SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ શાખ સ ઉજજવળ બને ને? શાસન ટકી શકે ને? સંતે પંચ મહાવ્રતનું પાલન માથા સાટે કરશે પિતાના પ્રાણુ જવા દેશે પણ મહાવતમાં દોષ લાગવા નહિ દે. સાધુ ગોચરી જાય તે પણ નિર્દોષ અને સુઝતે આહાર મળે તે જ ગ્રહણ કરે. ન મળે તે ભચા રહે પણ અસર કે આધાકમી આહાર સાધુ ગ્રહણ નહિ કરે સાધુ સંસ્થાને જાગૃત બનાવવા માટે પહેલા શ્રાવકોએ જાગૃત બનવાની જરૂર છે. કારણ કે શ્રાવક-શ્રાવિકાઓ સાધુના અમ્માપિયા સમાન છે. તમને સાધુ-સંતે તમારા સંતાન જેવા ભલે વહાલા હોય પણ એમના રાગી બનીને ચાસ્ત્રિમાં પિલા ન પેસવા દેશે. સંતની સેવા માટે પ્રાણુ દેવા પડે તે છે પણ સાથે સાધુ શિથિલાચારી ન બને તેનું ધ્યાન રાખજે. મારા સંતે વીતરાગ શાસનને વફાદાર રહી શાસનને ઉજજવળ કેમ બનાવે એવું ઈચછજો. એમનું ચારિત્ર વધુ નિમળ કેમ બને એ સાથ આપજે પણ ચારિત્રથી પડવાઈ થાય તે સાથ ન આપશે. ભગવાનના સંતે બેંતાલીશ ઠેષરહિત નિર્દોષ આહાર-પાણી ગ્રહણ કરે છે. પ્રશ્નવ્યાકરણસવમાં ભગવાને કહ્યું છે કે મારા સંતે કે આહાર કરે तहा भोत्तव्वं जहा से जाया माया य भवति । न.य भवति विन्भमो न भंसणा य धम्मस्स ॥ સાધુએ પિતાની જીવનયાત્રા અને સંયમયાત્રાને માટે ઉપયોગી થાય તે હિત અને મિત આહાર કર જોઈએ. જેથી કેઈ જાતને વિશ્વમ કે ધર્મની ઘંસના થાય નહિ. અને ભગવાને સંયમ યાત્રાનું વહન કરવા માટે ખાવાનું કહ્યું છે પણ ખાઈ પીને પાટ ક્ષર પડી રહેવા માટે નહિ, એટલે નિર્દોષ, શુદ્ધ અને મર્યાદિત આહાર કરે તેટલું ચારિત્ર લ નિર્મળ પાળી શકે છે, અને જે સાધુ ખાનપાનમાં આસક્ત બનીને દેષિત આહાર પ્રાણી ગ્રહણ કરે છે તેનું ચારિત્ર મલીન બને છે. ભગવાને સૂયગડાયંગ સૂત્રમાં કહ્યું છે કે છે સાધક! તું સંયમની મર્યાદામાં નહિ રહે અને દેષિત આહારપાણી ગ્રહણ કરીશ તે તારી દશા વૈશાલિક માછલી જેવી થશે. उदगस्स पहावेण, सुकं सिग्धं तिमंति उ । ढंके हि य कंकेहि य, आमिसत्थेहिं ते दुही ॥ સૂય. અ. ૧ ઉ. ૩ ગાથા ૩ હૈમાસિક નામની માછલી દરિયાના મધ્યભાગમાં જ્યાં અગાધ જળ હોય છે ત્યાં રહે છે પણ કોઈવાર એને સાગરને કિનારે જોવાની ઈચ્છા થાય છે, ત્યારે તે પાણીના દેશની સાથે તણાઈને સમુદ્રના કિનારે આવે છે. એ માછલી જાડી ને જબ્બર હોય છે. એના મરાય આપણા હાથ જેટલા લાંબા હોય છે. હવે એ પાણીના પૂરજેશની સાથે કિનારે તે આવી પણ પાણીને આવવાને જેટલે વેગ હોય છે તેટલે વેગ જતી વખતે હેતે નથી, તેથી. આવી ય વજનદાર માછલી કિનારે પડી રહે છે ને તેના મરાય કીચડમાં દબાઈ
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy