SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૮ શારદા સુવાસ આ માતા અને પુત્ર ને અનંતનાથ ભગવાનના શાસનમાં સંયમી જીવનમાં ખૂબ સુંદર આરાધના કરી રહ્યા છે. તારાચંદ્ર મુનિ યુવાન થતાં અત્યાર સુધી કાબૂમાં રહેલી એમના મનની પવિત્ર ભાવનાએ એક દિવસ વાસનાના હિલેાળાથી વિચલિત મની ગઈ. મનમાં અનેક પ્રકારના વિચારના તરંગા ઉછળવા લાગ્યા, પણ કંઈ ખેલી શકતા નથી. આ દુષ્ટ મન માનવીને કયારે વિષય વાસનાથી મલીન બનાવી દે છે તે કહી શકાતુ નથી. મનની ગતિ અતિ ચપળ છે, અને આ ઈન્દ્રિયાના ઘેાડા બહુ સાહિસક છે માટે એના ઉપર ખૂબ કંટ્રલ રાખે.. એને જ્યાં ને ત્યાં ભમવા ન દેશો. મુનિની ભાવનામાં દુષ્ટ વિચારાનું આંદોલન” – તારાચંદ્ર મુનિનું મન વાસનાના વઢાળથી મલીન બન્યું. એક વખત આ તારાચંદ્ર મુનિ ખડ઼ાર જાય છે. વાસનાએથી ભરેલા વિચારાના ઝલે ઝુલતા તારાચંદ્ર મુનિ પ્રકૃત્તિના એકેક રમણીય દ્રશ્યોને પેાતાની અને ખી દૃષ્ટિથી જોતાં જોતાં જ ંગલના માર્ગે આગળ વધ્યા. ત્યાં ઉંદરના ટોળાને ઘણીઉંદરડીએ સાથે ગેલ કરતુ જોયુ. ઉંદરડાઓ એમની ઉંદરડીએ સાથે નાચે છે કૂદે છે અને એકબીજા પ્રેમથી મસ્તી કરી રહ્યા છે. આ જોઇને તારાચંદ્રજી મુનિનું વિષયવાસનાથી વિદ્ભવળ અનેલું ચિત્ત વધુ ચકડોળે ચઢયું, અને મનમાં વિચાર કરવા લાગ્યા કે અહા ! સાધુપણામાં એક જ જગ્યાએ અંધાઇ રહેવાનું ! સાધુઓના આદેશ સહન કરવાના પણ મુક્તપણે વિચરવા ન મળે. સાધુપણાની દશા તે બંધને બંધાયેલા હાથી જેવી છેને પિંજરમાં પૂરાયેલા પક્ષી જેવી છે. પિંજરમાં પૂરાયા પછી પક્ષી લેાપાત કરે છે. ઝૂરે છે પણ એને સ્વતંત્રપણે જંગલની માજ માણવા મળતી નથી, તેમ સણામાં પણ એવી જ દશા છે. આ એક પિંજરુ જ છે ને ? સાધુપણા કરતાં તે આ ઉઢરતુ' જીવન કેટલુ સુદર છે! કે નહી' કેાઈ જાતનું અંધન કે ન કાઇની રોકટોક કે નહી કોઈના તાખામાં રહેવાનું. સ્વતંત્રપણે સંસારની મેાજ માણવાની. સાધુપણામાં તે આવી સ્વતંત્રતાનું નામ જ નહિં. આવા હેત ને પ્યાર પણ નહિ, એટલે આ ઉદરનુ જીવન સાધુપણા કરતાં શ્રેષ્ઠ છે. ર દેવાનુપ્રિયા : વિચાર કરો. કયાં સાધુપણાનુ શ્રેષ્ઠ જીવન ! અને કયાં તિય ચ ઉંદરનું જીવન ! પણ અંતરમાં વાસનાના કચરો ભળ્યા એટલે ઉંદરનું જીવન સાધુપણા કરતાં શ્રેષ્ઠ લાગ્યું, તારાચંદ્ર સુનિ ઠંડીલ જઈને પાછા ફર્યાં અને પોતાની સાધુપણાની આરાધના કરવા લાગ્યા. મન મલીન બન્યું પણ સાધુપણું છેટું નથી, પણ મનમાં આવા ભાવ આવ્યા તેનો આલેાચના કરી નહિ. મનથી બાંધેલા પાપના પરિણામ પણ જીવને ભાગવ્યા વિના છૂટકે થતા નથી. તારાચંદ્ર મુનિએ સાધુપણાની આરાધના કરવા છતાં મનના અશુભ પરિણામેના ચેગે પૂના પાપની આલેચના ન કરી, તેથી ત્યાં કાળ કરીને આછી સંપત્તિવાળા અને અલ્પ આયુષ્યવાળા દેવ થયા. દેવાની ચાર જાતિ છે. ભવનપતિ વાણુવ્યંતર, જ્યાતિષી અને વૈમાનિક, આરાધક સાધુ તે વૈમાનિક દેવમાં જ જાય પણ જે
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy