SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ શારા રુવાર વધામણા કરવા તમે બધા એકત્ર થયા છે ને? આમાં ઘણાં સુખી શ્રાવકો બેઠા છે. તેમણે પણ આ પર્યુષણ પર્વના પવિત્ર દિવસોમાં ઉદાર બનીને પરિગ્રહની મમતા ઓછી કરી આવી ઉત્તમ સાધર્મિક ભક્તિમાં નાણાને સદ્વ્યય કરવાની ભાવના કરવી જોઈએ. તમારા સંસારના વહેપારમાં ને દીકરા દીકરીના લગ્નમાં કેટલા નાણુને ધુમાડો થાય છે. એમાં તમારી વાહ વાહ થશે પણ લાભ નહિ થાય. વાહ વાહ તે હવા હવા થઈને ઉડી જશે પણ ધર્મના કાર્યમાં સંપત્તિને સદુપગ કરે તે જ સાચું ધન છે. પર્વાધિરાજના સાચા વધામણા દાન, શીયળ, તપ અને ભાવથી કરજો. તમે પરિગ્રહ ગમે તેટલે ભેગે કરશે પણ એ તમારી સાથે નહિ આવે. સાથે તે ધર્મ જ આવશે, માટે સમજીને પરિગ્રહ સંજ્ઞાને તેડે, પરિગ્રહની મમતા જીવને ન કરવાના પાપ કરાવે છે. જ્યાં પરિગ્રહ છે ત્યાં ભય છે અને જ્યાં અપરિગ્રહ છે ત્યાં નિર્ભયતા છે. પરિગ્રહ છે તે તમને સરકારને, ચાર ડાકુ, અગ્નિને, પાણીને અનેક પ્રકારને ભય છે, પણ અમારી પાસે કંઈ નથી તે અમને ભય છે? અમે કેવા નિર્ભય છીએ. આ ઉપાશ્રયના બારણું ખુલલા મૂકીને સૂઈ જઈએ તે પણ અમને કોઈ ચિંતા નથી. તમારે બધા પ્રકારના ભયથી મુક્તિ મેળવવી હોય તે પરિગ્રહની મમતા છોડીને ધનને સદુપયોગ કરે ને પાપના ભારથી હળવા બને. પરિગ્રહને મેહ કેટલું નુકશાન કરે છે અને એ મેહ છૂટી જાય છે ત્યારે મનુષ્ય કે નિર્ભય બને છે તે હું તમને એક દાખલો આપીને સમજાવું છું. જહોન ડી રોકફેલર નામને એક માણસ ત્રેવીસ વર્ષની ઉંમરને હતું ત્યારે તે દશ લાખ ડોલર કમાયે હતો અને જ્યારે તેની ઉંમર તેતાલીસ વર્ષની થઈ ત્યારે તે દુનિયાની સૌથી પ્રસિદ્ધ ટેન્ડર્ડ વેકયુમ એઈલ કંપનીને માલિક બન્યું. જ્યારે તે ત્રેપન વર્ષનો થયો ત્યારે રેકફેલર પાસે અબજો રૂપિયા હતા. પરંતુ તેનું સ્વાસ્થ સર્વથા નાશ પામવાથી તેનું શરીર હાડકાના માળા જેવું બની ગયું હતું. એ રેકફેલરે કહ્યું છે કે મારી એવી કોઈ રાત ગઈ નહિ હોય કે ઉંઘ આવતાં પહેલાં મને એ વાતને ભય લાગે નહિ હોય કે મારું સર્વસ્વ કદાચ ચાલ્યું જાય તે? એના ડોકટરેએ એને ચેતવણી આપી કે જે તમે ભય, લેમ અને ચિંતાથી મુક્ત નહિ થાવ તે અકાલે મણ પામશે. આ ચેતવણું આજે આમાંથી કેટલાયને લાગુ પડતી હશે. ડેકટરના કહેવાથી ભય, લેભ અને ચિંતાથી મુક્ત થવાને રોકફેલરે દઢ નિશ્ચય કર્યો, અને જીવનને ક્રમ બદલી નાંખે. હવે તેણે પિતાના ધન વડે લેકેનું હિત કેટલું કરી શકું? આ વિચારણા શરૂ કરી. રેકફેલરે પિતાની બંધ મુઠી ખુલી કરી નાંખી ઉદાર દિલે પોપકારના કાર્યોમાં લાખે અને કરેનું ધન વાપરવા માંડ્યું. આથી તેને ભય ચાલ્યા ગયે. અનેક દીનદુઃખીને ચિંતા અને ભયથી
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy