SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ ૩૪૭ સ્થિર કાંઈ નથી તેમ સમજી જાગૃત બનો' -આ શરીરનું આરોગ્ય, શરીરની તાકાત, આયુષ્ય, ધન વિગેરે બધું અનિત્ય છે એટલું જ નહિ પણ ઉત્સાહ, બળ, વીર્ય કે પરાક્રમ પણ કાંઈ કાયમ સરખા રહેતા નથી. ભૂખ, તરસ, વેદના, વિગેરે પરિષહેને સહન કરવાની તાકાત પણ અમુક ટાઈમે ઘટી જાય છે, એમ સમજીને દરેક મનુષ્ય આત્મહિતમાં લાગી જવું જોઈએ. તમે કહો છે ને કે અત્યારે યુવાનીમાં ધન કમાઈ લેવા દે. યુવાનીનું વળેલું ઘડપણમાં ખાઈશું ને ધર્મ કરીશું, પણ હું તમને પૂછું છું કે યુવાનીનું રળેલું ધન તમારા ઘડપણ સુધી રહેશે તેની ખાત્રી છે? તમે રળી રળીને ભેગું કર્યું પણ પણ છોકરે ઉડાઉ નીકળે તે ? તમારું મહેનત કરીને રળેલું બધું ફના કરી નાંખશે. અગર ચાર ચેરી કરીને લઈ જશે, આગ લાગશે ને બળી જશે, અનેક રીતે ચાલ્યું જશે તે શું કરશે ? પણ જો તમે યુવાનીમાં ધર્મ રૂપી ધન રળીને ભેગું કરી લીધું હશે તે પછી કેઈની તાકાત છે કે એ ધન તમારું લઈ શકે ? આ લેકમાં એ તમારી સાથે રહે છે ને પરલેકમાં પણ સાથે આવે છે. માટે આવું સમજીને ધર્મ હમણાં નહિ ઘડપણમાં કરીશું એવા નબળા વિચારેને છોડીને જાગ્યા ત્યારથી સવાર સમજીને આત્મકલ્યાણ કરવામાં જોડાઈ જાઓ આજે નહિ કાલે કરીશું એવી મુદત કેર્ટમાં હોય, ધર્મમાં નહિ. મૃત્યુને માટે કઈ કાળ નિશ્ચિત નથી. માનવીને જન્મ તારીખની ખબર છે પણ મૃત્યુ ટાઈમ કે તારીખની કેઈને ખબર પડતી નથી, તેમ ધર્મ કરવા માટે પણ કેઈ નિશ્ચિત કાળ ન જોઈએ. ધર્મ તે સદાકાળ આચરવા યોગ્ય છે, પણ તમે તે શું કહે છે ! ઘડપણમાં ગેવિંદના ગુણલા ગાઈશું પણ ઘણાં તે ઘડપણ આવ્યા પહેલાં બળતણમાં ખડકાઈ ગયા ને અત્યારે પણ ખડકાઈ રહ્યા છે. તેનું શું? ઉમરશીભાઈ! મારી વાત સમજાય છે ને? આટલા માટે કહીએ છીએ કે બાલપણું, યુવાની કે ઘડપણ દરેક અવસ્થામાં ધર્મ આચરવા ગ્ય છે. કિંમતી ક્ષણને ઉપગ ક્યાં કરશે - દેવાનુપ્રિયે ! મનુષ્યભવની એકેક ક્ષણ કેટલી કિંમતી છે તે જાણે છે ને? અરે તમે બેલે છે કે “ટાઈમ ઈઝ મની” સમય કિંમત છે પણ કિંમતી સમયને ઉપગ ધન માટે કરે છે કે ધર્મ માટે ? તે તે મને કહે ભગવતી સૂત્રમાં ભગવાને કહ્યું છે કે તપમાં છઠ્ઠ જેટલે તપ, અને આયુષ્યમાં સાત લવ જેટલું આયુષ્ય ઓછું હોવાથી ઉપશમ શ્રેણીએ ચઢેલા મુનિને સર્વાર્થસિદધ વિમાનમાં ઉત્પન્ન થવું પડ્યું. લવ કોને કહેવાય! તે આપ જાણે છે? સાત શ્વાસોચ્છવાસ પ્રમાણ જે કાળ તેને એક સ્તોકને કાળ ગણવામાં આવે છે અને સાત સ્તકને એક લવ થાય છે. બસ, આટલા સાત લવના આયુષ્ય માટે સર્વાર્થસિદ્ધ વિમાનમાં તેત્રીસ સાગરોપમની સ્થિતિએ ઉત્પન્ન થવું પડ્યું ને પાછા ત્યાંથી આવીને માતાના ગર્ભમાં આવવું પડ્યું, તેથી કહીએ છીએ કે પ્રમાદ ન કરે. જે સમય તમને મળે છે તેની ક્ષણે ક્ષણ કેહીનર કરતાં પણ અધિક કિંમતી છે. તેને ધર્મારાધના કરીને સાર્થક કરે,
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy