પ્રેરણા પામીને ધર્મારાધના કરવા તત્પર બને છે. સૂના સૂના દેખાતા ધર્મસ્થાનકે પર્યુષણ પર્વના પગલે ધમધમી ઉઠે છે. આખો દિવસ પવિત્ર વાતાવરણ દેખાય છે. ધર્મક્રિયાઓના સુમધુર ઘેષ અધમ એને પણ ધર્મની નવી દિશા તરફ
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy