SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ અને જ્યાં જ્યાં તે વગાડવામાં આવી ત્યાં ત્યાં તે સાંભળનારાએ વ્યગ્ર, અશાંત અને ભયભીત બન્યા. જે નિષ્કારણે તમે ભયને અનુભવ કરે તે નક્કી માનજે કે તમને ભયને ચેપ લાગે છે. ભય મગજને સંકેચી દે છે. તેની કાર્યશક્તિ અટકી પડે છે. કયારેક મનુષ્યની સ્મરણશક્તિ પણ મંદ પડી જાય છે. ભયના દબાણમાં કયારેક મનુષ્ય પિતાનું નામ અને ઘરનું ઠેકાણું ભૂલી જાય છે. ખરેખર, મડાનપુરૂષો આ સંસારમાં નિર્ભયતાથી જીવી શકે છે. એમને મરણને ભય પણ લાગતો નથી. આ રંગઝેબના સમયમાં ધમ ધતાને કારણે તેને વટલાવીને મુસલમાન ધમી બનાવવામાં આવતા હતા, ત્યારે ઘણા હિન્દુઓએ જીવ બચાવવા માટે મુસલમાન ધર્મ સ્વીકાર્યો, પંજાબમાં ઔરંગઝેબને ખૂબ જુલમ વળે ત્યારે બ્રાહ્મણો શીખ ગુરુ તેગ બહાદુરના શરણે ગયા, અને વિનંતી કરી કે અમારા ધર્મનું રક્ષણ કરે, ત્યારે શીખ ગુરૂએ કહ્યું. તમે ઔરંગઝેબ પાસે જાઓ અને કહે કે અમારા યજમાને મુસલમાન ન થાય ત્યાં સુધી અમે મુસલમાન થઈને શું કરીએ? માટે પહેલાં ક્ષત્રિયેને મુસલમાન કરો અને બધા ક્ષત્રિમાં સૈથી પહેલું મારું નામ દઈને કહેજો કે તેગબહાદુર મુસલમાન થશે તે દેખાદેખીથી બીજા અનેક હિન્દુઓ મુસલમાન ધર્મને સ્વીકાર કરશે. “ શિર દિયા પણ શિષ ન દિયા ":- ગુરૂની સૂચના પ્રમાણે બ્રાહ્મણે એ દિરહી જઈ ઔરંગઝેબને વિનંતી કરી, એટલે બાદશાહે તેગબહાદુરને દિલ્હીમાં આવવાનું આમંત્રણ મોકલ્યું. ગુરૂ દિલ્હી જવા તૈયાર થયા ત્યારે શિષ્યએ કહ્યું કે ત્યાં ગયા પછી તમારી હત્યા કરશે માટે આપ ત્યાં ન જાવ. ગુરૂએ કહ્યું કે એ હું જાણું છું પણ સાધુને મૃત્યુને ભય કેવો ? ધર્મને ખાતર પ્રાણુનું બલિદાન આપવું પડે તે આપવું. જોઈએ. તે સિવાય ઉધાર કયાંથી થવાનું છે! શિષ્યએ “વાહ ગુરૂકી ફતેહમાં એ શબ્દોથી ગુરુ તેગબહાદુર જયજયકાર બેલા, પછી તેગબહાદુર દિલ્હી પહોંચ્યા. ઔરંગઝેબે ગુરૂને મુસલમાન બનવા માટે ઘણું ઘણું લાલચે આપી પણ પિતે ડગ્યા નહિ, ત્યારે છેલ્લે ઔરંગઝેબે કહ્યું ને તમે તમારા ધર્મમાં આટલા બધા દઢ છે તે મને તમારા ધર્મને કંઈક ચમત્કાર તે બતાવે ! ગુરૂએ કહ્યું. ચમત્કાર બતાવવા એ તે જાદુગરનું કામ છે. ભગવાનના ભક્તનું કામ નથી. જુઓ, આ આત્મા પોતે જ કેટલે અલૌકિક અને ચમત્કારી છે. કઈ રીતે તેગબહાદુરે મુસલમાન ધર્મને સ્વીકાર ન કર્યો ત્યારે દિલ્હીના મોટા ચેકમાં તલવારના એક જ ઝાટકાથી ગુરૂનું મસ્તક કાપી નાંખવામાં આવ્યું તે સમયે ગુરુ તેગબહાદુરના ગળામાં એક ચિઠ્ઠી બાંધેલી હતી, તેમાં લખ્યું હતું કે “શિર દિયા પણ શિષ ન દિયા.” એટલે માથું આપ્યું પણ ગુરુએ શિષધર્મને ન આપે. શીખગુરુ તેગબહાદુરે ધર્મ માટે પ્રાણુ આપ્યા, પણ ધર્મ ન છે. તેમને મૃત્યુ મહત્સવ જેવું લાગ્યું.
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy