SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર શારદા સુવાસ એ શ્રાવક સ્હેજ પણ ચલાયમાન થયા નહિ. તમારી પરીક્ષા કરવા કઈ દેવા અત્યારે નથી આવતાં, છતાં પશુ ધર્મ કરતાં સ્હેજ કષ્ટ આવે તે મન ડગી જાય છે. આનું કારણ હજી જિનવાણી ઉપર સચાટ શ્રદ્ધા નથી. એ શ્રાવકને તે જિનવચનના ઉંચા મૂલ્ય સમજાઈ ગયા હતાં. તેમના મનને સચાટ લાગતુ' હતું કે દુન્યવી મહાન સિદ્ધિ, સમૃદ્ધિએ જિનવચન રૂપી ખજાના આગળ કાંઈ જ વિસાતમાં નથી. કયાં એ ભવકેદમાં ફસાવી નાંખનારી દુન્યવી સિદ્ધિ-સમૃદ્ધિ ! અને કયાં ભવેદ્ધારક જિનવચન ! એક મારક અને ખીજું તારક. આટલે મેટો આ અનેમાં તફાવત છે. જિનવાણી મળી અને તેને અથાગ શ્રદ્ધાપૂર્ણાંક હૃદયમાં સ્થાપન કરી એટલે તાત્ત્વિક રીતે વીતરાગ બનવાના પથ મળ્યા. શાસ્ત્રમાં શ્રાવકને એક વિશેષણ આપવામાં આવ્યું છે કે ભગવાનના શ્રાવકો કેવા હાય ? જિનવચન ભાવિત મતિવાળા હાય. એટલે એમની સતિ, એમને આશય જિનવચનથી ભાવિત કરાયેલા હાય. તેમની બુદ્ધિ, આશય અને વિચારસરણીને જિનવચનથી ભાવિત કરેલી ડાય, એટલે એ શ્રાવકો કે સાધુએ જિનવચન ઉપર સચાટ શ્રદ્વા રાખે છે ને માને છે કે જિનેશ્વર ભગવ ંતાએ જે કંઈ કહ્યું છે તે સત્ય અને નિ:શંક છે. મારે એની સ્હેજ પણુ અવગણના કરાય નહિ, બેપરવાઈ કરાય નહિં. અરે, મનથી પશુ જિનવચનથી વિરુદ્ધ (ચંતવણા ન થાય તેની પૂરી તકેદારી રાખવી જોઈ એ પછી ખેલવાની તે વાત જ કયાં કરવી ! નવચનથી વિરુદ્ધ એક પશુ શબ્દ ન ખેલાઈ જાય તેની પૂરી સાવધાની રાખવાની છે. કોઇ સાધુ અગર શ્રાવક પોતાના અભિમાનના કારણે હું કઇક છું એમ જગતને બતાવવા માટે પાતાના મનની કલ્પનાથી અગર મનના તર્કથી શાસ્ત્રવચનથી વિરૂદ્ધ કલ્પના કરે તે એના સંસાર વધી જાય છે. જમાલિ એક પદ્મ ઉત્સત્રનુ ખેલ્યા તા અનુ. ભવભ્રમણ વધી ગયુ. મરીચિએ ત્રિદ ડીના વેશમાં એટલુ' જ કહ્યું કે જેવા ત્યાં ધર્મ છે એવા જ અહી' છે. એટલુ' જ ઉત્સૂત્ર ભાષણ કર્યુ તે એના સંસાર વધી ગયા. માટે સમજાય તેટલું સમજવું, આચરણ થાય તેટલું કરવું પશુ જિનવચનની વિરુદ્ધ પ્રરૂપણા કરવી નહિ, પણુ અને તેટલી શ્રદ્ધા કરવી. લાકડામાં ખળતા નાગ અને નાગણુને નવકારમંત્ર સભળાવ્યા. એમણે શ્રદ્ધાપૂર્વક સાંભળ્યા તા. મરીને ધરણેન્દ્ર અને પદ્માવતી દેવી બન્યા. એ તે તિય"ચ જાતિ હતાં અને અંતિમ સમયે મળતાં મળતાં નવકારમંત્ર સાંભળ્યા. નવકારમંત્ર શું છે એ પણ જ્ઞાન ન હતુ. છતાં શ્રદ્ધાપૂર્વક સાંભળવાથી મરીને દેવ અને દૈવી થયા, ત્યારે તમે તે મનુષ્ય છે અને પહેલેથી જૈન ધમ પામેલા છે, જિનવાણી સાંભળેા છે તે પછી ભવભ્રમણ કેમ ન ટળે? હવે તા એવી ઇચ્છા થવી જોઇએ કે હે ભગવાન ! અનંતકાળથી સંસારમાં ઘણુ રખડ્યો. હવે મારે રખડવુ' નથી. મારે તેા જલ્દી મેાક્ષમાં જવું છે અને તે અનુસાર પુરૂષા પણું અવશ્ય કરવા જોઈએ.
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy