SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુંવાસ સંસારચકની વિષમ ઘટમાળમાં ફસાયેલા છને જીવનમાં રાગ-દ્વેષની પરિણતીના કારણે અપરાધ તથા ઝઘડાઓના અનેક પ્રસંગે આવતા હોય છે. તેની પરસ્પર ક્ષમા માંગવા માટે આજથી આઠમા દિવસે સંવત્સરી મડાન પર્વને દિવસ આવશે. તે દિવસે વર્ષ દરમ્યાનમાં થયેલા અપરાધની ક્ષમા યાચના કરી મિચ્છામિ દુક્કડં દઈને દરેક જી નિખાલસ બને છે જેથી જેની સાથે વ્યાવહારિક સબંધે કપાઈ જવા પામ્યા હોય તે સંબંધનું પુનઃ જોડાણ થઈ જાય છે. પર્યુષણ પર્વમાં પણ સંવત્સરીના દિનની વધુ મહત્તા છે. તે દિવસે જાગૃત બનવા માટે, અગાઉથી સૂચના કરવા માટે પાંચ પંચ ધર તમને સિગ્નલ આપે છે. આજથી બાવીસ દિવસ પહેલા મહિનાનું ધર આવ્યું, પછી પંદરનું ધર આવ્યું અને આજના દિવસનું નામ અઠ્ઠાઈધર છે. આજથી બે દિવસે ક૯૫ધર આવશે. એ દિવસે તેલાધર આવશે પછી સંવત્સરી મહાપર્વને દિવસ આવશે તે દિવસે પરસ્પર ક્ષમા આપવાની અને ક્ષમા માંગવાની છે. આરાધક કેવી રીતે બનશે? ”:- જે ક્ષમા આપે છે તે આરાધક બને છે અને જે ક્ષમા નથી આપતે તે વિરાધક બને છે, માટે આ દિવસેમાં આપણે ક્ષમા પ્રદાન કરીને આરાષક ભાવ મેળવે જોઈએ, અને તેમાં જીવની સાર્થકતા રહેલી છે. ક્ષમાની નિર્મળ પવિત્ર અને શીતળ સરિતામાં સ્નાન કરીને દરેક આત્માઓ પાપને પખાળી પવિત્ર બની શકે છે. પયુષણું પર્વના પવિત્ર દિવસોમાં આપણે શમન, દમન અને નમનને ત્રિવેણી સંગમ સાધવાને છે. વૈષ્ણવ ધર્મમાં જ્યાં ત્રણ નદીઓ ભેગી થાય છે તે સ્થળને ત્રિવેણી સંગમ તરીકે પવિત્ર સ્થાન માને છે, અને ત્યાં જઈ સ્નાન કરીને એમની માન્યતા પ્રમાણે પાપ જોઈને શુદ્ધ બને છે, પણ વાસ્તવિક રીતે જોઈએ તો સ્નાન કરવા માત્રથી માનવ શુદ્ધ બની શકતા નથી, પણ પાપકર્મોને ક્ષય કરવાથી શુદ્ધ બની શકાય છે. આ શમન, દમન અને નમન રૂપ ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાથી આત્મા અવશ્ય પવિત્ર બની શકે છે. શમન એટલે શું ? શમન કેનું કરવાનું છે? કોદ્ધ, માન, માયા, લેભ આદિ કષાયે રૂપી અગ્નિ છે તેનું ક્ષમાના શીતળ જળ વડે શમન કરવાનું છે. પાંચ ઈન્દ્રિયેના ઘડા જે મનગમતા વિષને મેળવવા માટે દેડડ કરી રહ્યા છે તેનું દમન કરવાનું છે, અને અભિમાન છોડીને નમ્ર, સરળ અને વિનયવંત બનવાનું છે. આ શમન, દમન અને નમન રૂપ ત્રિવેણી સંગમમાં જે આત્માએ નાન કરે છે તેમના આત્મા ઉપર એટેલે પાપ કર્મને મેલ ધેવાઈને સાફ થઈ જાય છે. આ પર્વના પવિત્ર દિવસમાં જેટલી બને તેટલી દાન, શીયળ તપ અને ભાવનાની અંતરમાં ભરતી લાવે. તમારા પ્રબળ પુણ્યોદયે તમે બધી રીતે સુખી છે. આટલી મોટી માનવમેદનીમાં કઈ લાખપતિ હશે, કેઈ કરેડપતિ હશે. તો આ દિવસોમાં જેની જેટલી શક્તિ હોય તેટલું દાન કરવું, ધર્મની પ્રવૃત્તિ કરાવવી, ગરીબેના આંસુ લૂછવા અગર ગરીબ સ્વધર્મી બંધુઓની યથાશક્તિ સેવા કરવી, સ્વધર્મી બંધુઓની સેવાભક્તિમાં પણ
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy