________________
જેરવું
શારદા સુવાસ :
પર્યુષણ પર્વ એ મહાન પર્વ છે. સર્વ નદીઓમાં ગંગા નદી, સર્વ પર્વતેમાં મેરૂ પર્વત, સર્વ મંત્રોમાં નવકારમંત્ર, અને સર્વ સમુદ્રોમાં સ્વયંભૂરમણ સમુદ્ર શ્રેષ્ઠ છે તેમ સર્વ પર્વોમાં પર્વાધિરાજ પર્યુષણ પર્વ મુગટમણું સમાન શ્રેષ્ઠ છે. બીજા દિવસની અપેક્ષાએ આ પર્વના દિવસોમાં ઉત્સાહ વિશેષ રહે છે. જે આત્માઓ જાગૃત બનેલા છે તેમના માટે તે બધા દિવસે સરખા છે પણ જેઓ મોહનિદ્રામાં પિઢેલા છે તેમને જાગૃત કરી નવીન પ્રેરણા આપવા માટે આ પર્વના દિવસે ગઠવવામાં આવ્યા છે. આ પર્યુષણ પર્વના મંગલકારી દિવસે પ્રતિવર્ષે આવે છે ને જાય છે. ભાગ્યશાળી આત્માઓ આ કલ્યાણકારી દિવસોમાં ધર્મારાધન, જ્ઞાનારાધન, દાન, શીયળ, તપ અને શ્રદ્ધા વિગેરે મંગલ તર દ્વારા પિતાની આત્મશુદ્ધિને ભવ્ય પુરૂષાર્થ કરે છે. તેનાથી જીવનમાં નવીનતા, તિ, અને ઉલાસને અનુભવ થાય છે. આ દિવસે જ એવા પવિત્ર છે કે જે માણસ ઉપાશ્રય નહિ આવતા હોય તેમને પણ આવવાનું મન થાય છે. નાના નાના ફૂલ જેવા બાળકોને પણ આજે ઉપવાસ કરવાનું મન થાય છે.
બંધુઓ! આપણે પર્વાધિરાજના વધામણું શા માટે કરીએ છીએ તે જાણે છો? પ્રતિવર્ષે આવતું આ પર્વ માનવજીવનની ઉજળી ચાદર ઉપર લાગેલા ક્રોધના કાળા ડાઘાને જોઈને ફરી એને ઉજજવળ બનાવી મૈત્રીના સેન્ટથી સુગંધિત બનાવવાનું કામ કરે છે, માટે એમના વધામણાં ને સ્વાગત કરીએ છીએ.
આનંદકારી અમૂલ્ય અવસર આવ્યો રે આંગણીએ,
પર્વાધિરાજ પર્યુષણ પર્વનું પ્રેમે સ્વાગત કરીએ, મંગલકારી મહત્સવ ઉજવીએ, પર્યુષણ પર્વનું આરાધન કરીએ, જગમાં જોટો જડે ના એવા મહાન, મહિમા મોટો ગવાયે, ધરીએ ધ્યાન કર્મમેલને દૂર કરીને આતમ નિર્મળ કરીએ...પર્યુષણ. .
નવપલવિત અને ખીલેલું ગુલાબ પિતાની મઘમઘતી સુવાસ ચારે બાજુ પ્રસરાવે છે તેમ ચારે તરફ ધર્મ પુષ્પની સુવાસને પ્રસરાવતા મહામંગલકારી પર્યુષણ પર્વ આજે આનંદ અને મંગલના શુભ સંદેશાઓ સાથે આવી પહોંચ્યા છે. આપણે આંગણે આજે પર્વના પધરામણું થયા છે. સાથે એ ધર્મારાધના કરવાના મંગલ વધામણું લઈને
આવ્યા છે.
પર્યુષણ પર્વ પાપીને પુનિત બનાવે છે, દુઃખીઓના દુખેને દૂર કરે છે, અંતરમાં મૈત્રી અને અહિંસાનું પવિત્ર ઝરણું રેલાવે છે, આત્માના અલૌકિક ઉત્સાહમાં બળ પ્રગટાવે છે. આ સંસારમાં પ્રત્યેક માનવી સાચા આત્મિક સુખને ભૂલી ઝાંઝવાના નીર જેવા અનિત્ય અને દેખાતા સુખની પાછળ આંધળી દોટ મૂકી રહ્યો છે, તેને સત્ય અને વાસ્તવિક સુખન ભાન કરાવે છે. વિષયમાં વિહ્વળ બનેલાની શાન ઠેકાણે લાવે છે. અર્ધગતિની ગતમાં