________________
શાહ અપાય ખૂબ કરતા હતા ને પેઢી ધમધોકાર ચાલતી હતી એટલે એમની ઉદારતા, શ્રીમંતાઈ અને ધર્મપ્રિયતાને ડકે વાગતું હતું. એમની પ્રશંસા રવચંદ શેઠે ખૂબ સાંભળેલી. બાકી હરખચંદ શેઠને ત્યાં રવચંદ શેઠની કંઈ પણ રકમ જમા ન હતી. છતાં રવચંદ શેઠના મનમાં થયું કે હરખચંદ શેઠ ઉપર હૂંડી લખીને આપું. ત્યાં મારું કંઈ જમા નથી એટલે થાપણદારને નાણું તે નહિ જ મળે પણ એ લેવા જશે ત્યાં સુધીમાં જે મારા વહાણ આવી જશે ને એ ખાલી હાથે પાછો આવશે તે હું એના પૈસા ચૂકવી શકીશ.
“હુંડી લખતા રવચંદ શેઠની આંખમાંથી પહેલા આંસુ":- રવચંદ શેઠે થાપણદારને કહ્યું. ભાઈ! હું તમને હરખચંદ શેઠ ઉપર લાખ રૂપિયાની હુંડી લખી આપું છું. તમારે લઈને અમદાવાદ જવું પડશે. ત્યાં તમારું બધું લેણું વ્યાજ સહિત પતી જશે. થાપણદારને અમદાવાદ જવું પડ્યું એ ગમ્યું નહિ પણ જ્યાં નાણાં મળવાની આશા જ નથી ત્યાં અમદાવાદ જવાથી મળી જાય તે શું ખોટું ? એણે કહ્યું, ભલે શેઠ, લખી આપે. હું અમદાવાદ હુંડી લઈને જઈશ. શેઠ હુંડી લખવા માટે અંદરના રૂમમાં ગયા. ધ્રુજતા હાથે હુંડી લખી, ત્યારે આંખમાંથી આંસુના બે ટીપા હુંડી ઉપર પડયા. સહી કરીને હુંડી થાપણદારને આપી. એને તે પૈસા જોઈતા હતા એટલે જલદી અમદાવાદ પહોંચી ગયે. હરખચંદની પેઢી પ્રખ્યાત હતી એટલે બહુ શોધવાની મહેનત ન પઠી. મુનિએ એને આવકાર આપે, અને તેને માટે જમવાની સગવડ કરાવી આપી. થાપણુથાર જમવા ગયો તે દરમ્યાનમાં મુનિમે બધા ચેપડા ઉથલાવ્યા પણ ક્યાંય રવચંદ શેઠના નામનું ખાતું નથી. એમના લાખ તે શું હજાર રૂપિયા પણ પડે જમા કરેલા નથી. મુનિએ કહ્યું. શેઠજી! આપણે ત્યાં રવચંદ શેઠને એક પૈસે પણ જમા નથી હરખચંદ શેઠ હુંડી હાથમાં લીધી ને ઝીણવટથી જોયું તે હુંડી ઉપર પડેલા આંસુના બે ટીપા શેઠે જોયા. ટીપા તે સૂકાઈ ગયા હતા પણ ચાલાક હરખચંદ શેઠ સમજી ગયા કે રવચંદ શેઠ ભીડમાં આવી ગયા લાગે છે.
હરખચંદ શેઠની ભવ્ય ઉદારતા – શેઠે મુનિમને કહ્યું. આ આંસુના ટીપાનાં નિશાન જુઓ. વહેપારી જ્યારે ભીંસમાં આવી જાય છે ત્યારે તે ભગવાનને યાદ કરતા આંસુ સારે છે. તે મારા જેવા ધનિકને ધર્મ શું છે ? ભીડમાં આવી પડેલાને મદદ કરવી જોઈએ. જો આવા સમયે ધનને સદુપગ નહિ થાય તે ધનને શું કરવાનું? મુનિમજી! તમે આવેલા મહેમાનને કંઈ વાત કરશે નહિ. તમે મારા નામે લાખ રૂપિયા ઉધારી નાંખે અને હુંડી સ્વીકારીને મહેમાનને આપી દે. થાપણદારને લાખ રૂપિયા આપીને વિદાય કર્યો. આ સમાચાર રવચંદ શેઠને મળ્યા. એમના મુખમાંથી શબ્દો સરી પડ્યા કે હે ભગવાન! તમે મારી લાજ રાખી. આ બનાવ બન્યા પછી અઠવાડિયામાં તેમના વહાણ પરદેશથી પાછા ફર્યા. લઈ ગયેલા માલને સારે નફે મળ્યો હતો તે બદલામાં સારો માલ લઈને આવ્યા હતા.