SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ સુધિનને સમજાવવાના વિદુરજીએ કરેલા પ્રથત્ન – વિદુરજીએ આવીને ધૃતરાષ્ટ્રને કહ્યું કે દુર્યંધન જન્મ્યા ત્યારે જ મે' તે કહ્યુ` હતુ` કે આ છેકી કુરૂવ ́શના ઉચ્છેદ કરનારા થશે, માટે એને જીવાડશેા નહિ પણ તમે પુત્રના માહથી એને ઉછેર્યાં તે જોઈ યા. હવે એના ભાવ ભજવવા તૈયાર થયે ને? હું તેને સમજાવું છું. એમ કહીને વિદુરજી દુર્ગંધન પાસે ગયા ને તેને ઘણું સમજાવ્યેા પણ માન્યા નહિ, એટલે વિદુરજી તે ત્યાંથી ચાલ્યા ગયા. દુર્ગંધને પેાતાના અનેવી જયદ્રથ રાજાનેે પાંડવેાને સભા જોવા માટેનું ભાવભીનું આમત્રણ આપવા માલ્યા પાંડાને સમાચાર મળતાં એ તે શજી શક્યું થઈ ગયા. ગુણવાન પુરૂષ સત્ર ગુને દેખે છે. એમના મનમાં થયું કે કૌરવા આટલા પ્રેમથી બધાને તેડાવે છે તેા જઈએ, એટલે એ તે દ્રૌપદી સહિત બધા ઈન્દ્રપ્રસ્થ પહોંચ્યા. દુર્ગંધને તેમને ખૂબ સારી રીતે આદર સત્કાર કર્યાં. સગા ભાઈ તા શુ પ્રેમ બતાવે ! એથી અધિક પ્રેમથી સામૈયુ' કરીને ઈન્દ્રપ્રસ્થમાં લાવ્યા, પાંડવાના મનમાં થયું કે દુર્ગંધન આદિ કૌરવોના આપણા ઉપર કેટલા પ્રેમ છે ! એમનેતા દુર્યોધનને પ્રેમ નોઈને આનંદ સમાતા નથી. કપટી દુર્ગંધને પાંડવાને પ્રેમથી ભેાજન, સ્નાન વગેરે કુશળ્યું, અને એકખીજાના ખબર પૂછ્યા. થોડીવાર આરામ કર્યાં ખાદ દુર્યોધને કહ્યુંમોટાભાઈ ! ચાલા, હવે આપણે સભા જોવા માટે જઈએ. જે માણસના મનમાં જેવા ભાવ હાય તે માટે તેનું હયુ તલસતુ હાય છે. પાંડવા અત્યારે ખાસ કરીને સભા જોવા માટે આવ્યા હતા એટલે તેમને સભા જોવાનુ મન હતું. જ્યારે કૌરવાના દિલમાં કપટ હતું કે આપણે સભા જોવાના બહાને તેમને એલાવ્યા છે પણ જુગાર રમાડીને એમને લૂટી લેવા, એટલે તેમણે પહેલેથી બધી તૈયારીઓ કરી રાખી હતી. સભા ઘણી મોટી હતી. તેમાં કાઈ જગ્યાએ સ`ગીતના મીઠા સૂર સંભળાતા હતા, કઈ જગ્યાએ નાટકના ધમકાર ચાલતા હતા, અમુક જગ્યાએ જોવાલાયક વસ્તુઓ ગોઠવી હતી. દુર્યોધનના કહેવાથી પાંડવા સભા જોવા માટે આવ્યા. પાંડવાએ સભામાં પ્રવેશ કર્યાં. સભાની કામગીરી અને નાટક, સંગીત વિગેરેની ગેાઢવણ જોઈને ખુશ થતાં પાંડવા આગળ વધ્યા. એ તે સભા જોતા જાય છે ને વખાણુ કરતા જાય છે પણ એ પવિત્ર પુરૂષોને કયાં ખબર છે કે આ સભા નથી પણ અમને ફસાવવાનુ પિંજરું છે. ઉર ધમ રાજાને જુગાર રમાડવા દુર્ગંધનના અતિ અાગ્રહ :- પાંડવા સભા જોતાં જોતાં ભાગળ ગયા તા કોઈ ચાપાટ રમે છે, કોઇ જુગાર રમે છે પણ યુધિષ્ઠિરને ખાર નથી કે જુગાર શુ' કહેવાય. એ પેાતે કદી રમ્યા નથી તે કયાંથી ખખર હાય ! યુધિષ્ઠિરે નુગાર રમતા જોઇને પૂછ્યુ કે તમે બધા શું કરે છે? દુર્યોધનના નાના ભાઈ આ જ નુગાર રમતા હતાં. તેમણે કહ્યુ -માટાભાઈ! અમે જુગાર રમીએ છીએ. અમારી રમતના રંગ ખરાબર જામ્યા છે. મને ખૂબ મઝા પડી છે. આપ પણ જુગાર રમવા બેસો તા
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy