SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ જુએ, ભરત ચક્રવર્તિને અરિસા ભવનમાં કેવળજ્ઞાન થયું હતું. તમે પણ દરરોજ અરિસા સામે જુએ છે ને? અડધો કલાક તે ફક્ત વાળ સરખા કરવામાં વિતાવી દે છે, અને શું તમારી આંગળીએ પહેરેલી વીંટી ખેવાઈ ગઈ નહિ હોય? અરે, વીંટી તે શું પણ હાર સુદ્ધાં ગુમ થયે હશે પણ અરિસા સામે દેહની નશ્વરતાને વિચાર કેટલાને આવે? અને ભરત ચક્રવર્તિની જેમ અરિસાભવનમાં કેટલાને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું? ભરત ચક્રવર્તિને અરિસાભવનમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું તે તમે શું હોટલમાં ચા પીતાં પીતાં કે થીયેટરમાં નાટક સિનેમા જોતાં જોતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરશે? એમના દાદીમા મરૂદેવી હાથીની અંબાડી પર કેવળજ્ઞાન પામ્યા પણ આજની માતાઓ તે મને લાગે છે કે મોટરમાં બેસી, ચપાટીની હવા ખાતાં ખાતાં કેવળજ્ઞાન પામવાની ઈચ્છા રાખતી હશે. ખરું ને? (હસાહસ) તમે તમારા અંતરાત્માને પૂછી જુઓ કે એમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ કેવી રીતે થઈ? અને મારો આત્મા કેમ રઝળી રહ્યો છે? જરૂર અંતરમાંથી અવાજ આવશે કે આ બધું ભાવનાનું પરિણામ છે. જીવન બાગ કે બનાવશે? - બગીચામાં પુષ્પ ખીલે છે ને એ પુષિ બાગને સુવાસથી ભરી દે છે, તેમ આ માનવજીવન એ એક બગીચો છે. એ બગીચામાં સુવિચારના પુષ્પ ખીલવા જોઈએ. જેથી જીવનબાગ સુવાસથી મહેંકો રહે, શું આ જીવન તમે ઉકરડો બનાવી દેવા જેવું સસ્તુ માને છે? બંધુઓ! તમારા મહાન પુણ્યગે તમને આ સુવર્ણ અવસર પ્રાપ્ત થયો છે. અનેક સાધનેની સુંદર તક તમને મળી છે અને તે પણ માનવ જેવા ઉત્તમ જીવનમાં, પછી તે પ્રત્યેક શ્વાસેચ્છવાસમાં ભાવનાને આવિર્ભાવ થ જોઈએ ને? જેટલા પ્રમાણમાં ભાવનાને વિકાસ થતું જાય તેટલા પ્રમાણમાં દુર્ભાવનાને વિનાશ થતું જાય છે. બગીચામાં બાવળીયા ન શોભે. ત્યાં તે સુગંધ અને ઠંડક આપનાર ચંદન આદિના વૃક્ષે શોભે તેમ માનવ જેવા ઉચ્ચતમ જીવનમાં કાંટાળા બાવળીયા સમી દુર્ભાવના કયારે ય સંભવી શકે નહિ. ત્યાં તે પરમશાંતિની પરિમલ પ્રસરાવનાર ભાવનાના સુગંધી ચંદનવૃક્ષે સંભવી શકે. દેવાનુપ્રિયે! તમે આટલું ગેખી રાખજો કે આપણે અહીં દટાવા નથી આવ્યા પણ અદ્ધર ઉડવા આવ્યા છીએ. આત્મા મરતો નથી, દેહ મરે છે, શરીર દટાય છે, આત્મા કદી દટાતું નથી. ધૂળની તાકાત છે કે તે આત્માને દાટી શકે? જેનું માટીમાં જ સર્જન અને માટીમાં જ વિસર્જન થાય છે તે આત્મા નહિ પણ દેવ છે. દેહને આત્મા માની લે તે કેવી ભયંકર ભૂલ છે! એકને માર્ગ અગામી છે ને બીજાને માર્ગ ઉદર્વગામી છે. માટે આ ભવમાં એવી ભાવના ભાવે કે ભાવમાં વધારે ભમવું પડે નહિ, આવા ઉચ્ચ ભાવમાં પણ જે હેજ દુર્ભાવના આવી જાય છે તે જીવની કેવી દશા થાય છે? અને એ જ આત્મા જ્યારે પાછે સ્વઘરમાં સ્થિત થાય છે ને શુભ ભાવના ભાવે છે તે
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy