SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૪ શારદા સુવાસ આ તા ગધાતી ખાડીનુ પછી રાજાને જમવાનુ આમંત્રણ આપ્યુ. રાજાએ જમીને પાણી પીધુ એટલે પ્રધાનને પૂછ્યું. પ્રધાનજી ! તમે આવું પાણી કયાંથી લાવા છે ? આ પાણી તે કાકાકાલા અને ફેન્ટા કરતાં પણ મીઠું ને શીતળ અમૃત જેવું લાગે છે. તમે એકલા જ આવુ. પાણી પીએ છે ? મને તેા કી આપતાં નથી. પ્રધાને કહ્યુ. સાહેબ ! પાણી છે. એ આપ પીવા કે ન પીવા એટલે હું નથી આપતા. રાજાએ કહ્યુ પ્રધાનજી! ગધાતી ખાડીનું પાણી આવુ. મને જ નહિ. પ્રધાને નજર સમક્ષ પ્રયાગ કરી ખતાવ્યા ત્યારે રાજાના મગજમાં વાત ઉતરી કે અશુભમાંથી શુભ અને શુભમાંર્થી અશુભ મને છે. આવા પુદ્ગલા પણ જ્યારે અશુભમાંથી શુભમાં પરિણમે છે તે શું ભાવના અશુભમાંથી શુભ ન થાય? જરૂર થાય. “ ભાવનાનું ભવ્ય બળ ' – ખંધુએ ! શુભ ભાવનામાં મહાન શક્તિ રહેલો છે. ભાવનાભરી ભક્તિથી ભગવાન પણ ભક્તને આધીન અને છે. શખરીની રામચદ્રજી પ્રત્યે ભાવભરી કેટલી ભક્તિ હતી ! એની ભાવનાના બળથી એક દિવસ રામચંદ્રજી એની ઝુંપડીએ આવ્યા ને એના એંઠા બાર પ્રેમથી આરોગ્યા. આ ભાવનાનું મળ છે. શ્રીકૃષ્ણ અને સુદામાની મિત્રતા કેવી હતી તે તમને ખબર છે ને ? પરસ્પર કેવી ઉચ્ચતમ ભાવના હતી. મુઠ્ઠીભર ચાખા અને તે પણ કાચા. તેની કેટલી કિ ંમત હશે ? એ જમાનામાં તા માત્ર એ પૈસાના હશે, કારણ કે એ જમાનામાં આજના જેવી કારમી મેાંઘવારી ન હતી, છતાં એ કાચા ચાખામાં શ્રીકૃષ્ણને કેવા સ્વાદ આવ્યે હતેા ! તમારી દૃષ્ટિએ ભલે એ ચાખાની કાંઈ જ કિંમત ન હોય પણ તેનુ મૂલ્ય શ્રીકૃષ્ણને સમજાયું હતુ. એની કિંમત ખીજા ન આંકી શકે અને એના સ્વાદની મીઠાશ બીજા ન માણી શકે, કારણ કે એની પાસે એવુ... મૈત્રીભયુ હૈયુ... નથી હાતુ કે જે સુદામાની મિત્ર ભાવનાને સમજી શકે. જયાં શુદ્ધ ભાવનાના અભાવ હાય છે ત્યાં ઇચ્છા, તૃષ્ણા અને કલ્પનાના ઘોડા દેડવા માંડે છે. પરિણામે સંપત્તિના નાશ, અનિષ્ટના સાગ, ઈષ્ટના વિયાગ, અને સંસ્કૃતિને વિનાશ થતાં ભવની પરપરા વધી જાય છે. જેનાથી ભવ ઘટે તે ભાવના કહેવાય, અને જેનાથી ભવ વધે તે દુર્ભાવના કહેવાય. ભવ વધતાં દુઃખ વધે છે ને ભવ ઘટતાં સુખ વધે છે. અનાદિ કાળથી ચાલ્યું આવતું સુખ-દુઃખનું ચક્ર સદ્ભાવના અને દુર્ભાવનાનું પિરણામ છે. આત્મવિકાસ કે આત્મવિનાશની સાથે ઉન્નતિ અને અવનતિનું જો કઈ કારણ હાય તા તે ભાવના છે. ભાવના ક્રમમળને નાશ કરી સંસારની પર પરાને ઘટાડનાર મહાન રસાયણુ છે, તેથી મહાનપુરૂષો પોકાર કરીને કહે છે કે “ ભાવના ભવનાશિની’ શુભ ભાવના ભવપરંપરાના નાશ કરનાર છે, અને દુર્ભાવના ભવપર પરાને વધારનાર છે. ભવવૃદ્ધિનું કારણ કાઁખંધ છે. આ ક`બ ંધની ન્યૂનતા કે અધિકતાના આધારસ્ય ભ આપણી ભાવના, આપણા વિચારો, અને આપણા અધ્યવસાયે જ કારણભૂત છે. પાતાની અંતગત જેવી ભાવના તેવા પ્રકારનું પ્રાયઃ જીવન ખની જાય છે.
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy