________________
શારદા સુવાસ હમણુ તે તમારા મુખ ઉપર ખૂબ આનંદ હતું અને એકદમ તમારે આનંદ કેમ ઉડી ગ, અને ખેદની રેખાઓ કેમ ઉપસી આવી ?
બધાબળો જોતાં કુમારપાળ રાજાના હૃદયમાં લાગેલું દુઃખ” :- કુમારપાળે કહ્યું-ગુરૂદેવ ! અઢાર દેશના અધિપતિ કુમારપાળ જેવા રાજા આપના સેવક હેય, આપની આજ્ઞાનું પાલન કરવા ખડે પગે તૈયાર હોય છતાં આપના દેહ ઉપર જાઓ બરછટ ધાબળો જોઈને મને લજજા આવે છે. મારા દિલમાં દુઃખ થાય છે. ગુરૂદેવ ! આ ધાબળો ઓઢવાથી આપના ગૌરવની પણ હીલના થાય છે ને સાથે મને મારી પણ હીનતા લાગે છે. કુમારપાળ સજાને શબ્દો સાંભળીને આચાર્ય મહારાજનું મુખ સહેજ હસી ઉઠયું. આ જોઈને રાજા કહે છે ગુરૂદેવ ! આપ હસી રહ્યા છે પણ મારું અંતર તે રડી રહ્યું છે. આપે આ ધાબળે શા માટે એઢ છે? | હેમચંદ્રાચાર્ય અઢાર દેશના અધિપતિની શેહમાં તણાયા વિના નજરે નિહાળતી પરિસ્થિતિને ખ્યાલ આવતા પ્રસન્નતાથી બેલ્યા-હે કુમારપાળ રાજા ! મેં જાડે ને બરછટ ધાબળો ઓઢયે છે એટલે તને શરમ આવે છે પણ તે કદી એ વિચાર કર્યો છે ખરે કે આ ધાબળે ક્યાંથી આવ્યું ? કે તારા રાજ્યમાં આ ધાબળ વહેરાવનાર તારે સાધર્મિક ભાઈ પિતાને જીવનનિર્વાહ કેવી રીતે ચલાવતું હશે ? એ કેવી રીતે મહેનત મજુરી કરીને પૂરું કરતા હશે ? અમે કોઈની ભાવનાને અવગણી ન શકીએ. તેમાં પણ સામાન્ય સ્થિતિના શ્રાવકની ભાવનાને સાચવવી એ અમારી પહેલી ફરજ છે, પણ કુમારપાળ ! તું તારી ફરજને ચૂકી ગયો છે, સમય જોઈને ગુરૂદેવે સોગઠી મારી એટલે કુમારપાળે કહ્યું-ગુરૂદેવ ! હું ફરજ ચૂક્ય હેઉ તે આપ મારા શિરછત્ર છે. મને કહો તે હું મારી ભૂલ સુધારી લઈશ. રાજાએ નમ્રતાપૂર્વક કહ્યું એટલે મહારાજે કહ્યું, નિસ્પૃહી મુનિએને મન જાડા કે પાતળા, બરછટ કે સુંવાળા, કિંમતી કે હલકા વસ્ત્રો સમાન છે. અમારે મન તે ભાવનાની કિંમત છે. હે કુમારપાળ ! તારે વિચાર કરવાની જરૂર છે કે હું અઢાર દેશને અધિપતિ છું. મારે મારા સાધર્મિકની ખબર લેવી જોઈએ. એમનું દુઃખ દૂર કરવું જોઈએ પણ તે તારી ફરજ બજાવી છે ખરી ?
બંધુઓ! અઢાર દેશના અધિપતિમાં પણ કેટલે વિનય છે ! છે આજે આપણામાં? ગુરૂદેવ ની મીઠી ટકોરે કુમારપાળ રાજા ચકર બની ગયે, અને નમ્રતાથી બોલ્યા ગુરૂદેવ ! મારી ભૂવને આપે સમયસર સુધારવાની પ્રેરણા આપીને મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. આજથી હું દર વર્ષે એક કોડ સેનિયા મારા સ્વધર્મી બંધુઓના ઉદ્ધાર પાછળ ખચશ. આ બનાવ બન્યા પછી કુમારપાળ રાજાએ ચૌદ વર્ષ સુધી રાજ્યર્યું. તે દરમ્યાન તેમણે ચૌદ કોડ સેને સધિમની ભક્તિ માં વાપર્યા. આજે પર્વાધિરાજના