________________
શારદા સુવાસ
૫૭. હેતુ આ બધાના સાચા સ્વરૂપનું ભાન નથી થતું તેથી મેક્ષમાર્ગની સાચી સાધના હાથે લાગતી નથી, કારણ કે બીજા ગમે તેટલી સુંદર પ્રરૂપણ કરે પણ એ છત્મસ્થ જીવે છે, જ્યારે તીર્થકર ભગવાન તે સર્વજ્ઞ છે. સર્વજ્ઞ અને સર્વદશી ભગવાન જ સંસારના સ્વરૂપને જાણી દેખી શકે છે, અને પોતાના જ્ઞાનમાં જોયા પછી તેઓ જગતના જીને સમજાવે છે એટલા માટે સિદ્ધાંતમાં કહેવામાં આવ્યું છે કે “તમેવ સર નિ લ નોદિ પદ્ય ” જિનેશ્વર ભગવંતએ જે વાણીને ઉપદેશ આપે છે તે સત્ય અને નિશંક છે. એમાં છદ્મસ્થ જીવોએ શંકા કરવી જોઈએ નહિ. આપણી અપબુદ્ધિના કારણે આપણને કદાચ સમજાય કે ન સમજાય પણ આપણે તે એમ સમજવું જોઈએ કે જિનવચન એ જ પ્રમાણ છે. ભલે, કદાચ જિનેશ્વર ભગવતે કહેલું બધું હું પાળી ન શકું એમાં મારી ખામી છે. મારી કમનસીબી છે પણ ભગવાનની વાણી તે સત્ય જ છે. દુનિયામાં બીજું તે ઘણું મળશે પણ આ જિનવચન સાંભળવા ક્યાં મળશે?
બંધુઓ ! જીવના મહાન પુર્યોદય હોય ત્યારે જિનવાણી સાંભળવા મળે છે. કંઈક છ જિનવાણી સાંભળવા માટે તલસે છે ત્યારે તમને તે સહેજે જિનવાણી સાંભળવા મળી છે એનું મૂલ્ય તમે સમજે. જિનવાણીને અભ્યાસ કરવાની વાત પછી પણ અહીં આવીને જિનવાણી સાંભળતાં તમને એવા ભાવ આવે કે અહે! કેવું અનંત કલ્યાણકારી જિનવચન ! મહાસૂમ અને વિશાળ બુદ્ધિના ધારક શ્રી ગણધર ભગવંતાએ પણ એને અપનાવ્યું ! મોટા દેવેન્દ્ર જેવાઓએ પણ તેને તહત્તિ કર્યું ને એના ગુણ ગાયા. જિનવચત સત્ય અને અલૌકિક તત્ત્વને કહેનારું છે, કેવું ઉત્તમત્તમ છે! જગતના જીને અભયદાન અપાવનારું છે. ચક્રવર્તિપણું, સ્વર્ગ અને મોક્ષના સુખને પમાડનાર છે. આ જિનેશ્વર પ્રભુની વાણી કેવી લકત્તર છે! આવા ભાવ ચિત્તમાં આવે તે ધર્મધ્યાન થાય. કર્મોને થાક ઉડાવે ને પુણ્યન થક ઉપાર્જન થાય. આટલા ભાવ આવે તે પણ આ મહાન લાભ થાય છે તે જે આત્માએ એને અભ્યાસ કરી શ્રદ્ધાપૂર્વક અંતરમાં ઉતારે એને તો કેટલો મહાન લાભ થાય? આગળના શ્રાવકે જિનવાણી સાંભળી તેના ઉપર અનન્ય શ્રદ્ધા કરીને કેવા દઢ બન્યા હતા એના સિદ્ધાંતમાં દાખલા છે. દેવે એમની પરીક્ષા કરવા આવ્યા ને કહ્યું કે તું તારો જૈન ધર્મ ખોટો છે એમ કહી દે. નહિતર જાનથી મારી નાંખીશ. આ સમયે શ્રાવકે શું વિચારતાં કે કાલે મરતો હેઉ તે ભલે આજે મરું.. મને મરણને ડર નથી.
શિર જાવે તે ભલે જાવે પણ મેરા જિન ધર્મ નહીં જાવે.”
મારું શિર જાય તે ભલે જાય મને પરવા નથી પણ મારો જૈન ધર્મ તે નહી જવા દઉં. મારે જૈન ધર્મ છેટે છે તે કદી નહિ કહું. દેવેએ મરણને ડર બતાવ્યું છતાં