SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા કુવાય વી જોઈએ. જુઓ, આજે તપસ્વી સુજાતાખાઇ મહાસતીજીના તપની અનુમાઇના કરવા માટે દાદર સંઘ મલાડ સંઘને આંગણે પધાર્યાં છે, તેમજ મુંબઈ, માટુંગા વિગેરે સ્થળેથી પણ શ્રાવકો આવ્યા છે. દરેકના દિલમાં ભાવના છે કે આપણે તપ ન કરીએ તે તપસ્વીના દર્શન કરીને, તેમના તપની અનુમેાદના કરીને તે લાભ લઈએ. બીજી પણ એક આનંદની વાત છે કે તષની અનુમોદના કરવા માટે આજે ત્રણ ભાઈ બહેને સજોડે આજીવન બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરવાના છે. તેમના નામ (1) પ્રભુદાસભાઈ વિઠ્ઠલજી શેઠ, અ. સૌ, લીલાવંતીબેન (૨) અમૃતલાલ કુવરજીભાઈ ભેદા, અ. સૌ. વિમળાબેન (૩) ભોગીલાલભાઈ, અ. સૌ. શાન્તાબેન. ર બ્રહ્મચય વ્રત એ મહાન વ્રત છે. ખાર વ્રતમાં ચેાથા વ્રતને સાગરની ઉપમા આપવામાં આવી છે ને ખીજા ત્રતાને નદીની ઉપમા આપવામાં આવી છે. સાગર તરી જાય તેને નદી તરવાની શું ચિંતા ! ભગવાને કહ્યુ છે કે બધા ધર્માંનું મૂળ બ્રહ્મચય છે. તે સૌથી ઉંચા તપ છે. બ્રહ્મચર્ય સમાન ખીજો કેાઈ તપ નથી. કહ્યું છે કે “તવેસુ વા ઉત્તમ વામચે’સ તામાં બ્રહ્મચર્ય તપ શ્રેષ્ઠ છે. બ્રહ્મચર્યના અથ` કેવળ સ્પર્શેન્દ્રિયના સંયમ નહિ પણ બધી ઇન્દ્રિયેાના સયમ છે. જ્યારે બધી ઇન્દ્રિયાના સયમ આવે છે ત્યારે આત્મા પેાતાનામાં રમણતા કરી શકે છે. બ્રહ્મચર્ય ના પ્રકાર છે. એક દેશ બ્રહ્મચય અને સ્રીજી સપૂર્ણ બ્રહ્મચર્ય ” તમે જ્યાં સુધી સ ́પૂર્ણ બ્રહ્મચય ન પાળી શકે ત્યાં સુધી દેશ બ્રહ્મચર્ય તે પાળે, દેશ બ્રહ્મચર્ય તમારા શણગાર છે. ખરેખર તા સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવું તે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે, પણ જે મનુષ્ય દેશથી બ્રહ્મચ નું પાલન કરતા નથી તેનું અહીંયા પતન થાય છે ને પરલેાકમાં તે મહાદુ:ખી થાય છે. સાનાની લ ́કાના સ્વામી રાજા રાવણને કઈ ચીજની કમીના હતી ? હજારો રાજાએ તેના ઇશારા પર ઝૂકી પડતા હતા. એના વૈભવ તા કેટલા વિશાળ હતા ! મંદોદરી જેવી સુંદર રાણીએ એના અંતઃપુરને સુશાભિત કરી રહી હતી. મહાનમાં મહાન ચઢ્ઢા એનું નામ સાંભળીને ધ્રુજી ઉઠતા હતા. આવા રાવણુના વિનાશ કેમ થયા? તેણે પસ્રીગમન તે કયુ નથી. ફક્ત ચાહના કરી છે, તેા વિચાર કરો. ફક્ત પાપસેવનની ઈચ્છા માત્રથી રાવણ જેવા મહાન સમ્રાટે પેાતાના રાજ્યને જ નહિ પણ પોતાના પ્રાણ ગુમાવી દીધા. આટલા માટે જ્ઞાનીપુરૂષોએ પરસ્ત્રીગમનને મહાપાપ કહ્યુ છે, અને બ્રહ્મચર્યંને શ્રેષ્ડ કહ્યું છે. જે છાચ' વ્રત અંગીકાર કરે છે તેવા આત્માએ પણ ધન્યવાદને પાત્ર છે. તપસ્વીનુ' મહુમાન તપથી જ થાય છે, એ રીતે આજે આ ત્રણ ભાઈબહેના તપસ્વીનું બહુમાન બ્રહ્મચર્ય તપથી કરે છે, આવતી કાલે જન્માષ્ટમીનો દિવસ છે. મારા સાંભળવામાં આવ્યુ કે જન્માષ્ટમીના દિવસે જીગાર ખૂબ રમાય છે. કૃષ્ણજન્માષ્ટમીના પવિત્ર દિવસને તમે જીગારાષ્ટમીના દિવસ બનાવી દીધા છે, પણ જુગાર રમનારાઓને ખબર નથી કે જુગાર રમવાથી કેટલું માટુ
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy